________________
ઢાળ-૧ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો-તિહાં પ્રથમ ગુરુનઈ નમસ્કાર કરીનઈ પ્રયોજન' સહિત અભિધેય દેખાડઈ છઈ. શ્રીજિતવિજય પંડિત અનઈ શ્રી નયવિજય પંડિત એ બહુ ગુરુનાં ચિત્તમાંહિ સંભારીનાં
ગાથાર્થ : ગુરુદેવ શ્રી જિતવિજય મહારાજને મનમાં સ્મરીને અને સુગુરુ શ્રી નયવિજય મહારાજનો આદર કરીને બન્નેને નમસ્કાર કરીને) આત્માર્થી જીવોને ઉપકાર કરવા કાજે હું દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું. ૧-૧ |
ટબાના મંગળાચરણનો અર્થ : ઇન્દ્રોની હારમાળા વડે નમસ્કાર કરાયેલા (પૂજાતિશય), તત્ત્વભૂત અર્થોની દેશના આપનારા (જ્ઞાનથી જાણીને દેશના આપે, માટે જ્ઞાનાતિશય અને વચનાતિશય), જિનને (રાગ-દ્વેષરૂપ અપાયોને જીતીને દૂર કરી દેનારા - અપાયાપગમાતિશય) નમસ્કાર કરીને લોકપ્રચલિત ગુજરાતી ભાષામાં આ પ્રબંધમાં કંઈક અર્થને હું કહીશ.
વિવેચન : બુદ્ધિમાનું જીવો સ્વરચિત ગ્રન્થના પઠન-પાઠન-ચિંતન-મનન વગેરેમાં પ્રવૃત્ત થાય એ માટે ગ્રન્થકારો ગ્રન્થના પ્રારંભે ચાર બાબતો જણાવતા હોય છે. આને અનુબંધચતુષ્ટય કહે છે.
(૧) મંગળ - ગ્રન્થકાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. ના શ્રી જીતવિજય મહારાજ એ વિદ્યાગુરુ છે અને શ્રીનયવિજય મહારાજ એ દીક્ષાગુરુ છે. એ બંનેને નમસ્કાર કરીને ગ્રન્થકારે મંગળાચરણ કર્યું છે. આમ મંગળ કરવાથી શિષ્ટાચારનું પાલન થાય છે, ગ્રન્થરચનામાં આવનારા વિઘ્નો દૂર થાય છે અને ગ્રન્થ સમાપ્તિ સુધી પહોંચે છે.
(૨) વિષય : ગ્રન્થમાં કયા વિષયની પ્રરૂપણા કરવાની છે એનો ઉલ્લેખ કરવાથી એ વિષયના જિજ્ઞાસુઓ ગ્રન્થના પઠન-પાઠન વગેરેમાં પ્રવૃત્ત થવા ઉત્સાહિત થાય છે. આને
અભિધેય પણ કહે છે. પ્રસ્તુત ગ્રન્થનો દ્રવ્યાનુયોગ એ વિષય છે એ વાત ખુદ પ્રથકારે જ સ્પષ્ટ રીતે જણાવી છે. આ વિષયનો ઉલ્લેખ થવાથી ઉપાય-ઉપેયભાવ સંબંધ પણ જણાઈ જાય છે. જે મેળવવું અભિપ્રેત હોય છે એને ઉપેય કહેવાય છે. એ જેના દ્વારા મેળવી શકાય એ ઉપાય કહેવાય છે. પ્રસ્તુતમાં, “આ ગ્રન્થમાં દ્રવ્યાનુયોગનો વિચાર કરીશ' આ રીતે જે વિષય કથન કર્યું છે એના દ્વારા “જેઓને દ્રવ્યાનુયોગનો બોધ (ઉપેય) મેળવવો હોય એમના માટે આ ગ્રન્થ ઉપાયભૂત છે' એવું સૂચિત કર્યું છે. ને તેથી આ ગ્રન્થનો ઉપાય-ઉપેય સંબંધ ધ્વનિત થાય છે.
| (૩) સંબંધ - શ્રીજૈનશાસનમાં સર્વજ્ઞકથિતવચન કે સર્વજ્ઞમૂલકવચન જ પ્રમાણભૂત મનાયેલા છે. એટલે જ શ્રીગણધરદેવોએ રચેલી દ્વાદશાંગી પણ શ્રી સર્વજ્ઞપ્રભુની મહોરછાપ લાગ્યા પછી જ પ્રમાણ બને છે. અરે ખુદ તીર્થંકરભગવંતો પણ કેવલજ્ઞાન થયા બાદ જ દેશના આપે
૧. ગ્રન્થકારે પોતે કરેલી ટિપ્પણી – પહેલાં બિપદે મંગલાચરણ દેખાડ્યું, નમસ્કાર કર્યો છે. ૧. આત્માર્થી ઈહાં અધિકારી ૨. તેહનઈ અવબોધ થાસ્યઈ ઉપકારરૂપ પ્રયોજન ૩. દ્રવ્યનો અનુયોગ તે બહાં અધિકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org