________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી મહાવીર સ્વામિને નમઃ
- શ્રી અહં નમઃ
શ્રી ગૌતમ-સુધર્માદિગણભૂભ્યો નમ: શ્રી સિદ્ધસેન દિવાકર-હરિભદ્ર-હેમચન્દ્રસૂરીશ્વરેભ્યો નમઃ
મહોપાધ્યાય શ્રી યશોવિજયગણિવરેભ્યો નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિતુ-જયશેખરસૂરીશેભ્યો નમ:
ઐ નમઃ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ પહેલી શ્રી ગુરુ જિતવિજય મન ધરી શ્રી નયવિજય સુગુરુ આદરી, આતમ અરથીનઈ ઉપકાર, કરું દ્રવ્ય અનુયોગ વિચાર ||૧-૧ સ્વપજ્ઞટબાનું મંગળાચરણ..
ઐન્દ્રશ્રેણિનત નત્વા જિન તત્ત્વાર્થદેશિનમ્ |
પ્રબળે લોકવાચાડત્ર લેશાર્થઃ કશ્ચિદુચ્યતે | ૧ || વિવેચન :
શ્રી દ્વાદશાંગીના અર્થથી ઉદ્ગાતા પ્રભુ મહાવીર જે, ને સૂત્રોના રચનારા ગૌતમ વળી સુધર્માસ્વામી છે; શ્રી સિદ્ધસેન-હરિભદ્ર-હેમાચાર્ય ને જતવિજય જે, ઉપકારી દેવ-ગુરુચરણમાં વંદના શત વંદના. કર્મસાહિત્યતણા વિશારદ પ્રેમસૂરિ તવ ચરણમાં, રહું ન્યાયવિશારદ ભુવનભાનુસૂરિ તવ શરણમાં; વળી છેદસૂત્ર વિશારદા જયઘોષ ધર્મજિત વરા,
સૂરિ મંત્ર જાપી જયશેખરને વંદના શત વંદના. આ બધા ઉપકારીઓની ચરણરજ એવો હું (અભયશેખર), ન્યાયવિશારદ - ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર વિરચિત શ્રી દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું અને તેના સ્વપજ્ઞ ટબાનું શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી, શ્રુતદેવતા ભગવતી માતા સરસ્વતી દેવીનું સ્મરણ કરીને સ્વક્ષયોપશમાનુસાર કંઈક વિવેચન કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org