________________
અધ્યેતાઓ માટે મધુર રસથાળ..
શતકનામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો.. પાંચમો કર્મગ્રન્થ એટલે પદાર્થોનો ખજાનો... અન્ય વિવેચનોમાં હેતુઓ ન મળે એવા ઢગલાબંધ તર્કપૂર્ણ હેતુઓના ઉદ્ઘાટન (જેમકે ખગતિનામકર્મને જીવવિપાકી પ્રકૃતિ કેમ કહી ? વગેરે) કરનારી – ઊંડાણભર્યા રહસ્યોને વ્યક્ત કરનારી ટીપ્પણો જાણવા માટે - અલ્પ સમયમાં વિશદબોધ મેળવવા માટે આ પુસ્તકના આધારે ભણવા માટે ખાસ ભલામણ છે. કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ - ૧, ભાગ - ૨, કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્રશ્નોત્તરી. ગહન પદાર્થોને પણ ટૂંકમાં અને છતાં સરળતાપૂર્વક સમજવા માટે આ પુસ્તકોનો સહારો લેવો આવશ્યક છે. તથા અત્યંત ઊંડા રહસ્યોને ખોલી આપનાર પ્રશ્નોત્તરીના અધ્યયન વિનાનું કમ્મપયડી તથા પંચસંગ્રહનું અધ્યયન એટલે ઉપરછલ્લો બોધ. બોધને સૂક્ષ્મ અને તર્કપૂર્ણ બનાવવા માટે અવશ્ય આ પુસ્તકોને અવગાહવા. યોગવિંશિકા આજ સુધીમાં પ્રકાશિત થયેલા અનેક વિવેચનોમાં સાવ અલગ તરી આવતું.... શબ્દ-શબ્દને આરપાર | વીંધીને યોગવિષયક અપૂર્વ રહસ્યોને પીરસતું.. સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજના યોગવિષયક વિચારોને વિશદ રીતે અને છતાં પૂર્વાપર વિરોધ વિના સ્પષ્ટ કરતું અદ્ભુત વિવેચન જાણવા-માણવા માટે પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. લિખિત વિવેચન ભણવું જ રહ્યું. સિદ્ધિનાં સોપાન...
પ્રણિધાન -પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોનું અત્યંત વિશદ-વિસ્તૃત વિવેચન.... * ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ - ૧, ભાગ- ૨
ન્યાયદર્શનના પાયાના આ ગ્રન્થને બહુ જ સ્પષ્ટ રીતે સમજવા માટે ન્યાયશૈલિની હથોટી પામવા માટે... પારિભાષિક શબ્દોનો સરળ પરિચય મેળવવા માટે.. પૂ. આ. શ્રી લિખિત વિવેચનની સહાય લેવી ઘણી ઇચ્છનીય છે. સત્પદાદિપ્રરૂપણા - ગતિ, ઇન્દ્રિય, કાય....વગેરે ૧૪મૂળ માર્ગણાઓ... ત્રીજાકર્મગ્રન્થમાં આવતી એની ૬૨ પેટા માર્ગણાઓ... એના કરતાં પણ ઊંડા ઉતરીને કુલ ૧૭૪ માર્ગણાઓનો સત્પદ, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર વગેરે દ્વારો દ્વારા) વિચાર. અનેક ગ્રન્થોના આધારે સંચિત થયેલા પદાર્થસમુદ્રને અવગાહવાનો આનંદ માણવા વિનંતી.
ભવિષ્યમાં પ્રકાશિત કરવાની વિચારણા... અનુયોગદ્વાર ટીપ્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org