________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૯-૧૦
૨૨૯ તેહનઈ - વિøિત્યમ, લિજ્જિતંત્ર એ પ્રયોગ ન થયો જોઇઈ, તે માર્ટિ એ વર્તમાનારોપ નૈગમ ભેદ જ ભલે જાણવો. | ૬-૧૦ ||
અહીં કેટલાક અવયવ જે લખ્યું છે તેનો અર્થ કેટલાક દાણા એવો ન કરવો. કારણ કે બે-ચાર દાણા પણ જો સીઝી ગયા હોય તો બધા જ સીઝી ગયા હોય. થોડા દાણા સીઝેલા છે ને થોડા બાકી છે... એવું હોતું નથી. માટે તે તે પ્રત્યેક દાણાનો કેટલોક ભાગ સીઝેલો છે ને કેટલોક હજુ સીઝી રહ્યો છે એવો અર્થ કરવો. માટે જ “અવયવ' શબ્દ વાપરેલો છે. દાણાનો છેડાનો ભાગ પાતળો હોવાથી જલ્દી સીઝતો હોય ને વચલો ભાગ જાડો હોવાથી મોડો સીઝ... આ શક્ય છે.
નૈયાયિક - તમે જે કહો છો કે વર્તમાનનૈગમના પ્રભાવે આંશિક સીઝેલું હોય ત્યાં ભૂતકાળનો પ્રયોગ થતો નથી... આ બરાબર નથી... આશય એ છે કે ધારો કે એક દાણાને સીઝતા દસ ક્ષણ લાગે છે... દરેક ક્ષણે એ થોડો થોડો સીઝતાં દસ ક્ષણમાં આખો સીઝી જાય છે. એટલે કે દસ ક્ષણમાં દસ ક્રિયા દ્વારા એ સંપૂર્ણ સીઝે છે. હવે ધારો કે છઠ્ઠી ક્ષણ આવી છે. પાંચ ક્ષણની પાંચ ક્રિયાઓ અતીત થઈ ગઈ છે. એનાથી અમુક અંશ રંધાઈ ગયો છે. બાકીનો અંશ હજુ રંધાઈ રહ્યો છે... આ ક્ષણિક ક્રિયાઓની પરંપરા એક જ છે. બુદ્ધિમાં આ આખી પરંપરાનો એક ક્રિયા તરીકે આરોપ કરવામાં આવ્યો છે. હવે વર્તમાનકાળ વાપરવો કે ભૂતકાળ? તો તમારો નૈગમનય કહે છે કે ભૂતકાલીન ક્રિયામાં પણ વર્તમાનનો આરોપ કરીને બધી જ ક્રિયાને વર્તમાન માની વર્તમાનકાળનો પતિ એમ પ્રયોગ કરવો. પણ આવા આરોપની કોઈ જરૂર નથી.
નૈગમનય - પણ જો આરોપ કરવામાં નહીં આવે તો ભૂતકાલીન ક્રિયાને નજરમાં લઈને અપાક્ષીત્ એવો પ્રયોગ પણ થવો જોઈએ ને...
નૈયાયિક - ભૂતકાળના પ્રત્યયનો અર્થ છે ચરમક્રિયાäસ. એટલે દસક્ષણીય પ્રક્રિયાની દસમી ક્ષણિક ક્રિયા એ ચરમક્રિયા બનશે...એનો અગ્યારમી ક્ષણે ધ્વંસ થશે. એ ધ્વંસ થાય તો જ ભૂતકાળનો પ્રયોગ થઈ શકે. એ વગર નહીં. છઠ્ઠી ક્ષણે આ ચરમક્રિયાધ્વંસ થયો નથી, માટે ભૂતકાળનો પ્રયોગ થઈ શકતો નથી. એટલે એકથી દસમાંની કોઈપણ ક્ષણ હશે... બધો વર્તમાનકાળ જ છે ને સર્વત્ર વર્તમાનકાળનો જ પ્રયોગ થશે... અગ્યારમી ક્ષણથી જ ભૂતકાળનો પ્રયોગ થઈ શકે.
નૈગમનય - છઠ્ઠી ક્ષણે કોઈ પૂછે કે ભાત રંધાઈ ગયા ? તો આવો પણ જવાબ અપાય છે કે શિશિર્વમ્ ચિત્વચેતે... તમે આની સંગતિ શી રીતે કરશો ? કારણ કે પર્વમ્ એ ભૂતકૃદન્ત હોવાથી એમાં ભૂતકાલીન પ્રત્યય વપરાયો છે, અને ચરમક્રિયાધ્વસ તો હજુ થયો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org