________________
ઢાળ-૬ : ગાથા-૯-૧૦
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ટબો ‘વિત્તિ ભૂતવવુપચાર:' એ બીજો નૈગમ, જિમ-જિનનઇ સિદ્ધ કહિતું, કેવલીનઇ સિદ્ધપણું અવશ્યભાવી છઇ, તે માર્ટિ. કાંઇ સિદ્ધ અનઇ કાંઇ અસિદ્ધનઇ વર્તમાન કહó તે વર્તમાનનૈગમ ભાષિઇ. ॥ ૬-૯ ॥
૨૨૮
જિમ કહિ, ‘ભક્ત રોંધિઇ છઇ' ઇહાં ભક્તના કેતલાઇક અવયવ સિદ્ધ થયા છઇ, અનઈ કેતલાઇક (અવયવ) સાધ્યમાન છઇ. પણિ પૂર્વાપરિભૂતાવયવ ક્રિયાસંતાન એક બુદ્ધિ આરોપીનઇ તેહનઇ વર્તમાન કહિઇ છઇ, એ આરોપ સામગ્રી મહિમા કોઇ અવયવની ભૂતક્રિયા લેઇ. પતિ એ ઠામઇ સાક્ષીત્ એ પ્રયોગ
નથી કરતા. જે નૈયાયિકાદિક ઇમ કહઇ છઇ જે ચરમક્રિયાÜસ અતીતપ્રત્યય વિષયઃ
વિવેચન માનિ ભૂતવડુપવાર: આ બીજો નૈગમનય છે. જેમ કે જિનને સિદ્ધ કહેવા... જે ભવસ્થકેવલી છે તે હજુ સિદ્ધ થયા નથી... પણ અવશ્ય સિદ્ધ થવાના જ છે... આ જ ભવના અંતે થવાના છે... એટલે જાણે કે તેઓ સિદ્ધ થઈ ગયા જ ન હોય, એમ એમને સિદ્ધ કહેવા એ આ બીજા પ્રકારનો ભાવીનૈગમ છે. અધ્યાત્મકલ્પદ્રુમના તેરમા યતિશિક્ષોપદેશાધિકારના પ્રથમ શ્લોકમાં તે તીળાં મવવારિધિ મુનિવરા... જેઓનું ચિત્ત વિષયકષાયમાં રમતું નથી તે મુનિઓ ભવસમુદ્રને તરી ગયેલા છે... આમ ઉલ્લેખ કર્યો છે એ પણ આ નૈગમનું વચન જાણવું...
-
એનાથી વિષય-કષાયોને પરાસ્મુખ મુનિવરો પ્રત્યે વિશેષ પ્રકારની ભક્તિ બહુમાનભાવ ઉભરાય છે અને વિષય-કષાયો પ્રત્યે સ્વયં પણ પરાભુખ બનવાના મનોરથ વધુ પ્રબળ બને છે. આવા પ્રયોજનથી આવો આરોપ થાય છે એ જાણવું.
=
કાંઇ સિદ્ધ અનઇ... હવે નૈગમનો ત્રીજો ભેદ સમજાવે છે. કંઈક અંશે જે સિદ્ધ થઈ ગયું છે (અર્થાત્ કંઈક અંશે ક્રિયા પૂરી થઈ ગઈ છે) અને કંઈક અંશે જે હજુ અસિદ્ધ છે... આવી પરિસ્થિતિમાં વર્તમાનનો ઉલ્લેખ કરવો એ વર્તમાનનૈગમ છે. જેમકે ભાત રાંધે છે’ આવો વાક્યપ્રયોગ. આમાં ભાતના કેટલાક અવયવ સિદ્ધ થયા છે સીઝી ગયા છે અને કેટલાક હજુ સાધ્યમાન છે સીઝી રહ્યા છે. એટલે કે જે સીઝી ગયા છે એને સીઝવવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી ભૂતકાલીન બની ગઈ છે. બીજાની ચાલુ છે... પણ ઉલ્લેખ તો ઓવનું પતિ એમ વર્તમાનકાળનો જ થાય છે. જુદા જુદા અવયવોની અપેક્ષાએ આમ ભૂતકાલીન ક્રિયા.. વર્તમાનક્રિયા... આ રીતે ક્રિયાનો સંતાન પરંપરા ચાલે છે.. આ પૂર્વાપરીભૂત અવયવક્રિયાઓની પરંપરા... એ પરંપરાને એક બુદ્ધિમાં આરોપીને એ આરોપસામગ્રીના મહિમાઇ પ્રભાવે માત્ર વર્તમાનકાળનો પતિ એમ પ્રયોગ થાય છે. પણ જે અવયવ સીઝી ગયા છે એ અવયવની અતીતક્રિયાને નજરમાં રાખીને પતિ ના સ્થાને અપાક્ષીર્ (‘રાંધે છે’ના સ્થાને ‘રાંધ્યા’) એવો પ્રયોગ થતો નથી. આમ, સિદ્ધ અને સાધ્યમાન... આ બધાને નજરમાં રાખીને માત્ર વર્તમાનપ્રયોગ કરવો એ આ વર્તમાનનૈગમ છે.
Jain Education International
=
For Private & Personal Use Only
=
www.jainelibrary.org