________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-દ : ગાથા-૯-૧૦
‘ડ્રામાં ઘોષ:' ઇહાં ગંગાતટનઇ વિષયઇ ગંગાનો આરોપ કીજઇ છઇ, શૈત્યપાવનત્વાદિ પ્રત્યાયન પ્રયોજન ભણી, તો ઇ ઘટમાન છઇ. જો વીરસિદ્ધિગમનનો અન્વય ભક્તિભણી પ્રાતીતિક માનિઇ. એ અલંકારના જાણ પંડિત હોઇ, તે વિચારજો. ॥ ૬-૮ ॥ કહઇ ભાવિ નૈગમ, ભાવિ જિમ જિન સિદ્ધ રે । સિદ્ધવત્ છઇ વર્તમાનઇ, કાંઇ સિદ્ધ અસિદ્ધ રે । બહુ૰ || ૬-૯ || ભાષિઇ જિમ ‘ભક્ત પચિદં' વર્તમાનારોપ રે ।
ભૂતવત્
કરઇ કિરિયા ભૂત લેઇ, ભૂત વચન વિલોપ રે || બહુ॰ || ૬-૧૦ ||
ઉત્તર પ્રસ્તુતમાં પણ દેવાગમન વગેરે મહાકલ્યાણના ભાજનત્વની પાત્રતાની પ્રતીતિ થાય એ માટે આવો પ્રયોગ કરાય છે. આશય એ છે કે તમે કહ્યું એ મુજબ જ જો કહેવામાં આવે કે આજથી લગભગ ૨૫૩૧ વર્ષ પૂર્વે દિવાળીએ પ્રભુ મોક્ષ પામ્યા... તો તો ‘આજનો દિવાળીનો દિન (= વીરપ્રભુના નિર્વાણકલ્યાણકનો દિન) પણ મહાકલ્યાણનું ભાજન છે' વગેરે પ્રતીતિ થઈ શકતી નથી... એના બદલે આજનો દિવસ એટલે ? પ્રભુવીરનો નિર્વાણગમન દિવસ !' આ રીતે બોલવામાં આવે તો આજના દિવસ માટે દિલમાં ઊંચા ભાવો ઉછળે જ... ‘આજે પ્રભુનું નિર્વાણ થયું ! દેવલોકમાંથી ઇન્દ્રો ઉતરી આવ્યા... દેવો દોડી આવ્યા... મહા ઉદ્યોત થયો... પ્રભુના દર્શન કર્યા... સ્તુતિઓ થઈ... ખૂબ ભક્તિપૂર્વક નિર્વાણકલ્યાણકની ઉજવણી કરી... આ હા હા... આજનો દિવસ કેવો મહિમાવંતો દિવસ... લાવ.. હું પણ પ્રભુના નિર્વાણકલ્યાણકની આરાધના કરું... દેવવંદન કરું... જાપ કરું...' પ્રભુ પ્રત્યે અનેરો ભક્તિભાવ ઉછળે જ.
-
૨૨૭
પ્રભુ પ્રત્યે ભક્તિ ધરાવનાર દિલમાં તો... જાણે કે સાક્ષાત્ આજે જ પ્રભુ નિર્વાણ પામ્યા છે... દેવો-ઇન્દ્રો ઉતરી પડ્યા છે... નિર્વાણકલ્યાણક ઉજવી રહ્યા છે... વગેરે પ્રતીતિ (ભક્તિના પ્રભાવે) ઊભી થાય જ છે.. જે એ આત્માને ન્યાલ કરી દે છે...
આવી બધી આરોપિતભાષા... કાવ્યાનુશાસનની પરિભાષામાં વિવિધ પ્રકારના અલંકાર કહેવાય છે... સાદી ભાષાથી દિલમાં જે ઊર્મિઓ નથી ઊઠતી એ અલંકારિકભાષાથી ઊઠે છે... સહજતાથી ઊઠે છે.. ને વિશિષ્ટ રીતે ઊઠે છે... આ વાત અલંકારના જાણકાર જે પંડિત હોય તેઓ વિચારજો. ॥ ૮૧ ||
Jain Education International
ગાથાર્થ - ભાવી ઘટનાને ભૂતકાલીન ઘટનાની જેમ કહેનાર ભાવી નૈગમનય છે. જેમ કે ભવિષ્યમાં સિદ્ધ થનાર કેવલીને ‘સિદ્ધ' થઈ ગયા હોય એમ કહેવું.. કંઈક સિદ્ધ હોય અને કંઈક અસિદ્ધ હોય... એને વર્તમાનથી કહેવું એ વર્તમાનઆરોપ છે જેમ કે ‘ભોજન રાંધે છે’એવો વચનપ્રયોગ... અહીં, કેટલાક અંશમાં ક્રિયા અતીત થયેલી છે... અર્થાત્ ભૂતક્રિયા છે... એને નજરમાં લઈને ભૂતકાળનો પ્રયોગ થઈ શકે, પણ કરાતો નથી આ ભૂતપ્રત્યયનો વિલોપ થાય છે. ।। ૬-૯,૧૦ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org