________________
૨૨૬
ઢાળ-૬ : ગાથા-૮ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિષઈ વર્તમાન દીવાલી દિનનો આરોપ કરિઇ છઇ, વર્તમાન દિનનઈ વિષય ભૂતદિનનો આરોપ કરિઈ, દેવાગમનાદિમહાકલ્યાણભાજન–પ્રતીતિપ્રયોજનનાં અર્થિ, જિમ
પ્રશ્ન - અહીં ટબામાં-“અતીત દિવાલી દિનનઈ વિષઈ વર્તમાનદિવાલી દિનનો આરોપ કરિઇ છઇ..' આવું જે વાક્ય છે તેનો અર્થ આ છે કે, “અતીતદિવાળીદિનમાં વર્તમાનદિવાળીદિનનો આરોપ કરાય છે' વળી, પછીનું વાક્ય છે ‘વર્તમાનદિનનો વિષય છે ભૂતદિનનો આરોપ કરિઇ' આનો અર્થ છે-વર્તમાન (દિવાળીના) દિનમાં ભૂતદિનનો (૨૫૩૧ વર્ષ પૂર્વની દિવાળીનો) આરોપ કરાય છે. અને ૬-૭મી ગાથાની ટબાની છેલ્લી પંક્તિ હતી “પ્રથમ નૈગમ ભૂતાર્થી વર્તમાનનો આરોપ કરવાનઈ લીન કહતા તત્પર છઈ...' આનો અર્થ છે : પ્રથમવૈગમનય ભૂતકાલીન પદાર્થમાં (ઘટનામાં) વર્તમાનનો આરોપ કરવામાં તત્પર છે.
અર્થાત્ અતીતકાળમાં વર્તમાનકાળનો આરોપ, વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ અને અતીતપદાર્થમાં વર્તમાનતાનો આરોપ... આમ ત્રણ અર્થ મળ્યા. તો પ્રસ્તુતમાં કયો અર્થ અભિપ્રેત છે ? અથવા ત્રણે અર્થ અભિપ્રેત છે ?
ઉત્તર - અહીં ત્રણે અર્થ અભિપ્રેત છે. અર્થાત્ ત્રણે રીતનો આરોપ થઈ શકે છે ને શિષ્ટ પુરુષોને માન્ય બને છે. નીચે મુજબ વાક્યપ્રયોગોમાં એ આરોપ જાણવા..
(૧) આજે દિવાળીએ પ્રભુવીર મોક્ષ પામ્યા. પ્રભુવીર આજે મોક્ષ પામ્યા... આવા બધા વાક્યમાં પ્રભુના નિર્વાણગમનરૂપ અતીત પદાર્થમાં વર્તમાનતાનો આરોપ છે.
(૨) આજનો દિવસ એટલે ? પ્રભુવીરનો નિર્વાણગમન દિવસ... આવા વાક્યમાં વર્તમાનકાળમાં (વર્તમાન દિવાળી દિનમાં) અતીતકાળનો (અતીત દિવાળી દિનનો) આરોપ છે.
(૩) પ્રભુવીર જે દિવસે નિર્વાણ પામ્યા.. તે આજનો (દિવાળી) દિન હતો. આવા વાક્યમાં અતીતકાળમાં (અતીત દિવાળી દિનમાં) વર્તમાનકાળનો (વર્તમાન દિવાળી દિનનો) આરોપ છે.
આવા બધા વાક્યપ્રયોગો ભૂતનગમને માન્ય છે.
પ્રશ્ન - “પ્રભુવીર આજથી લગભગ ૨૫૩૧ વર્ષ પૂર્વના દિવાળી દિને નિર્વાણ પામ્યા.' આમ સીધેસીધું કહી દેવું જોઈએ ને ! આવા આરોપવાળા વાક્યપ્રયોગની શી જરૂર છે ?
પ્રશ્ન - Tiાતીરે પોષ: આમ વક્તા બોલી જ શકે છે. છતાં કયાં પોષઃ એવું બોલીને પછી ગંગાતીરમાં ગંગાનો ઉપચાર શા માટે કરે છે ?
ઉત્તર - ગંગા નદીમાં જેવી શીતલતા - પવિત્રતા છે એવી શીતલતા - પવિત્રતાની ઘોષમાં પણ પ્રતીતિ થાય એ માટે એવો પ્રયોગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org