________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા-૮
૨૨૫
નૈગમનયના ૩ ભેદ છઇ, પ્રથમ નૈગમ ભૂતાર્થઇ વર્તમાનનો આરોપ કરવાનઇ લીન કહતાં તત્પર છઇ. || ૬-૭ ||
ભૂત નૈગમ કહિઓ પહિલો, દિવાળી દિન આજ રે । યથા સ્વામી વીર જિનવર, લહીઆ શિવપુર રાજ રે | બહુ૦
૬-૮ ||
ટબો - તે પ્રથમભેદનું ઉદાહરણ દેખાડઇ છઇ જિમ કહિó - આજ દીવાલી દિનનઇ વિષઇ શ્રી મહાવીર શિવપુરનું રાજ્ય પામ્યા.' ઇહાં - અતીત દીવાલી દિનનઇ
પણ એનો પ્રસ્થક તરીકે વ્યવહારનય વ્યવહાર કરતો નથી... પણ ક્યારેક કોઈક વ્યક્તિ દ્વારા એવો વ્યવહાર થતો હોય છે... આ બધાની સંગતિ નૈગમનય કરે છે.
જે કાષ્ઠખંડનો નૈગમ પ્રસ્થક તરીકે ઉલ્લેખ કરે છે, બરાબર એ જ સાઈઝનો, એ જ વર્ણનો એ જ જાતિના કાષ્ઠનો અન્ય ટુકડો કે જેમાંથી પ્રસ્થક બનાવવાનો વિચાર નથી પણ બીજું કંઈક બનાવવાનું છે. તો બધી રીતે તુલ્ય એવા પણ એ કાષ્ઠ ટુકડાનો ‘પ્રસ્થક' તરીકે વ્યવહાર કરાતો નથી... હવે બીજી જે કાંઈ ચીજ બનાવવાની છે એની પણ પ્રક્રિયાના પ્રથમ ત્રણ ચાર ચરણ પ્રસ્થક બનાવવાની પ્રક્રિયાને સમાન જ છે.. ને પછી પ્રક્રિયા બદલાઈ જાય છે... આવું હોય ને એ ત્રણ ચાર ચરણની પ્રક્રિયા એ બીજા ટુકડા પર થઈ ગઈ છે.. તો હવે એની જે નવી અવસ્થા હશે તે પ્રસ્થકની નજીકની અવસ્થા છે... ને પ્રથમ ટુકડો તો હજુ એમ જ પડ્યો હોવાથી એ પ્રસ્થકની દૂરની અવસ્થામાં છે... છતાં પ્રથમ ટુકડાનો પ્રસ્થક તરીકે ઉલ્લેખ કરશે.. પણ બીજા ફક્ત ૩ - ૪ પ્રક્રિયા સંપન્ન કાષ્ઠનો નહીં... એટલે જણાય છે કે અનેક પ્રકારના ધારાધોરણ એ ધરાવે છે.
-
-
–
આ નૈગમના ૩ પ્રકાર છે. ભૂતનૈગમ, ભાવીનૈગમ, વર્તમાનનૈગમ.
(૧) ભૂતનૈગમ આ પ્રથમ પ્રકાર ભૂતકાલીન પદાર્થમાં વર્તમાનનો આરોપ કરવા માટે તત્પર છે. આનું ઉદાહરણ આગળની ગાથામાં આવે છે. ॥ ૮૦ |
ગાથાર્થ - ભૂતનૈગમ એ પ્રથમ ભેદ છે. જેમકે વર્તમાનમાં દિવાળીના દિવસે એમ કહેવાય છે કે આજે શ્રીવી૨૫૨માત્મા શિવપુરરાજ્ય પામ્યા. || ૬-૮ |
Jain Education International
વિવેચન - તે પ્રથમભેદનું.. નૈગમનયના પ્રથમભેદ ભૂતનૈગમનું ઉદાહરણ દેખાડે છે ધારો કે આજે દિવાળીનો દિવસ છે. તો લોકમાં એવો ઉલ્લેખ થાય છે કે ‘આજે દિવાળીએ શ્રીમહાવીરપ્રભુ શિવપુરરાજ્ય પામ્યા...' વસ્તુતઃ આજથી લગભગ ૨૫૩૧ વર્ષ પૂર્વે જે દિવાળીદિન હતો તે દિવસે પ્રભુ મોક્ષ પામ્યા છે. બોલનાર અને સાંભળનાર બન્ને આ હકીકત જાણે છે. છતાં, બોલનાર બોલે છે કે ‘આજે શ્રીવીરપ્રભુ મોક્ષ પામ્યા...' ને સાંભળનાર આ વાતને સ્વીકારે છે. એટલે સ્પષ્ટ છે કે વર્તમાન દિવાળીના દિવસમાં ભૂતકાલીન દિવાળીનો આરોપ કરવામાં આવ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org