________________
૨૨૪
ઢાળ-૬ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ બહુમાનગ્રાહી કહિઓ નૈગમ, ભેદ તસ છો તીન રે | વર્તમાનારોપ કરવા, ભૂત અર્થઈ લીન રે બહુo | ૬-૭ |
ટબો - બહુમાન કહતાં ઘણાં પ્રમાણ “સામાન્ય વિશેષ જ્ઞાન રૂપ” તેહનો ગ્રાહી નૈગમનય કહિછે, નૈ ર્ષિનોતિ રૂતિ તૈયામ:, વારાપાત્ ઐરામ તિ વ્યુત્પત્તિ
આપ દિગંબર પ્રક્રિયાનુસારે દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદ જોયા... હવે એમના જ મત મુજબ નૈગમાદિ ૭ નયોનું નિરૂપણ કરે છે -
ગાથાર્થ - નૈગમનય પદાર્થનો અનેક રીતે બોધ કરનાર છે. તેના ૩ ભેદ છે. એમાં ભૂતકાલીન પદાર્થમાં વર્તમાનનો આરોપ કરવો એ પ્રથમ ભેદ છે.
વિવેચન - બહુમાન કહતાં.. સામાન્ય-વિશેષ જ્ઞાનરૂપ અનેક પ્રમાણથી જે વસ્તુને જુએ છે તે નગમનાય છે. “ મિનીતિ’ રૂતિ નૈTE: અનેક પ્રમાણથી વસ્તુને જાણે - જુએ તે નકગમ.. પછી “ક”નો લોપ થવાથી નૈગમ શબ્દ બન્યો છે.
અથવા નિગમ એટલે દેશ... જુદા-જુદા દેશમાં જે શબ્દ પ્રયોગો-વ્યવહાર થાય છે.... એને સંગત કરનાર નય એ નૈગમનય.
શંકા - લોકમાં થતા વ્યવહારને તો વ્યવહારનય અનુસરે છે... પછી નૈગમનની શી જરૂર છે?
સમાધાન - લોકમાં જેનો જેવો વ્યવહાર રૂઢ થયેલો હોય એને અનુસરનાર તો વ્યવહારનય છે જ. પણ આ વ્યવહારથી જુદી રીતે પણ ક્યારેક કોઈક પરિસ્થિતિવશાત્ કે એવા ચોક્કસપ્રકારના અભિપ્રાયવશાત્ શબ્દપ્રયોગો થતા હોય છે. ને એ વખતે એવા શબ્દપ્રયોગોને શિષ્ટો પણ માન્ય કરતા હોય છે... “તું જુઠું બોલે છે..” એ રીતે નકારતા નથી. એટલે એ પ્રયોગની સંગતિ તો કરવી જ પડે. એ વ્યવહારનયથી થઈ શકતી નથી... માટે નૈગમનયથી થાય છે.
જેમકે પ્રસ્થક બનાવનાર કારીગર.... એના જ વિચારમાં રમમાણ હોય.. અથવા એકદમ તત્કાળ ઝડપથી પ્રસ્થક બનાવવાનો પ્રસ્તાવ હોય. આવા બધા અવસરે હજુ જંગલમાં કાષ્ઠ લેવા જઈ રહ્યો ત્યારે પણ મનના વિચારવશાત્ એ પ્રસ્થક લેવા જાઉં છું... એમ બોલે છે. ને શિષ્ટ શ્રોતાઓ એનો અભિપ્રાય સમજી જાય છે. આ વાક્યપ્રયોગને નિષેધતા નથી. વ્યવહારનયથી તો આની સંગતિ થઈ શકતી નથી. કારણ કે પ્રસ્થક બરાબર તૈયાર થયા પછી જ વ્યવહારનય એનો પ્રસ્થક તરીકે વ્યવહાર કરે છે. ને વાત પણ બરાબર છે. એ કારીગર કાષ્ઠ લાવ્યા પછી જરા આઘોપાછો ગયો હોય ને કાષ્ઠ પડયું હોય તો ત્યાં આવી ચડેલ કોઈ શિષ્ટ પુરુષ એને પ્રચક તરીકે ઓળખી શકતો પણ નથી કે કહેતો પણ નથી. એમ લાકડું માપ પ્રમાણે કાપવું - છોલવું - કોરવું વગેરે.. અવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org