________________
૨ ૨૨
ઢાળ-૬ : ગાથા-૬
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
(૭) અન્વયદ્રવ્યાર્થિકનય-આ નય મૃદ્રવ્ય વગેરે રૂપ ઊર્ધ્વતાસામાન્યને જુએ છે. એટલે પર્યાયાર્થિક નયે પિંડ-સ્થાસઆદિ વ્યક્તિઓને જોવી પડે...એટલે એનો સમાવેશ પર્યાયાર્થિકના ત્રીજા સત્તાનિરપેક્ષ ઉત્પાદ-વ્યયગ્રાહી અનિત્ય શુદ્ધપર્યાયાર્થિકનયમાં થઈ જાય
છે.
(૮-૯) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક અને પરદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિક.. આ બન્નેને સમકક્ષ બને એવો પર્યાયાર્થિક નય સંભવે નહીં... સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું ગ્રહણ કરવું એટલે ઘટમાં મૃત્મયત્વ, અમદાવાદીપણું, શિશિરજન્યત્વ, શ્યામવર્ણાદિ જોવા.. પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવનું ગ્રહણ કરવું એટલે ઘટમાં સુવર્ણમયત્વ, વાપીયાપણું, ગ્રીષ્મજન્યત્વ, રક્તવર્ણાદિને નાસ્તિત્વેન જોવા... આ મૃખ્યમત્વ, અમદાવાદીપણું વગેરે કે સુવર્ણમયત્વ - વાપીયાપણું વગેરે.. બધું પર્યાયસ્વરૂપ છે અને પર્યાય તો દ્રવ્યના જ હોય છે, પર્યાયના હોતા નથી... એટલે ઘટદ્રવ્યના મૃત્મયત્વાદિ સ્વપર્યાય અને સુવર્ણમયત્વાદિ પરપર્યાય... એમ કહી શકાય છે, ને એને આગળ કરીને અસ્તિત્વ-નાસ્તિત્વ કહી શકાય છે... પણ એ રીતે મૃત્મહત્વાદિ પર્યાય માટે કહી શકાતું નથી.... મૃન્મયત્વ એ મૃન્મયત્વ જ છે... એને માટે સ્વ-પરપર્યાય જેવું કાંઈ હોતું નથી... એટલે એ અપેક્ષાએ અસ્તિત્વ-નાસ્તિત્વનો પણ વિચાર ન હોવાથી એવા પર્યાયાર્થિકનય મળી શકતા નથી.
(૧૦) પરમભાવગ્રાહકદ્રવ્યાર્થિકાય. દ્રવ્યમાં અનેક ભાવો હોય છે. એટલે એમાં કોઈક પરમભાવ હોય ને એને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનય સંભવી શકે. પર્યાય તો ઉપર કહ્યા મુજબ પોતે પર્યાયરૂપ જ છે. એમાં અનેક ભાવો હોય અને એ અનેકભાવોમાંથી કોઈ એક પરમભાવ હોય. આવું બધું સંભવિત જ ન હોવાથી દ્રવ્યાર્થિકના આ દસમા પ્રકારને સમકક્ષ કોઈ ભેદ પર્યાયાર્થિકનો મળી શકે નહીં, એ જણાય છે.
આમ, દ્રવ્યાર્થિકના ત્રીજા-છઠ્ઠા-આઠમા-નવમા-દસમા ભેદને સમકક્ષ પર્યાયાર્થિક કોઈ નય મળી શકતા નથી અને બાકીના ભેદને સમકક્ષ પર્યાયાર્થિકના ૩ થી ૬ પ્રકારો છે એ આપણે જોયું.. પર્યાયાર્થિકના પ્રથમ બે નય અનાદિનિત્યપર્યાયાર્થિક અને સાદિનિત્યપર્યાયાર્થિક.. આ બે નયમાં કોઈ દ્રવ્યાર્થિકનયના સમકક્ષ પ્રકારનો સમાવેશ થતો નથી... એટલે માનવું પડે કે આ બેનો પણ કોઈ દ્રવ્યાર્થિકનયના સમકક્ષ પ્રકારમાં સમાવેશ થતો ન હોવો જોઈએ. || ૭૯ ||
“નયચક્ર' ગ્રંથમાં પર્યાયાર્થિકનયના છ ભેદને સમજાવનારી ગાથાઓ ૧૯૯ થી ૨૦૪ છે. તે આ પ્રમાણે છે -
अक्किट्ठिमा अणिहणा, ससिसूराईण पजया गाही । जो सो अणाइणिच्चो, जिणभणिओ पज्जयत्थि णओ ।। १९९ । कम्मखयादुप्पण्णो, अविणासी जो हु कारणाभावे । इदमेवमुच्चरंतो भण्णइ सो साइणिच्च णओ ।। २०० ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org