________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૬
સૌપ્રથમ આપણે એ વિચારી લઈએ કે દ્રવ્યાર્થિકનય દ્રવ્યને, દ્રૌવ્યાંશને, દ્રવ્ય-ગુણપર્યાયના અભેદને અને અન્વયને (= ઊર્ધ્વતાસામાન્યને) જોનાર છે. જ્યારે પર્યાયાર્થિકનય પર્યાયને, ઉત્પાદ-વ્યયાંશને, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદને અને અન્વયજૂન્યતાને (= પૂર્વોત્તરક્ષણભાવી પર્યાયોને બિલકુલ સ્વતંત્ર-એકદમ ક્ષણિક) માનનારો છે. એટલે જે દ્રવ્યાર્થિકનય ધ્રૌવ્યાંશને માનતો હોય એને સમકક્ષ પર્યાયાર્થિકનય એને જ કહેવાય જે ઉત્પાદ-વ્યયાંશને (અનિત્યત્વાંશને) માનતો હોય. એમ અભેદને જોનાર દ્રવ્યાર્થિકનો સમકક્ષ પર્યાયાર્થિકનય એ જ બની શકે છે ભેદને જોતો હોય. આ પાયાના સિદ્ધાંતને નજરમાં રાખીને નીચેની વિચારણા છે. એ પણ અહીં જાણી લેવા જેવું છે કે, ભેદ-અભેદની બાબતમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જેમ પરસ્પરવિરુદ્ધ જેવા છે (દ્રવ્યાર્થિક અભેદગ્રાહી છે તો પર્યાયાર્થિક ભેદગ્રાહી છે.) એવું કપાધિસાપેક્ષ-નિરપેક્ષ બાબતમાં નથી... અર્થાત્ બેમાંથી એક કર્મોપાધિસાપેક્ષતાને ગ્રહણ કરનાર છે ને બીજો નિરપેક્ષતાને ગ્રહણ કરનાર છે, એવું નથી. બન્ને બન્નેનું ગ્રહણ કરનાર છે. તે પણ એટલા માટે કે દ્રવ્ય પણ કર્મોપાધિને સાપેક્ષ-નિરપેક્ષ બન્ને હોય છે અને એની અવસ્થારૂપ પર્યાયો પણ બન્ને પ્રકારે સંભવે છે.
(૧) કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય. આ પ્રથમ પ્રકારની સમકક્ષ છે કર્મોપાધિનિરપેક્ષ અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય.. એવો પર્યાયાર્થિકનો પાંચમો ભેદ. આ વાત એકદમ સ્પષ્ટ છે જ.
(૨) ઉત્પાદવ્યયનિરપેક્ષશુદ્ધદ્રવ્યાર્થિકનયને સમકક્ષ છે સત્તાનિરપેક્ષ ઉત્પાદવ્યયગ્રાહીઅનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય એવો ત્રીજો ભેદ. આ પણ સ્પષ્ટ જ છે.
(૩) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયને સમકક્ષ અભેદકલ્પનાનિરપેક્ષ ભેદગ્રાહી શુદ્ધપર્યાયાર્થિકનય કહેવો પડે, પણ આવો નય સંભવિત નથી, એ વાત આગળ ઉપનયની વિચારણામાં જોઈશું.
(૪) કપાધિસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનય.. આ ચોથા પ્રકારને સમકક્ષ છે કર્મોપાધિસાપેક્ષઅનિત્યઅશુદ્ધપર્યાયાર્થિકનય.. એવો છઠ્ઠો ભેદ. ચોથા દ્રવ્યાર્થિકમાં ક્રોધાત્મા... વગેરે ઉદાહરણ હતા.. તો છઠ્ઠા પર્યાયાર્થિકમાં માત્મનઃ શોધઃ એ ઉદાહરણ બની શકે છે. આ વાત સ્પષ્ટ છે.
(૫) ઉત્પાદવ્યયસાપેક્ષસત્તાગ્રાહી અશુદ્ધદ્રવ્યાર્થિકનય... આ પાંચમા પ્રકારને સમકક્ષ છે સત્તાસાપેક્ષ (ઉત્પાદત્રયગ્રાહી) અનિત્યઅશુદ્ધપર્યાયાર્થિકનય એવો ચોથો ભેદ.. આ વાત સ્પષ્ટ છે, કારણ કે દ્રવ્યાર્થિકનયમાં એક સમયમાં દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેલું. ચોથા પર્યાયાર્થિકમાં એક સમયમાં પર્યાયને ત્રયાત્મક કહેલો છે.
(૬) ભેદકલ્પનાસાપેક્ષ (અભેદગ્રાહી) અશુદ્ધદ્રવ્યાર્થિકનય.. આને સમકક્ષ પર્યાયાર્થિક નય મળી શકે નહીં. કારણ કે અહીં અભેદકલ્પનાસાપેક્ષ ભેદગ્રાહી અશુદ્ધપર્યાયાર્થિક નય લેવો પડે. પણ આવો નય સંભવતો નથી... આ વાત આગળ ઉપનયની વિચારણામાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org