________________
૨૨૦
ઢાળ-૬ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પર્યાય અર્થો અનિત્ય અશુદ્ધો, સાપેક્ષ કર્મોપાધિ રે ! સંસારવાસી જીવનઇ જિમ, જનમ-મરણહ વ્યાધિ રે / બહુ / ૬-૬
ટબો - કર્મોપાધિસાપેક્ષ અનિત્યઅશુદ્ધપર્યાયાર્થિક એ છઠ્ઠો ભેદ. જિમ “સંસારવાસી જીવનમાં જનમ મરણ વ્યાધિ કઈ ઈમ કહિએ. ઈહાં જન્માદિક પર્યાય જીવના કર્મ સંયોગજનિત અશુદ્ધ છે. તે કહિયા તે જન્માદિક પર્યાય છઈ તો તેહના નાશનઈ અર્થઈ મોક્ષાર્થઈ જીવ પ્રવર્તઇ છઇ. / ૬-૬ છે.
સમાધાન - તેઓશ્રીને નયચક્રની જે હસ્તપ્રત મળી હશે એમાં લહિયાની ભૂલથી અનિત્ય'ના સ્થાને નિત્ય” શબ્દ આવી ગયો હોય... ને એને અનુસરીને... તેઓશ્રીએ પણ નિત્ય' શબ્દ રાખ્યો હોય.. આ કે આવું કાંઈપણ અન્ય કારણ સંભવી શકે છે. ૭૮
ગાથાર્થ - કર્મોપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય એ છઠ્ઠો ભેદ છે. જેમકે સંસારવાસી જીવને જન્મ-મરણ-વ્યાધિ હોય છે... આવું બોલનાર નય. || ૬-૬ |
વિવેચન – “સંસારવાસીજીવને જન્મ-મરણ-વ્યાધિ છે' આવું જે કહીએ છીએ એમાં જીવના જન્મ વગેરે પર્યાય કર્મસંયોગજન્ય છે ને કર્મથી સોપાધિક છે, માટે જ અશુદ્ધ છે. વળી કર્મના ઉદય પ્રતિક્ષણ બદલાતા રહેતા હોય છે... એટલે કર્મોપાધિજન્ય પર્યાયો પણ પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોય છે.. ને તેથી ક્ષણિક-અનિત્ય હોય છે. એટલે આ જન્માદિ પર્યાયો કર્મોપાધિસાપેક્ષ છે, અનિત્ય છે અને અશુદ્ધ છે. તેથી એને જોનાર નય, કર્મોપાધિસાપેક્ષ-અનિત્ય-અશુદ્ધ પર્યાય છે અર્થ(=વિષય)જેનો એવો કપાધિસાપેક્ષઅનિત્યઅશુદ્ધપર્યાયાર્થિકાય છે. અહીં ક્ષણિક-અનિત્યપર્યાય જ વિષય તરીકે છે, માટે આ પર્યાયાર્થિકનય પોતે અશુદ્ધ નથી... પણ એના વિષયભૂત પર્યાય જ અશુદ્ધ છે. માટે “અશુદ્ધ એ નયનું નહીં, પણ પર્યાયનું વિશેષણ છે.
- પાંચમા પ્રકારના નયથી જોવાથી. “ઓહો હો.. મારા પણ જાજવલ્યમાન કેવલજ્ઞાન વગેરે પર્યાયો છે..” એ ખ્યાલમાં-સંવેદનમાં આવે છે. ને છઠ્ઠા પ્રકારના નયથી જોવાથી, વર્તમાનમાં કર્મોએ મારાં જન્મ-મરણ-અજ્ઞાન-ક્રોધ-દુ:ખ વગેરે કેવા ઉપાધિરૂપ-કદર્થનાનાલેશીભર્યા પર્યાય કર્યા છે એ ખ્યાલમાં આવે છે ને તેથી પછી આ સોપાધિક-દર્દભર્યા પર્યાયોના નાશ માટે ને શુદ્ધપર્યાયની-મોક્ષની પ્રાપ્તિ માટે જીવ ઉદ્યમશીલ બને છે.
આમ નયચક્ર વગેરેમાં કહેલા પર્યાયાર્થિકનયના દિગંબરમાન્ય ૬ પ્રકારો કહ્યા. પ્રશ્ન - દ્રવ્યાર્થિકનયના દસ ભેદ કર્યા તો પર્યાયાર્થિકનયના કેમ માત્ર ૬ જ ભેદ કર્યા?
ઉત્તર - આ પ્રશ્નનો સૂક્ષ્મબુદ્ધિથી વિચારણા કરીને જવાબ આપવો જોઈએ. મને એ | વિચારણા નીચે મુજબ લાગે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org