________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
શંકા
તો પછી ગ્રંથકારે ‘શુદ્ધ' એ નયનું વિશેષણ ન બને એ રીતે ‘નિત્ય' શબ્દ કેમ પ્રયોજ્યો ?
-
ઢાળ-દ : ગાથા-૫
સમાધાન દ્રવ્યાર્થિકનયમાં કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય જે છે એમાં ‘શુદ્ધ' એ નયનું નહીં, પણ દ્રવ્યનું જ વિશેષણ છે. આ વાત આપણે પૂર્વે અનેક રીતે નિર્ણીત કરી છે. એટલે પર્યાયાર્થિકમાં પણ એનું સાદૃશ્ય જાળવી રાખવા માટે ‘શુદ્ધ'ને નયનું નહીં, પણ પર્યાયનું જ વિશેષણ રાખવું અભિપ્રેત હોય... ને તેથી ‘નિત્ય' શબ્દ પ્રયોજ્યો હોય એવું સંભવી શકે. બાકી તત્ત્વ કેવલિગમ્યમ્...
૨૧૯
શંકા - સિદ્ધાવસ્થામાં સાદિનિત્ય એકસરખી અવસ્થા છે જ. વળી સંસારી અવસ્થામાં જુદી-જુદી અવસ્થાઓ કર્મોપાધિજન્ય હોવા છતાં એના ૫૨ નજર નાખવાની નથી... અને તેથી એ વખતે પણ માત્ર સિદ્ધાવસ્થા જ જોયા કરવાની છે. એટલે આત્મદ્રવ્યમાં એની એ જ અવસ્થાને અનાદિ નિત્ય જોવાની છે.. (આ રીતે જોવામાં આવે તો જ ‘નિત્ય’ શબ્દ જે પ્રયોજ્યો છે તે સંગત ઠરે). હવે જો અવસ્થાન્તર થવાનું જ નથી... ત્રણે કાળમાં અવિચલિત સ્વરૂપ રહેવાનું છે.. તો તો એ ‘દ્રવ્ય’રૂપ જ બની જાય... પર્યાયરૂપ રહે જ નહીં... ને તેથી પર્યાયાર્થિકનયનો વિષય જ ન રહે.
સમાધાન - આ પ્રશ્ન, પ્રથમ પ્રકારમાં અનાદિ નિત્ય મેરુ વગેરે પર્યાય કહ્યા તેમાં નહીં આવે ?
Jain Education International
શંકા - ના, નહીં આવે... કારણ કે ત્યાં મેરુ વગેરે પુદ્ગલદ્રવ્યની અવસ્થારૂપે ભલે શાશ્વત છે, પુદ્ગલો-બદલાયા કરે છે... એ પુદ્ગલોની પૂર્વે અન્ય અવસ્થા હતી... પછી મેરુરૂપે ગોઠવાયા, પાછા છૂટા પડી જુદી અવસ્થામાં આવી ગયા... માટે ત્યાં મેરુ વગેરેને પુદ્ગલના પર્યાયરૂપે લઈ શકાય છે... પ્રસ્તુતમાં એવું નથી... એના એ જ જીવદ્રવ્યની વાત છે, જેમાં એક પણ આત્મપ્રદેશના ચયા-પચય થતા નથી. એનું એ જ દ્રવ્ય... ને ત્રણે કાળમાં અવિચલિતસ્વરૂપ... પછી એને ‘પર્યાય’રૂપે શી રીતે કહેવાય ?
સમાધાન મેરુમાં તો સંસ્થાન-સ્થાન વગેરે કશું બદલાતું નથી... અહીં તો સંસ્થાન, સ્થાન, અવગાહના વગેરે બધું બદલાય છે...
શંકા - આ બધું તો કર્મોપાધિજન્ય છે... ને એને તો નજ૨માં લેવાનું જ નથી... પછી તો જે સ્વરૂપ બાકી રહે છે... તે ત્રણે કાલમાં અવિચલિત છે જ. માટે દ્રવ્યાત્મક શા માટે નહીં ? સમાધાન તો પછી નયચક્રમાં કહ્યા પ્રમાણે અહીં નિત્યના બદલે અનિત્ય શબ્દ જ જોઈએ. એટલે સિદ્ધના જેવા ક્ષણિક પર્યાયો છે એવા જ પર્યાયો સંસારી આત્મામાં પણ કર્મોપાધિને નિરપેક્ષપણે જોનાર નય એ આ પાંચમો પ્રકાર છે.
શંકા-તો પછી ગ્રન્થકાર શ્રી યશોવિજયજી મહારાજે કેમ ‘નિત્ય' શબ્દનો ઉલ્લેખ કર્યો હશે?
For Private & Personal Use Only
www.jainelibrary.org