________________
૨૧૮
ઢાળ-૬ : ગાથા-૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો - કર્મોપાધિરહિત નિત્યશુદ્ધ પર્યાયાર્થિક પાંચમો ભેદ, જિમ - ભવજંતુના = સંસારીજીવના પર્યાય સિદ્ધજીવના સરખા કહિછે. કર્મોપાધિભાવ છતાં છઇ, તેહની વિરક્ષા ન કરી, જ્ઞાન-દર્શન-ચારિત્ર શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી. / ૬-૫ + કર્મોપાધિરહિત નિત્ય શુદ્ધપર્યાયાર્થિક નય નામે પાંચમો પ્રકાર છે. અલબત્ સંસારીજીવને કર્મ ઉપાધિ છે જ ને એની અસર પણ છે જ. પણ એની વિવક્ષા ન કરીએ તરફ નજર જ ન નાખી.. ને આત્મામાં અંદર અખંડપણે સ્કુરાયમાણ કેવલજ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી... એને જ જોયા...
શંકા - દ્રવ્યાર્થિકના પ્રથમ ભેદમાં પણ સંસારીજીવને કર્મોપાધિનિરપેક્ષપણે સિદ્ધસમોવડ જોવાનો હતો. આમાં પણ એવું જ છે.. તો બન્ને એક નહીં થઈ જાય?
સમાધાન - ના. દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય છે... એટલે ત્યાં સિદ્ધાત્મા જેવો સંસારીઆત્મા જોવાનો હતો.... પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય છે. એટલે અહીં, સિદ્ધાત્માના પર્યાયને તુલ્ય સંસારીજીવના પર્યાયોને જોવાના છે. માટે બન્ને નય જુદા છે.
શંકા - તો પછી પર્યાયાર્થિકના પ્રથમ પ્રકારમાં તેનો સમાવેશ નહીં થઈ જાય? કારણ કે જીવ સંસારી છે ત્યાં સુધી પણ નજરમાં તો સિદ્ધાત્માના જ પર્યાયો રાખવાના છે, ને સિદ્ધ થયા પછી તો સદાકાળ માટે એ પર્યાય છે જ. એટલે અનાદિનિત્ય પર્યાય થવાથી પ્રથમ પ્રકારમાં શા માટે નહીં ?
સમાધાન - પ્રથમ પ્રકારમાં કાંઈ, ઝટ કરીને-ફટ દઈને નજરે ચઢી જાય એવી વિલક્ષણતાઓને નજરઅંદાજ કરવાની નથી... ત્યાં તો એવું છે જ નહીં... ને એક સરખી અવસ્થા અનાદિ નિત્ય છે એને જ જોવાની છે. અહીં તો સંસારી અવસ્થામાં કર્મોપાધિવશાત્ ડગલે ને પગલે ધરખમ ફેરફારો થયા જ કરે છે. એક સરખી અવસ્થા જેવું છે જ નહીં... માત્ર એ ફેરફારોને નજરમાં લેવાના નથી. માટે આનો પ્રથમ પ્રકારમાં સમાવેશ થઈ શકતો નથી.
શંકા - અહીં “શુદ્ધ એ કોનું વિશેષણ છે ?
સમાધાન - ગ્રંથકારે આને “નિત્યશુદ્ધપર્યાયાર્થિક એવું નામ આપ્યું છે... એટલે જણાય છે કે “શુદ્ધ' એ પર્યાયનું વિશેષણ છે, પણ “પર્યાયાર્થિકન'નું નહીં, કારણ કે નિત્યત્વને જોનાર પર્યાયાર્થિકનય શુદ્ધ હોઈ શકે નહીં. અને આમાં પર્યાય તો શુદ્ધ છે જ, કારણ કે સિદ્ધાત્માના પર્યાયો શુદ્ધ હોય છે. પણ નયચક્ર વગેરેમાં આનું નામ “અનિત્યશુદ્ધપર્યાયાર્થિક આપ્યું છે... એટલે જણાય છે કે નયચક્ર વગેરેના અભિપ્રાય અનુસાર આ નય, કર્મોપાધિનિરપેક્ષપણે સંસારી આત્માના ક્ષણિકપર્યાયોને સિદ્ધાત્માના ક્ષણિકપર્યાય તુલ્ય જુએ છે. એટલે નિત્યત્વ અંશ જોવાનો ન હોવાથી “નય” પોતે જ શુદ્ધ છે. વળી પર્યાય પણ શુદ્ધ જ છે. માટે નયચક્રાનુસાર “શુદ્ધ' એ પર્યાય અને નય... એ બંનેનું વિશેષણ બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org