________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
શુદ્ધ રૂપ તે જે સત્તા ન દેખાવવી, ઇહાં
|| ૬-૪ ||
પર્યાય અરથો નિત્ય શુદ્ધો, રહિત કર્મોપાધિ રે । જિમ સિદ્ધના પર્યાય સરિખા, ભવજંતુના નિરુપાધિ રે ॥ બહુo II ૬-૫ ||
ઢાળ-દ : ગાથા-પ
૨૧૭
સત્તા દેખાવી, તે માટિં અશુદ્ધ ભેદ થયો.
ગ્રહણ કરે છે, એમ જ લેવું જોઈએ ને !
સમાધાન ત્રીજા પ્રકારમાં સત્તાને ગૌણ કરવાની જે વાત છે તેનો અર્થ સત્તાને નજરમાં લેવાની જ નથી... સત્તાને જોવાની જ નથી... એટલે જ ત્રીજા પ્રકારના વિવેચન
વખતે ટબામાં ‘પણિ ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડઇ નહીં...' એમ જણાવ્યું છે. જ્યારે ચોથા પ્રકારના વિવેચન વખતે ‘ઇહાં સત્તા દેખાડવી' એમ જણાવ્યું છે, એટલે ત્રીજા પ્રકારનો નય સત્તાને જોતો જ નથી (તો જ એ શુદ્ધ રહી શકે) અને ચોથા પ્રકારનો નય સત્તાને જુએ છે ખરો, પણ ગૌણપણે... (તો જ એ પર્યાયાર્થિક રહી શકે) આ વાત નિઃશંક
જાણવી.
-
દ્રવ્યાર્થિકનયમાં બીજો પ્રકાર ઉત્પાદવ્યયનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય અને પાંચમો પ્રકાર ઉત્પાદવ્યયસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિકનય... આમ છે... એને અનુસરીને અહીં પણ ત્રીજો પ્રકાર સત્તાનિરપેક્ષ શુદ્ધપર્યાયાર્થિકનય અને ચોથો પ્રકાર સત્તાસાપેક્ષ અશુદ્ધપર્યાયાર્થિકનય... એમ નામ રાખવાથી અને બંનેમાં સાપેક્ષત્વ ગૌણપણે ગ્રાહકત્વ... આવો અર્થ લેવાથી કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય... (અને બંનેમાં તે તે અંશ પર નજર જ ન નાખવી એ તે તે અંશની નિરપેક્ષતા જાણવી.)
=
એક જ સમયમાં, સત્તાથી ગૌણપણે સંકળાયેલા... ને ઉત્પાદ-વ્યયથી પ્રધાનપણે સંકળાયેલા પર્યાયને નજરમાં લેનાર દૃષ્ટિકોણ એ પર્યાયાર્થિકનયનો ચોથો પ્રકાર છે.
Jain Education International
શંકા - આ નય પણ એક-એક સમય રહેનાર ક્ષણિક પર્યાયોને જ જુએ,છે. તો ત્રીજા પ્રકારની જેમ આને પણ ‘અનિત્ય' જ કહેવો જોઈએ ને... ‘નિત્ય' કેમ કહ્યો છે ?
-
સમાધાન - નયચક્ર-આલાપપદ્ધતિ વગેરેમાં તો આ ચોથા પ્રકારનું નામ ‘અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક' નય એવું જ છે. એટલે ગ્રંથકારે ‘અનિત્ય’ના સ્થાને ‘નિત્ય’ શબ્દ કેમ પ્રયોજ્યો છે ? એ સ્પષ્ટ થતું નથી... કદાચ સત્તાને=ધ્રૌવ્યાંશને (ભલે ગૌણપણે પણ) જોવામાં આવી રહ્યો છે, એ અપેક્ષાએ ‘નિત્ય' કહ્યું હોય એમ સંભવી શકે. ॥ ૭૭ ॥
ગાથાર્થ કર્મોપાધિરહિત નિત્ય શુદ્ધપર્યાયાર્થિકનય એ પાંચમો પ્રકા૨ છે. જેમ કે સંસારી જીવોમાં નિરુપાધિ પર્યાયો સિદ્ધના પર્યાય જેવા જ હોય છે. || ૬-૫ ||
વિવેચન - સંસારીજીવના પર્યાયોને પણ સિદ્ધાત્માના પર્યાય જેવા જોવા-કહેવા એ
For Private & Personal Use Only
www.jainelibrary.org