________________
૨૧૬
ઢાળ-૬ : ગાથા-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છતિં કહતાં-સત્તા, તે ગ્રહતો નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક કહિછે. જિમ “એક સમય મળે પર્યાય ત્રિતયરૂપઈ-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણઈ રુદ્ધ છઈ” એહવું બોલિઈ. પર્યાયનું
આમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશને જ જોવાના છે, પણ સત્તાને જોવાની નથી. માટે આ પર્યાયાર્થિકનયનો શુદ્ધદષ્ટિકોણ છે, માટે આ શુદ્ધપર્યાયાર્થિકનય છે. વળી ક્ષણિક-અનિત્ય પર્યાયોને જોનારો છે... માટે આ અનિત્યશુદ્ધપર્યાયાર્થિક નય છે. બધાં જ દ્રવ્યોમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થતા જ હોય છે. માટે બધા જ દ્રવ્યોના આવા ઉત્પાદવિનાશશીલ પર્યાયો આ નયના વિષય છે, એ જાણવું. એટલે મેરુમાં કે સિદ્ધાવસ્થામાં પણ જે સૂક્ષ્મ-સૂક્ષ્મતસૂક્ષ્મતમ ફેરફારો પ્રતિક્ષણ થયા કરતા હોય છે એને નજરમાં લેનાર દૃષ્ટિકોણ આ ત્રીજા પ્રકારમાં આવે છે... અને એને નજરમાં નહીં લઈને સંસ્થાન વગેરે બાહ્ય મુખ્યરૂપને જ નજરમાં લેનાર દૃષ્ટિકોણ પહેલા-બીજા પ્રકારમાં આવે છે, એ જાણવું.
હવે ચોથો પ્રકાર - નિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકન્ય... છતિ કહતાં. છતિ = સત્તા. ત્રીજા પ્રકારમાં સત્તાનું = ધ્રૌવ્યાંશનું ગ્રહણ નહોતું... માત્ર ઉત્પાદ-વિનાશનું ગ્રહણ હતું... ચોથા પ્રકારમાં સત્તાનું પણ ગ્રહણ છે. અર્થાત્ ત્રણે અંશોનું ગ્રહણ છે. એટલે કે તે તે સમયમાં રહેલા પર્યાયને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય... આ ત્રણેથી સંકળાયેલો માનવો-જોવો એ પર્યાયાર્થિકનો આ ચોથો પ્રકાર છે. આ અશુદ્ધપર્યાયાર્થિક નય છે. કારણ કે પર્યાયાર્થિકનય સત્તાને ન જુએ એ એનું શુદ્ધરૂપ છે. એટલે ત્રીજો પ્રકાર શુદ્ધ હતો. પણ અહીં સત્તાને પણ જુએ છે, માટે આ અશુદ્ધ નય છે.
શંકા - આ નય, સત્તાને પ્રધાનપણે ગ્રહણ કરે કે ગૌણ પણે ?
સમાધાન - ધારો કે સત્તાને પ્રધાનપણે ગ્રહણ કરે છે, એમ માનીએ તો ઉત્પાદ - વ્યયને કઈ રીતે ગ્રહણ કરે? પ્રધાનપણે કે ગૌણપણે? જો પ્રધાનપણે ગ્રહણ કરે તો એ દૃષ્ટિકોણ “નયરૂપ ન રહેતાં “પ્રમાણરૂપ જ બની જાય. કારણ કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય.... આ ત્રણે અંશોને પ્રધાનપણે જોનાર પ્રમાણ હોય છે, નય નહીં. ઉત્પાદ-વ્યયને ગૌણપણે ગ્રહણ કરે છે, એમ જો કહેવામાં આવે તો આ નય પર્યાયાર્થિક ન રહેતાં દ્રવ્યાર્થિક બની જાય... કારણ કે સત્તાને પ્રધાનપણે જોવી અને ઉત્પાદ-વ્યયને ગૌણપણે જોવાં એ (અશુદ્ધ) દ્રવ્યાર્થિકનયનું લક્ષણ છે (જુઓ દ્રવ્યાર્થિકનયનો પાંચમો પ્રકાર પૃષ્ઠક ૧૯૮). એટલે સત્તાને પ્રધાનપણે ગ્રહણ કરે. આ વાત તો ખોટી જ છે... માટે માનવાનું રહે છે કે સત્તાને ગૌણપણે ગ્રહણ કરે છે.
શંકા - સત્તાને ગૌણપણે ગ્રહણ કરવાની વાત તો ત્રીજા પ્રકારમાં હતી. જુઓ આ ઢાળની ત્રીજી ગાથાના ટબામાં ત્રીજા પ્રકારના વિવેચન માટે સત્તાગૌણત્વઈ ઉત્પાદ-વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિછે એમ જણાવ્યું છે. આલાપપદ્ધતિમાં પણ સત્તાત્વેિનોત્પા.. એમ જણાવ્યું છે. માટે આ ચોથા પ્રકારમાં તો સત્તાને પ્રધાનપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org