________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૪
૨૧૫ જિમ સમયમાં પર્યાય નાશી, છતિ ગહત નિત્ય અશુદ્ધ રે ! એક સમઈ યથા પર્યય, ત્રિતયરૂપઈ રુદ્ધ રે / બહુ // ૬-૪ /
ટબો - જિમ એક સમય મળે પર્યાય વિનાશી છઇ. ઇમ કહિછે. ઇહાં નાશ કહતાં ઉત્પાદઈ આવ્યો, પણિ ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડો નહીં. કંઈક ને કંઈક ઉત્પાદ-વ્યય થતાં જ હોય છે. (નહીંતર તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ઐલક્ષય ન રહેવાથી સિદ્ધાવસ્થા પણ શશશૃંગવત્ અસત્ જ બની જાય). પણ એ છ0ના વિષય હોતા નથી.. કે મુખ્ય-મહત્ત્વના સ્વરૂપમાં ફેરફારરૂપ હોતા નથી... (આવું જ પ્રથમ પ્રકારમાં મેરુ અંગે જાણવું.) એટલે જણાય છે કે પ્રથમ અને દ્વિતીય પ્રકારમાં નિત્ય તરીકે જે કહેવું છે તે છદ્મસ્થના વિષયભૂત બની શકે.. જે મુખ્ય-મહત્ત્વના હોય એવા પર્યાય અંગે જ કહેવું છે અને આવા પર્યાયની દૃષ્ટિએ વિચારીએ તો સંસારીપણામાં સ્થાન, અવગાહના, સંસ્થાન, મનુષ્યાદિ ગતિ... વગેરે બધું જ બદલાયા જ કરતું હોય છે. આમાંની કોઈ અવસ્થા અનાદિ ન હોવાથી અનાદિસાન્ત નથી હોતી.. પણ સાદિ-સાન્ત જ હોય છે. માટે “અનાદિસાન્તપર્યાયાર્થિકનય' એવો પ્રકાર બતાવવાની જરૂર રહેતી નથી...
શંકા - ભવ્યત્વ તો અનાદિ-સાત્ત છે ને !
સમાધાન - એમાં પણ ઉપર મુજબ ભવ્યજીવની મુખ્ય અવસ્થાઓ (ગતિ વગેરે) બદલાયા કરે છે એ કારણે અથવા તથાભવ્યત્વનો પરિપાક વગેરે રૂપે એમાં ફેરફાર થાય છે એવું માનીને સ્વતંત્રપ્રકાર બતાવ્યો નથી. એમ માનવાનું રહે. અથવા તો આગળ ગ્રંથકાર કહેવાના છે એમ આવા વિભાગ બધાનો જ સંગ્રહ કરનાર નથી. માટે એ ક્ષતિરૂપ છે જ. અથવા ભવ્યત્વ એ જીવત્વની જેમ એક પરિણામરૂપ છે, અવસ્થારૂપ નથી... માટે એની પર્યાય તરીકે વિવક્ષા ન કરી હોય, એમ સંગતિ કરવાની રહે.
હવે ત્રીજો પ્રકાર, સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયનું ગ્રહણ કરે એ અનિત્યશુદ્ધ - પર્યાયાર્થિક નય છે. આનું ઉદાહરણ ચોથી ગાથામાં દર્શાવશે. જે ૭૬ ||
ગાથાર્થ - જેમકે એક સમયમાં સર્વ પર્યાય નાશ પામવાના સ્વભાવવાળા છે. તથા સત્તાને પણ ગ્રહણ કરનાર પર્યાયાર્થિકનય નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક છે. જેમ કે એક સમયમાં પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણે લક્ષણથી યુક્ત હોય છે. || ૬-૪ |
વિવેચન - જિમ એક સમય. જે પર્યાય જે સમયે ઉત્પન્ન થાય છે તે એક સમય માટે જ એ ટકે છે. ને બીજા સમયે નાશ પામી જાય છે.... આમ પર્યાયોનો નાશ પ્રતિક્ષણ જોવો એ આ નય છે... વળી, વગર ઉત્પાદે નાશ તો થાય નહીં... એટલે જણાય છે કે પ્રતિક્ષણ ઉત્પાદન પણ આ નય જુએ છે. અર્થાત્ પ્રતિક્ષણ પૂર્વપર્યાયનાશ, ઉત્તરપર્યાયઉત્પાદને જોવા, પણ સત્તાને જોવી નહીં. એ આ પર્યાયાર્થિકનયનો ત્રીજો પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org