________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ટબો સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થનય બીજો ભેદ ૨, જિમ સિદ્ધનો પર્યાય, તેહની આદિ છઇ, કર્મક્ષય સર્વ થયો, તિવારઇ - સિદ્ધ પર્યાય ઉપનો, તે વતી. પણિ તેહનો અંત નથી, માર્ટિ સિદ્ધભાવ સદાકાલ છઇ. એ રાજપર્યાય સરખો સિદ્ધદ્રવ્યપર્યાય ભાવવો. સત્તા ગૌણત્વ ઉત્પાદ-વ્યયગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિતું. ॥ ૬-૩ ॥
૨૧૪
વિવેચન - સાદિ નિત્ય... સાદિનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય એ બીજો ભેદ છે. જેમ કે સિદ્ધનો પર્યાય... એનો આદિ=પ્રારંભ છે, કારણ કે જ્યારે સર્વકર્મક્ષય થયો ત્યારે એ પર્યાય ઉત્પન્ન થયો હોય છે. પણ તેનો અંત નથી, કારણ કે સિદ્ધપણું હવે સદાકાળ રહેવાનું છે. આ સિદ્ધદ્રવ્યપર્યાયને રાજપર્યાયતુલ્ય જાણવો. (આ રાજપર્યાયતુલ્યતા કઈ રીતે ? એ એકદમ સ્પષ્ટ થતું નથી. છતાં આવું વિચારી શકાય છે કે) રાજકુમાર એકવાર રાજા બની જાય પછી પાછો રાજકુમાર રૂપે ક્યારેય બનતો નથી... એમ સંસારીજીવ એકવાર સિદ્ધ બની જાય, પછી પાછો સંસારી ક્યારેય બનતો નથી.
આ બીજા પ્રકારમાં પણ માત્ર ટબામાં જ શુદ્ધ' શબ્દ રહેલો છે... અન્યત્ર ક્યાંય કહેલો નથી... છતાં, સિદ્ધાવસ્થા એ જીવદ્રવ્યની એક અવસ્થારૂપ હોવાથી ‘પર્યાય' છે અને વળી જીવદ્રવ્યની શુદ્ધ અવસ્થા હોવાથી એ શુદ્ધપર્યાય છે... તેથી ‘શુદ્ધ’ને પર્યાયનું વિશેષણ બનાવી ‘સાદિનિત્ય શુદ્ધપર્યાય છે અર્થ જેનો એ સાદિનિત્યશુદ્ધપર્યાયાર્થિનય...' આ રીતે સમાસ કરી શકાય છે. પણ ‘શુદ્ધ’ એ પર્યાયાર્થિકનયનું વિશેષણ તો બની શકવાનું જ નથી. કારણ કે નિત્યતાને જોનાર પર્યાયાર્થિકનય શુદ્ધ હોઈ શકે નહીં.
ઢાળ-૬ : ગાથા-૩
શંકા શુદ્ધ એવું વિશેષણ માનીએ કે ન માનીએ... બીજા કોઈ દ્રવ્યનો પર્યાય આ બીજા પ્રકારનો વિષય બનશે ?
-
Jain Education International
સમાધાન ના, નહીં બને... કારણ કે સિદ્ધાવસ્થાને છોડીને અન્ય કોઈપણ દ્રવ્યની કોઈપણ અવસ્થા સાદિનિત્ય હોતી નથી... ક્યાં તો અનાદિનિત્ય હોય ને ક્યાં તો સાદિસાન્ત
હોય... પણ સાદિનિત્ય હોતી નથી... માટે આ પ્રકારનો વિષય બનતી નથી...
શંકા વ્યવહારરાશિપણું તો સાદિ નિત્ય છે ને ?
સમાધાન - ના, જીવનો મોક્ષ થવા પર એ પણ સાન્ત થઈ જાય છે.
શંકા સિદ્ધાવસ્થા એ જીવદ્રવ્યની એક અવસ્થારૂપ હોવાથી પર્યાય છે... તો એ રીતે સંસારી અવસ્થા પણ એક અવસ્થારૂપ હોવાથી પર્યાય છે, જે અનાદિ સાન્ત છે. તો જીવના, સંસારીપણારૂપ પર્યાયને જોનાર અનાદિ અનિત્ય પર્યાયાર્થિકનય નામનો એક સ્વતંત્ર પ્રકાર કેમ નથી કહ્યો ?
સમાધાન - સિદ્ધાવસ્થામાં પણ એમ તો પ્રતિક્ષણ અગુરુલઘુપર્યાય વગેરેની અપેક્ષાએ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org