________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૩
૨૧૩ મનમાંહિં ધારિઇ. તિહાં - જે કાંઈ ખોટું જાણઇ, તે ચિત્તમાંહિ ન ધરઇ, પણિ શબ્દ ફેર માત્ર શ્વેષ ન કરવો, અર્થ જ પ્રમાણ છd. || ૬-૧,૨ | સાદિ નિત્ય પર્યાય અરથો, જિમ સિદ્ધનો મજ્જાઉ રે | ગહઈ શુદ્ધ અનિત્ય સત્તા, ગૌણ વ્યય ઉપ્પાઉ રે / બહુo || ૬-૩ ||. કોઈ પ્રસિદ્ધ મહત્ત્વનો મતભેદ નથી... ઉપરથી અન્ય દર્શન સમક્ષ, તેઓ પણ આપણી જેમ જ સ્વાવાદ વગેરેની પ્રતિષ્ઠા માટે પ્રયતશીલ છે.. એ બાબતમાં જાણી બૂઝીને તેઓએ - અભિનિવેશપૂર્વક ગલત નિરૂપણ કર્યું હોય એવું માનવાની કોઈ જ જરૂર નથી... પોતાને સંપ્રદાયદ્વારા જે મળ્યું હોય ને પોતાની બુદ્ધિ-પ્રતિભા વગેરે દ્વારા, શાસ્ત્રવચનોથી જે સ્ફરે... એને વફાદાર રહીને જ એમણે નિરૂપણ કર્યું હોય એવું માનવામાં કશો વાંધો આપણને હોવો જોઈએ નહીં...ને તેથી જ એમના દાર્શનિક ગ્રંથો અને આપણા દાર્શનિકગ્રંથો એમનું વિપુલ કર્મસાહિત્ય અને આપણું વિપુલ કર્મસાહિત્ય.. આ બધામાં અમુક બાબતોને છોડીને બાકીનું બહુ મોટાભાગનું નિરૂપણ લગભગ એકસમાન આપણને પણ માન્ય હોય એવું જ આવે છે.
ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં નયચક્રના આ અધિકારને જે વિસ્તારથી સ્થાન આપ્યું છે ને જે રીતે નિરૂપણ કર્યું છે... “શબ્દફેર હોવા માત્રથી દ્વેષ ધરવો નહીં વગેરે સૂચન જે કર્યા છે એ બધા પરથી પણ આ સૂચન મળે છે કે દિગંબરે સાતના નવ નય કર્યા.. વગેરે વાતો જ ગ્રંથકારને મુખ્યતયા ખટકે છે... બાકી મોટા ભાગના નિરૂપણ સામે બહુ વાંધો નથી... (નહીંતર તો ગ્રંથકારે દ્રવ્યાર્થિકના ને પછી પર્યાયાર્થિકના એક - એક પ્રકારના નિરૂપણની સાથે સાથે જ એ બધાનું ખંડન પણ કર્યું હોત. માત્ર છેલ્લે જ અમુક દૂષણપ્રદર્શન જે કર્યું છે-એ રીતે ન કર્યું હોત. તથા આ જ ઢાળની દસમી ગાથામાં તૈયાયિકનું ખંડન કરી, દિગંબરમાન્ય વર્તમાનારોપનૈગમનું સમર્થન “તે માર્ટેિ એ વર્તમાનારોપ નૈગમ ભેદ જ ભલો જાણવો...' વગેરે પંક્તિ દ્વારા જે કર્યું છે, તે કર્યું ન હોત.) સહૃદયતાપૂર્વક પૂર્વાપર વિચાર કરનારને આ પ્રતીત થયા વિના નહીં રહે.
એટલે નક્કી થયું કે શબ્દર માત્ર જોઈને દિગંબરના નિરૂપણનું ખંડન ન કરવું. કારણ કે છેવટે, શબ્દ નહીં પણ અર્થ જ પ્રમાણ છે. એટલે કે શબ્દ કદાચ ક્યાંક જુદો હોય તો પણ એટલા માત્રથી અર્થ કાંઈ જુદો થઈ જતો નથી કે જેથી એ વાસ્તવિકતાથી અલગ પ્રકારનો થઈ જવાથી ગલત બની જાય. આપણે ઘડાને વૃત્તાકાર કહીએ અને બીજો કોઈ એને ગોળાકાર કહે તો એટલા માત્રથી કાંઈ એને જુકો ન કહી દેવાનો હોય, કારણ કે અર્થ તો સમાન જ છે. ૭૪-૭૫ ||
ગાથાર્થ - પર્યાયાર્થિકનયનો બીજો ભેદ છે સાદિ નિત્ય પર્યાયાર્થિકનય. જેમ કે સિદ્ધનો પર્યાય... અને સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરે એ ત્રીજો અનિત્યશુદ્ધ પર્યાયાર્થિકાય છે. તે ૬-૩ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org