________________
ઢાળ-૬ : ગાથા-૧-૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઘણઇ પ્રકારઇ જૈનશઇલી ફઇલી છઇ. દિગંબરમત પણિ જૈન દર્શન નામ ધરાવી એહવી નયની અનેક શૈલી પ્રવર્તાવઇ છઇ. તેહમાંહિં વિચારતાં જે સાચું હોઇ, તે
૨૧૨
શંકા પણ તો પછી ટબામાં ‘પ્રવાહથી અનાદિ નઈ નિત્ય છઇ' એવું જે કહ્યું
છે તે શા માટે ?
સમાધાન
‘મેરુ કે રતપ્રભા વગે૨ે, સંસ્થાન-સ્થાન-પરિમાણાદિરૂપ પર્યાયદૃષ્ટિએ અનાદિ-નિત્ય છે... પણ દ્રવ્યની દૃષ્ટિએ જો વિચારવામાં આવે તો, પુદ્ગલોના ચય-અપચય ચાલુ હોવાથી એ માત્ર પ્રવાહથી જ અનાદિ-નિત્ય છે' આવા સ્પષ્ટીકરણ માટે એ કહ્યું છે, એમ સમજી શકાય છે. માટે જ ટબામાં આગળ ‘અસંખ્યાતકાલઇ અન્યાન્યપુદ્ગલસંક્રમઇ, પણિ સંસ્થાન તેહજ છઇ' એમ જણાવ્યું છે.
શંકા
આવા બધા જાતજાતના સમાધાન શોધવા... એના કરતાં દિગંબરાચાર્ય દેવસેને આ બધું ગરબડીયું જ કહ્યું છે... એમ કહી દો ને... આમે આ બધું દિગંબરોનું નિરૂપણ છે... એને સંગત કરવું જ જોઈએ એવું થોડું છે ?
-
-
સમાધાન - ખુદ ગ્રંથકારે જ કહ્યું છે કે ‘દિગંબરે કહ્યું છે... એટલા માત્રથી એનો દ્વેષ ન કરવો... પૂર્વાપર વિચાર કરતાં જેટલું સાચું લાગે એનો સ્વીકાર કરવો... બાકીનાને જ ખોટું માનવું...' એટલે જેટલી સંગતિ શક્ય હોય એટલી કરવી એ આપણી ફરજ છે. એટલે નિશ્ચિત લાગે છે કે ‘શુદ્ધ' એવો શબ્દ કોકની પણ ગફલતથી આવી ગયો છે... ને જે ‘અવસ્થા’રૂપ હોવાથી ‘પર્યાય’રૂપ છે ને છતાં અનાદિનિત્ય છે, તે જ આ પ્રથમ પ્રકારનો વિષય છે. આવા પર્યાય તરીકે માત્ર પુદ્ગલના જ મેરુ વગેરે પર્યાયો આવવાથી એ જ આનો વિષય છે, બીજા ધર્માસ્તિકાયાદિના પર્યાયો નહીં.
ઘણઇ પ્રકારઇ... જૈનશૈલી ઘણા પ્રકારે ફેલાયેલી છે. અર્થાત્ ‘જૈન’ નામ ધરાવીને જે પ્રરૂપણાઓ થયેલી છે એ અનેક પ્રકારે થયેલી છે. દિગંબર મત પણ જૈનદર્શન એવા નામ હેઠળ નય અંગેની આવી અનેક પ્રરૂપણાઓ પ્રચલિત કરે છે. તેમાં વિચાર કરતાં જે જે સાચું લાગે તે મનમાં ધારી રાખવું... ને જે કાંઈ ખોટું જણાય તે ચિત્તમાં ન ધરવું... પણ શબ્દનો ફેર હોય... (દિગંબરોએ આપણાં કરતાં કંઈક જુદું નામ આપેલું હોય) તો એટલા માત્રથી એનો દ્વેષ નહીં કરવો... અર્થાત્ એટલામાત્રથી એને ખોટું નહીં માની લેવું કે એનું આડેધડ યેન કેન પ્રકારેણ પણ ખંડન કરવા બેસી જવું એવું નહીં કરવું.
Jain Education International
આશય એ છે કે-સંયમીના વસ્ત્ર-પાત્રાદિ ઉ૫ક૨ણ, સ્ત્રીમુક્તિ, કેવલિભુક્તિ... વગેરે અંગે દિગંબરોની માન્યતા આપણા કરતાં અલગ છે અને તેથી એ અંગેનું નિરૂપણ ક૨વાનો પ્રસંગ આવે ત્યારે દિગંબર ગ્રંથકારોની બુદ્ધિ પર સંપ્રદાયવાદ છવાઈ જાય... ને તેથી સાચું કદાચ જાણતાં હોય તો પણ પોતાની ખોટી વાતને સાચી ઠેરવવા તેઓ અભિનિવેશ પૂર્વક ગલતનિરૂપણ કરે એ સંભવિત છે. પણ સ્યાદ્વાદ-સપ્તભંગી-નય વગેરે કે (સ્ત્રીને ક્ષપકશ્રેણિ... વગેરે થોડીક બાબતોને છોડીને બાકીનું) કર્મસાહિત્ય વગેરે... કે જેમાં આપણો ને એમનો
For Private & Personal Use Only
www.jainelibrary.org