________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૧-૨
૨૧૧ અસંખ્યાતકાલઈ - અન્યાન્યપુદ્ગલસંક્રમઈ, પણિ સંસ્થાન તેહજ છઇ. ઇમ રતપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા.
પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે અને ક્યારેય અંત ન આવે એ રીતે ચાલ્યા કરવાનો છે. અર્થાત્ એ પ્રવાહ અનાદિ અને નિત્ય છે. માટે અનાદિનિત્ય તરીકે ઓળખાય છે.
શંકા - નયચક્ર વગેરેમાં તો શુદ્ધ એવું વિશેષણ પડેલું નથી. એટલે ત્યાં તો પર્યાયાર્થિકનય અશુદ્ધ હોય તો પણ વાંધો નથી. અને તેથી અનાદિનિત્ય પર્યાય છે અર્થ (= વિષય) જેનો એ “અનાદિનિત્યપર્યાયાર્થિકન' આવો સમાસ થશે. એટલે મેરુ વગેરેને
અનાદિનિત્ય' પર્યાયરૂપે જોનારો આ નય છે, એમ માનવાનું રહે છે. માટે પ્રશ્ન ઊભો થાય છે કે અનાદિનિત્ય તો દ્રવ્ય હોય, પર્યાય થોડો હોય ?
સમાધાન - પુદ્ગલનો પુદ્ગલરૂપે ઉલ્લેખ થાય તો “દ્રવ્ય” પકડાય. કારણ કે પુગલ” એ દ્રવ્ય છે. કોઈ અવસ્થા વિશેષરૂપ નથી... પણ “પુદગલ સિવાયનો
ઔદારિકવર્ગણા’–‘ઔદારિકશરીર” “મેરુપર્વત' વગેરે કોઈપણ રૂપે ઉલ્લેખ થાય તો એ તે તે પુગલની ચોક્કસ અવસ્થારૂપ હોવાથી “પર્યાય છે. એટલે મેરુપર્વત પણ એ રૂપે પરિણમેલા યુગલોની એક અવસ્થા જ હોવાથી પર્યાય રૂપ છે અને આ અવસ્થા અનાદિનિત્ય હોવાથી એ પર્યાય પણ “અનાદિનિત્ય' કહેવાય છે.
શંકા - ધર્માસ્તિકાય વગેરેનું પણ સંસ્થાન-સ્થાન-પરિમાણ વગેરે એનું એ જ છે ને અનાદિનિત્ય છે.. તો એ પણ આ નયનો વિષય બનશે ને ?
સમાધાન - “ધર્માસ્તિકાય' આ ખુદ દ્રવ્ય છે, કોઈ અન્ય દ્રવ્યની અવસ્થારૂપ નથી.... માટે એને વિષય કરનાર નય પર્યાયાર્થિક ન હોઈ શકે, દ્રવ્યાર્થિક જ હોય. માટે એ બધા આ નયનો વિષય નથી. ટબામાં રહેલા “શુદ્ધ' વિશેષણને સંગત કરવા માટે આપણે જે ક્ષણિક પર્યાયોને જ જોવાની વાત વિચારી ને પછી પ્રવાહથી એને અનાદિનિત્ય કહ્યા. એ રીતે ધર્માસ્તિકાય વગેરેના પણ ક્ષણિક પર્યાયોને આ નય જુએ.. ને પછી એ બધા ક્ષણિક પર્યાયો પણ છદ્મસ્થદષ્ટિએ એક સમાન હોવાથી એને પ્રવાહથી અનાદિ-નિત્ય કહે તો આ નયનો વિષય બની શકે. પણ તો પછી એનો સમાવેશ, સત્તાને ગૌણ કરી ઉત્પાદ-વ્યયમાત્રને ગ્રહણ કરનાર ત્રીજા અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનયમાં જ થઈ જાય એ જાણવું.
શંકા - તો તો “શુદ્ધ એવા વિશેષણની સંગતિ માટે મેરુ વગેરેના પણ ક્ષણિક પર્યાયો જ જોવાની જે વાત કરી, એ પણ આ ત્રીજા પ્રકારમાં જ સમાવિષ્ટ થઈ જવાથી પ્રથમ પ્રકાર જેવું કશું રહેશે જ નહીં.
સમાધાન - એટલે જ ટબામાં રહેલો “શુદ્ધ' એવો શબ્દ લહિયાની ભૂલથી આવી ગયેલો છે, એમ માનવું વધારે યોગ્ય લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org