________________
૨૧૦
ઢાળ-૬ : ગાથા-૧-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અવગ્રહ મૂકીને. સાપેક્ષોડનિત્યી... આ રીતે લેવાથી અનિત્યઅશુદ્ધ એવું ત્રણેનું એકસરખું નામ મળી જાય છે. આલાપપદ્ધતિમાં પણ નયચક્ર મુજબ જ નામો છે.
- ત્રીજા-ચોથામાં સત્તાની નિરપેક્ષતા-સાપેક્ષતા છે ને પાંચમા-છામાં કપાધિની નિરપેક્ષતા-સાપેક્ષતા છે, એ જાણવું.
હવે પ્રથમભેદને વિચારીએ... તિહાં પહિલો.. છ ભેદમાં પહેલો અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય કહીએ... જેમ કે પુદ્ગલનો “મેરુ વગેરે પર્યાય. એ પ્રવાહથી અનાદિ ને નિત્ય છે. અલબત્ કોઈપણ પુદ્ગલ વધુમાં વધુ અસંખ્યાતકાળે અવસ્થાન્તર કરે જ છે.... એટલે મેરુપર્વતના પુદ્ગલો પણ બદલાયા જ કરે છે. જુના જાય છે... નવા આવે છે... પણ સંસ્થાન એ જ છે (એમ સ્થાન, વર્ણાદિ, પરિમાણ. વગેરે પણ શિષ્ટ પુરુષોના વ્યવહાર મુજબ એના એ જ રહે છે...) માટે એ અનાદિ નિત્ય કહેવાય છે. આ જ પ્રમાણે રતપ્રભા વગેરે પૃથ્વી પર્યાય પણ જાણવા. એમ શાશ્વત પ્રતિમા વગેરે જે કાંઈ શાશ્વત પદાર્થો છે એ બધા પણ જાણવા.
શંકા - તમે દ્રવ્યાર્થિકનયોના વિવેચન વખતે (પૃ. ૧૯૨) કહેલું કે દ્રવ્યાર્થિકનય જેટલા અંશે અનિત્યતા જુએ એટલા અંશે અશુદ્ધ છે અને પર્યાયાર્થિકનય જેટલા અંશે નિત્યતા જુએ એટલા અંશે અશુદ્ધ છે. તો અહીં તો અનાદિનિત્ય પર્યાયને પર્યાયાર્થિકનય જોઈ રહ્યો છે. પછી એ શુદ્ધ શી રીતે કહેવાય ?
સમાધાન - આપણે જોઈ ગયા છીએ કે નયચક્રમાં કે આલાપપદ્ધતિમાં “શુદ્ધ' શબ્દ રહેલો નથી... અરે, ખુદ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની મૂળગાથામાં પણ આ શબ્દ છે નહીં... માત્ર ટબામાં જોવા મળે છે. એટલે લહીયા વગેરેની ભૂલથી આવી ગયો છે, એમ માની લઈએ તો તો કોઈ પ્રશ્ન નથી. ટબાકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે જ એ શબ્દ પ્રયોજેલો છે, એમ માનીએ તો આ “શુદ્ધ'ને નયનું જ વિશેષણ બનાવવું પડે છે. મેરુ તરીકે પરિણમેલા પુદ્ગલપર્યાયોને શુદ્ધ કહેવાનો તો કોઈ મતલબ નથી... (ઉપરથી એ સચિત્ત હોવાથી જીવમિશ્રિત હોવાના કારણે અશુદ્ધ કહી શકાય) હવે, પર્યાયાર્થિકનય “શુદ્ધ' તો, તો જ કહેવાય જો એ માત્ર ક્ષણિકત્વ જોતો હોય... અંશમાત્ર પણ નિત્યત્વ જોતો ન હોય. એટલે આના વિષય તરીકે તો ક્ષણે ક્ષણે “મેરુ તરીકે પરિણમતા ક્ષણિક પુદ્ગલપર્યાયો જ છે.. દિક્ષણસ્થાયી તરીકે પણ તે તે પર્યાયને જોવાના નથી. એટલે બે ક્ષણ જેટલું પણ અવસ્થાન જોવાનું નથી. માટે એ “શુદ્ધ’ કહી શકાય છે.
શંકા - પણ જો ક્ષણિકપર્યાયો જ જોવાના છે તો “અનાદિનિત્ય શી રીતે કહેવાય?
સમાધાન - આ શંકાના સમાધાન માટે ગ્રંથકારે પ્રવાહથી... વગેરે કહ્યું છે.... આ નયના વિષયભૂત પર્યાયો છે તો ક્ષણિક જ. પણ શાસ્ત્રોની દૃષ્ટિએ અને શિષ્ટોની દૃષ્ટિએ આ પર્યાયો એકસરખા જ હોય છે. આવા છબસ્થષ્ટિએ એકસરખા જણાય તેવા પર્યાયોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org