SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ છઠ્ઠી ષડ્ ભેદ નય પર્યાય અરથો, પહિલો અનાદિક નિત્ય રે । પુદ્ગલતણા પર્યાય કહિઇ, જિમ મેરુગિરિમુખ નિત્ય રે || ૬-૧ || બહુભાંતિ ફઇલી જઇન શઇલી, સાચલૂં મિન ધારિ રે ખોટડું જે કાંઇ જાણઈ, તિહાં ચિત્ત નિવારિ રે. (બહુ)૦ II ૬-૨ ॥ । ટબો પર્યાયાર્થનય છ ભેદે જાણવો. તિહાં પહિલો અનાદિ નિત્ય (શુદ્ધ) પર્યાયાર્થિક કહિઇ. જિમ પુદ્ગલનો પર્યાય મેરુપ્રમુખ. પ્રવાહથી અનાદિ નઇ નિત્ય છઈ. ગાથાર્થ - પર્યાયાર્થિકનયના ૬ ભેદ છે. તેમાં પ્રથમ અનાદિ-નિત્ય છે. જેમ કે મેરુપર્વત વગે૨ે પુદ્ગલના નિત્ય પર્યાય છે. જૈનશૈલી બહુ રીતે ફેલાયેલી છે. એમાંથી જે સાચું લાગે તેને મનમાં ધારવું... જે ખોટું જણાય, ત્યાંથી ચિત્તને નિવારવું... II ૬-૧,૨૫ વિવેચન પર્યાયાર્થનય... દિગંબર આચાર્ય શ્રીદેવસેનના નયચક્ર ગ્રંથમાં પર્યાયાર્થિકનયના ૬ ભેદ દર્શાવ્યા છે. પ્રસ્તુત દ્રવ્યગુણપર્યાયનો રાસ ગ્રંથમાં એનો જે ઉલ્લેખ છે અને નયચક્રમાં જે ઉલ્લેખ છે એમાં થોડો ફરક ક્યાંક પડે છે... માટે બન્નેમાં જણાવેલા નામો પહેલાં જોઈ લઈએ... દ્રવ્યગુણ રાસમાં નામ ૧. અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. સાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. ૨. ૩. અનિત્ય શુદ્ધ પર્યાયા. ૪. નિત્ય અશુદ્ધ પર્યાયા. ૫. નિત્ય શુદ્ધ પર્યાયા. ૬. અનિત્ય અશુદ્ધ પર્યાયા. નયચક્રમાં નામ અનાદિ નિત્ય પર્યાયા. સાદિ નિત્ય પર્યાયા. અનિત્ય શુદ્ધ પર્યાયા. અનિત્ય અશુદ્ધ પર્યાયા. અનિત્ય શુદ્ધ પર્યાયા. અનિત્ય અશુદ્ધ પર્યાયા. અનેકાન્તવ્યવસ્થાપ્રકરણની મુદ્રિતપ્રતમાં, પ્રથમ ત્રણ પ્રકારના નામ નયચક્ર પ્રમાણે આપેલા છે... ચોથા-પાંચમાનું નામ દ્રવ્ય-ગુણ. રાસ પ્રમાણે આપેલ છે અને છઠ્ઠાનું નામ ‘નિત્યઅશુદ્ધપર્યાયા.’ આપેલું છે. ત્યાં એનો ઉલ્લેખ ૫૪: મોંવાધિસાપેક્ષોનિત્યાશુદ્ધપર્યાર્થિ: આ રીતે છે... અને ઉદાહરણ તરીકે યથા સંસારિળામુત્પત્તિમરણે સ્ત: એમ જણાવ્યું છે... ઉત્પત્તિ-મરણ નિત્ય તો નથી જ. માટે આમાં તો ‘અનિત્ય’ પાઠ જ બરાબર છે... અનેકાન્તવ્યવસ્થાના પાઠમાં પણ... સાપેક્ષો નિત્યા... આમ જે પાઠ છે એમાં વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy