SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૯ ૨૦૭ આ જ રીતે બીજા દ્રવ્યોના પણ પરમભાવ=અસાધારણગુણ લેવા.. તસ્વરૂપ તે તે દ્રવ્યને કહેવું એ દ્રવ્યાર્થિક નયનો દસમો પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય મંદ છે. ધારો કે આપણે પુદગલવિશેષ અંગે વિચાર કરીએ તો સાકરમાં મિઠાશની સાથે શ્વેતવર્ણ વગેરે ભાવો પણ રહેલા છે. છતાં એની ઓળખાણ જે મીઠી હોય તે સાકર. એમ અપાય છે.. એમ આ સાકર છે, કારણ કે મીઠી છે, આ સાકર નથી, કારણ કે મીઠી નથી. એમ સાકરને અન્યથી જુદી પડાય છે. એ જ રીતે બરફ માટે શીત સ્પર્શને આગળ કરાય છે. (આ બરફ છે, કારણ કે ઠંડો છે. આ બરફ નથી, કારણ કે ઠંડો નથી...) એટલે મિઠાશને સાકરનો, શીતસ્પર્શને બરફનો પરમભાવ કહી શકાય. તેથી મધુરરસ સ્વરૂપ સાકર.. શીતસ્પર્શસ્વરૂપ બરફ. આવું કહેનાર નય એ આ દસમો પ્રકાર છે. શંકા - દ્રવ્યાર્થિકનો ત્રીજો પ્રકાર ભેદકલ્પનાનિરપેક્ષશુદ્ધદ્રવ્યાર્થિકનય-જ્ઞાનમો નીવ: કહે છે.... આ દસમો ભેદ જ્ઞાનમયો નીવડ કહે છે... આ બેમાં તફાવત શું રહ્યો ? સમાધાન - ત્યાં જ્ઞાનને માત્ર આત્માના ગુણ તરીકે જોવાયું છે, અહીં સ્વરૂપ તરીકે જોવાયું છે. શંકા - એમાં શું ફેર પડ્યો ? સમાધાન - ગુણ તરીકે જોવામાં તો જ્ઞાનની જેમ દર્શન, સુખ, વીર્ય વગેરે આત્મગુણો પણ આવે ને તેથી ત્રીજા પ્રકારમાં નામિત્રો નીવ:, વીffમત્રો નીવ: વગેરે પણ કહી શકાય છે. પણ આ ૧૦મા પ્રકારમાં તો સ્વરૂપ તરીકે પરમભાવ તરીકે જોવાનું હોવાથી માત્ર “જ્ઞાન” જ પકડી શકાય છે, દર્શન વગેરે નહીં. એટલે દસમા પ્રકારનો નય, જ્ઞાનમયો - જ્ઞાનસ્વરૂપ નીવ: એમ કહેશે. પણ ટર્શનમયો નીવે: વગેરે કહેશે નહીં. આમ, દિગંબર આચાર્યદેવસેનકૃત નયચક્રમાં દર્શાવેલા દ્રવ્યાર્થિકનયના દસ પ્રકાર કહ્યા. એ ગ્રંથમાં આને જણાવનાર ૧૯૦ થી ૧૯૮ સુધીની ગાથાઓ નીચે મુજબ છે - कम्माणं मज्झगयं जीवं, जो गहइ सिद्धसंकासं । भण्णइ सो सुद्धणओ, खलु कम्मोवाहिणिरवेक्खो ।। १९० ।। उप्पादवयं गउणं, किच्चा जो गहइ केवलं सत्ता । भण्णइ सो सुद्धणओ, इह सत्तागाहओ समये ।। १९१ ।। गुणगुणियाइचउक्के, अत्थे जो णो करेइ खलु भेयं । सुद्धो सो दव्वत्थो, भेयवियप्पेण हिरवेक्खो ।। १९२ ।। भावे सरायमादो सव्वे, जीवमिह जो दु जंपेदि । सो हु असुद्धो उत्तो, कम्माणउवाहिसावेक्खो ।। १९३ ।। उप्पादवयविमिस्सा, सत्ता गहिउण भणइ तिदयत्तं । दव्वस्स एयसमए जो सो, हु असुद्धओ विदिओ ।। १९४ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy