________________
ઢાળ-૫ : ગાથા-૧૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
પરમભાવગ્રાહક કહિઓ, દસમો જસ અનુસારો રે । જ્ઞાનસ્વરૂપી આતમા, જ્ઞાન સર્વમાં સારો રે | જ્ઞાન૦ | ૫-૧૯ ॥
૨૦૬
ટબો . દસમો દ્રવ્યાર્થિક પરમભાવગ્રાહક કહિઓ, જે નયનઇ અનુસારઇ આત્મા જ્ઞાનસ્વરૂપ કહિઇ છઇ. દર્શન, ચારિત્ર, વીર્ય, લેશ્યાદિક આત્માના અનંતગુણ છઇ. પણિ સર્વમાં જ્ઞાન સાર=ઉત્કૃષ્ટ છઇ. અન્યદ્રવ્યથી આત્માનઇ ભેદ જ્ઞાનગુણઈ દેખાડિઇ છઇ, તે માટે શીઘ્રોપસ્થિતિક પણઇ આત્માનો જ્ઞાન તે પરમભાવ છઇ. ઇમ બીજાઈ દ્રવ્યના પરમભાવ=અસાધારણ ગુણ લેવા. ‘પરમમવગ્રાહજો દ્રવ્યાર્થિન’
મઃ || ૧-૧૯ ||
ગાથાર્થ - દ્રવ્યાર્થિકનયનો દસમો ભેદ પરમભાવગ્રાહક કહ્યો છે... જેને અનુસરીને, ‘જ્ઞાનસ્વરૂપી આત્મા’ એમ કહેવાય છે. કારણ કે સર્વગુણોમાં જ્ઞાન સારભૂત છે. II૫-૧૯ વિવેચન - દસમો દ્રવ્યાર્થિક... ‘આત્મા જ્ઞાનસ્વરૂપ છે' આમ કહેવું એ દ્રવ્યાર્થિકનો દસમો પરમભાવગ્રાહક ભેદ છે. અલબત્ દર્શન, ચારિત્ર, વીર્ય, લેશ્યા... વગે૨ે આત્માના અનંતગુણ છે... પણ આ બધામાં જ્ઞાન એ સાર=ઉત્કૃષ્ટ છે.
શંકા જ્ઞાન જ સારભૂત ગુણ છે અને દર્શનાદિ નહીં, એવું શાના આધારે ?
સમાધાન આત્માને જ્યારે અન્યદ્રવ્યોથી અલગ દર્શાવવાનો હોય ત્યારે જેમાં જ્ઞાન હોય તે આત્મા...' ‘જેમાં જ્ઞાન ન હોય તે પુદ્ગલ વગેરે' આ રીતે જ્ઞાનગુણને આગળ કરીને દેખાડાય છે...
શંકા
જ્ઞાનથી જ આ ભેદ દેખાડાય છે, એવું શા માટે ?
સમાધાન - કારણ કે દર્શન વગેરે ગુણો કરતાં જ્ઞાન જ શીઘ્રઉપસ્થિત થઈ જાય છે, માટે એના દ્વારા ભેદ દેખાડાય છે. એટલે જ શાસ્ત્રોમાં અક્ષરના અનંતમા ભાગ જેટલા જ્ઞાનને હંમેશા ખુલ્લું કહ્યું છે... આશય એ છે કે સૂક્ષ્મ નિગોદીયા જીવને ગમે એટલો ગાઢજ્ઞાનાવરણનો ઉદય હોય તો પણ એક અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન તો એ વખતે પણ અનાવૃત જ હોય છે... જો એટલું જ્ઞાન પણ ચાલ્યું જાય તો જીવ જડ જ બની જાય... આ રીતે શાસ્ત્રોમાં કહ્યું છે... હવે, જેવું જ્ઞાન માટે છે, એવું જ દર્શન-વીર્ય વગેરે માટે પણ છે જ. એક અનંતમા ભાગનું દર્શન કે વીર્ય વગેરે પણ હંમેશા સ્ફુરાયમાણ ૨હે જ છે... સર્વથા નષ્ટ થઈ જતા નથી... એ જો નષ્ટ થઈ જાય તો જીવ અને જડનો ભેદ ૨હે જ નહીં... આવી પણ વાસ્તવિકતા છે જ. છતાં, શાસ્ત્રોમાં જીવ જીવરૂપે જ રહે, ને જડ ન બની જાય એ માટે વાત અનંતમા ભાગના જ્ઞાનની જ કરી છે. દર્શન-વીર્ય વગેરેની
નહીં... આ પણ જણાવે છે કે જ્ઞાન જ ઉત્કૃષ્ટ-સારભૂત-અસાધારણગુણ છે... ને તેથી એ
જ પરમભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org