________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૧૭-૧૮
સ્વદ્રવ્યાદિક ગ્રાહકો, ભેદ આઠમો ભાખ્યો રે ।
ટબો
સ્વદ્રવ્યાદિક ચ્યારથી, છતો અર્થ જિમ દાખ્યો રે || જ્ઞાન૦ | ૫-૧૭ ॥ સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક આઠમો ભેદ ભાખિઓ, જિમ અરથ = ઘટાદિક, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ એ ૪થી છતો કહીઓ, સ્વદ્રવ્યથી-મૃત્તિકાઇ, સ્વક્ષેત્રથી પાટલિપુત્રાદિકઇ, સ્વકાલથી વિવક્ષિતકાલઇ, સ્વભાવથી રક્તતાદિક ભાવઈ જ ઘટાદિકની સત્તા પ્રમાણસિદ્ધ છઇ. ‘સ્વદ્રવ્યાવિદ્માતો અટ્ટમ:' || ૫-૧૭ ||
-
પરદ્રવ્યાદિક ગ્રાહકો, નવમ ભેદ તેમાંહી રે ।
પરદ્રવ્યાદિક ચ્યારથી, અર્થ છતો જિમ નાંહી રે || જ્ઞાનo || ૫-૧૮ ||
તે માંહિ-દ્રવ્યાર્થિકમાંહિ, પરદ્રવ્યાદિગ્રાહક નવમો ભેદ કહિઓ છઇ, જિમ-અર્થ -ઘટાદિક, પરદ્રવ્યાદિક ૪થી છતો નહીં, પરદ્રવ્ય-તંતુ પ્રમુખ, તેહથી ઘટ અસત્ કહી, પરક્ષેત્ર જે કાશીપ્રમુખ તેહથી, પરકાલ-અતીત-અનાગતકાલ, તેહથી, પરભાવથી કાલાદિકભાવઈ વિવક્ષિત વિષયઇ અછતા પર્યાય તેહથી. ‘પરદ્રવ્યવિદ્યા જો દ્રવ્યાર્થિો
નવમ:' | ૫-૧૮ ||
૨૦૫
ગાથાર્થ - સ્વદ્રવ્યાદિનો ગ્રાહક આઠમો પ્રકાર કહ્યો છે. જેમ કે અર્થ=પદાર્થ સ્વદ્રવ્યાદિક ચારથી સત્ હોય છે. || ૫-૧૭ ||
વિવેચન - સ્વદ્રવ્યાદિકગ્રાહક... સ્વદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિકનય એ આઠમો ભેદ કહ્યો છે. જેમ કે ઘટાદિક પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ... એ ચારની અપેક્ષાએ સત્ કહેવાય છે. આમાં સ્વદ્રવ્યથી=માટીરૂપે... સ્વક્ષેત્રથી પાટલિપુત્રાદિ (ઉત્પન્ન-સ્થિતરૂપે, સ્વકાળથી=વિવક્ષિતકાળે, સ્વભાવથી-રક્તતા વગેરે ભાવથી જ ઘટાદિની સત્તા પ્રમાણસિદ્ધ છે. આ સ્વદ્રવ્યાદિગ્રાહક આઠમો દ્રવ્યાર્થિકનય છે... આને જ આપણે સદંશગ્રાહી અથવા સત્ત્વગ્રાહીદ્રવ્યાર્થિકનય એવું નામ આપી શકીએ. ।। ૭૧ ||
ગાથાર્થ - તેમાંહી = દ્રવ્યાર્થિકનયના પ્રકારમાં પરદ્રવ્યાદિનો ગ્રાહક નવમો ભેદ છે. જેમ કે ૫૨દ્રવ્યાદિ ૪થી અર્થ સત્ નથી... એમ કહેવું. ॥ ૫-૧૮ ||
વિવેચન - તે માંહિ દ્રવ્યાર્થિકનયોમાં પરદ્રવ્યાદિગ્રાહકનયને નવમો ભેદ કહ્યો છે. જેમકે ઘટાદિ પદાર્થ પરદ્રવ્યાદિ ૪થી સત્ નથી-અસત્ છે. પરદ્રવ્યતંતુ વગેરે, તંતુરૂપે (એમ ઘડો જો માટીનો હોય તો સુવર્ણાદિરૂપે) ઘડો અસત્ છે. એમ, પરક્ષેત્ર=કાશી વગેરે, પરકાલ=અતીત-અનાગતકાળ અને પરભાવ=વિવક્ષિત ઘટાદિ વિષયમાં જે પર્યાયો ન હોય
Jain Education International
=
તે કાલાદિકભાવે=શ્યામત્વાદિ રૂપે બડો અસત્ કહેવાય છે. આ પરદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિકનય એ નવમો ભેદ છે. (આને જ આપણે અસદંશગ્રાહી કે અસત્ત્વગ્રાહીદ્રવ્યાર્થિકનય એવું પણ નામ આપી શકીએ.) || ૭૨ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org