________________
૨૦૪
ઢાળ-૫ : ગાથા-૧૬
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ થનારા સ્થાસાદિપર્યાયોમાં પણ રહેવાનું જ છે, એટલે એ મૃદ્રવ્ય દ્વારા (ઊર્ધ્વતા સામાન્યદ્વારા) સ્થાસાદિ પણ સમ્બદ્ધ બનવાથી એ બધાનું પણ જ્ઞાન થઈ શકે છે. ટૂંકમાં પરવાદીએ તિર્યક્સામાન્યદ્વારા, એ તિર્યક્સામાન્યના આશ્રયનું જ્ઞાન માન્યું છે.. તો એ રીતે પ્રસ્તુતમાં (અન્વયદ્રવ્યાર્થિકનય)ઊર્ધ્વતાસામાન્યદ્વારા, એ ઊર્ધ્વતાસામાન્યના (મૃત્મયત્વના)આશ્રયભૂત સ્થાસાદિનું જ્ઞાન થઈ શકે છે, એમ કહે છે.
એટલે શું સ્થાસાદિનું સ્થાસત્વ, આકાર, વર્ણ, પરિમાણ... વગેરે બધાનું
શંકા
જ્ઞાન થશે?
-
સમાધાન
ધૂમત્વેન બધા ધૂમની જે ઉપસ્થિતિ માની છે તેમાં શું તે તે દરેક ધૂમના પોતાની કાળાશ, ગાઢતા, પર્વતાદિ આધાર.. આ બધાની ઉપસ્થિતિ માની છે? શંકા ના, એ તો માત્ર ધૂમત્વેન જ બધા ધૂમ જણાય... બાકીના કોઈ વિશેષધર્મ
ન જણાય.
-
સમાધાન
તો પ્રસ્તુતમાં પણ માટીરૂપે (મૃત્મયત્વેન) સ્થાસાદિ જણાય, બાકીના સ્થાસત્વાદિ વિશેષ કોઈ ધર્મ ન જણાય... એ સ્પષ્ટ છે.
Jain Education International
-
શંકા - સદસત્ની, ભેદાભેદની, નિત્યાનિત્યની અને સામાન્યવિશેષની સપ્તભંગીઓ પ્રસિદ્ધ છે. આમાંથી ભેદ અને અનિત્યત્વ એ મુખ્યરૂપે પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી તાહી દ્રવ્યાર્થિકનય ન હોય એ તો સમજાય છે... નિત્યત્વગ્રાહી દ્રવ્યાર્થિકનય તરીકે શુદ્ધ અશુદ્ધ એમ બે ભેદ કરી બીજો અને પાંચમો પ્રકાર કહ્યો. અભેદ-ગ્રાહીદ્રવ્યાર્થિકનય તરીકે પણ શુદ્ધ-અશુદ્ધ એમ બે ભેદ કરી ત્રીજો અને છઠ્ઠો પ્રકાર કહ્યો... સત્ત્વ અને અસત્ત્વ... આ તો બન્ને દ્રવ્યાર્થિકનયના વિષય છે જ. ને તેથી તેમાં શુદ્ધ-અશુદ્ધ ભેદ થઈ શકતા નથી.. એટલે સદંશ(સત્ત્વ)ગ્રાહી તરીકે સ્વતંત્ર આઠમો પ્રકાર અને અસદંશ(અસત્ત્વ)ગ્રાહી તરીકે સ્વતંત્ર નવમો પ્રકાર આગળ કહેવાશે, એટલે બાકી રહ્યા સામાન્ય અને વિશેષ... આ બન્ને પણ સત્ત્વ-અસત્ત્વની જેમ દ્રવ્યાર્થિનયના વિષય છે જ. એમાં સામાન્યના તિર્યક્સામાન્ય અને ઊર્ધ્વતાસામાન્ય એમ બે ભેદ છે... એમાંથી ઊર્ધ્વતાસામાન્યગ્રાહી તરીકે આ સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય કહ્યો છે. તો આ રીતે તિર્યક્સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી... એમ બે દ્રવ્યાર્થિકનય પણ કહેવા જોઈએ ને !
સમાધાન
પ્રસ્તુત ઘટાદિપદાર્થમાં ધટત્વ, મૃત્ત્વ, પૃથ્વીત્વ વગેરે જે તિર્યક્સામાન્ય રહેલા છે તે બધાનું આઠમા સદંશગ્રાહીદ્રવ્યાર્થિકનયથી ગ્રહણ થઈ જાય છે, માટે સ્વતંત્ર પ્રકાર કહેવાની જરૂર રહેતી નથી. વિશેષગ્રાહીનો પણ એમાં જ સમાવેશ હોવો જોઈએ અથવા દસમા પરમભાવગ્રાહીદ્રવ્યાર્થિકમાં સમાવેશ કરવાનો અભિપ્રાય હોય શકે. મૃદ્રવ્ય વગેરે રૂપ ઊર્ધ્વતા-સામાન્ય સંબંધી પિંડ-કોશ-કુશૂલ-સ્થાસ વગેરે જે વિશેષ (વ્યક્તિ) છે તે તો પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિક નયના વિષય બને. આમ, આ સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય થયો... | ૭૦ ||
-
For Private & Personal Use Only
www.jainelibrary.org