________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૬
૨૦૩ ટબો - સાતમો અન્વય દ્રવ્યાર્થિક કવિઓ, જે એક સ્વભાવ બોલઇ, જિમ એક જ દ્રવ્ય, ગુણપર્યાય સ્વભાવ કહિછે. ગુણ-પર્યાયનઇ વિષયઈ દ્રવ્યનો અન્વય છઇ, મત gવ દ્રવ્ય જાણિ દ્રવ્યાર્થાદેશછે, “તદનુગત સર્વ ગુણ પર્યાય જાણ્યા' કહિછે. જિમ સામાન્ય પ્રયાસત્તિ પરવાદી “સર્વ વ્યક્તિ જાણી' કહઈ, તિમ ઈહાં જાણવું. અન્વય દ્રવ્યાર્થિકનયઃ સપ્તમઃ || ૫-૧૬ છે
વિવેચન - સાતમો અન્વય... દ્રવ્યાર્થિકનયનો સાતમો પ્રકાર છે અન્વયદ્રવ્યાર્થિકનય.. જે દ્રવ્યને એકસ્વભાવવાળું કહે છે. ગુણ-પર્યાયસ્વભાવવાળું કહે છે...આશય એ છે કે પિંડસ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ... બધી અવસ્થાઓ બદલાય છે, પણ મૃદ્રવ્ય બધામાં અનુસ્મૃત હોય છે... મૃદ્રવ્યનો અન્વય ચાલે છે. ગુણ-પર્યાય બદલાવા છતાં એ બધામાં એનું એ દ્રવ્ય અન્વયરૂપે ચાલ્યા કરવાનો જે સ્વભાવ ધરાવે છે... ને તેથી એ બધા ગુણ-પર્યાયોનો તે દ્રવ્યરૂપે ઉલ્લેખ થવો એ આ નયનો વિષય છે. જેમ કે પિંડ સ્વાસ વગેરેને ઉદેશીને
આ બધું માટી છે” એમ કહેવું તે. અથવા બાળક માટીની જુદી જુદી વસ્તુઓ બનાવે છે ને એ રીતે રમ્યા કરે છે તો એ વખતે જે કહેવાય છે કે બાળક માટી સાથે રમે છે' ત્યાં આ નય જાણવો..
એટલે જ જે દ્રવ્યને જાણે છે તે દ્રવ્યાર્થાદેશે, એ દ્રવ્યના સર્વ ગુણ-પર્યાયને જાણે છે એમ કહેવાય છે. આશય એ છે કે કોઈ પણ વસ્તુને એના સર્વ વિશેષોને જાણવામાં આવે તો જ “એ વસ્તુને જાણી એમ કહેવાય...” એવું છે નહીં... કારણ કે તો પછી છાસ્થ કોઈ જ વસ્તુને જાણી જ નહીં શકે. એટલે તે તે વસ્તુના જેટલા ધર્મને એ જાણે છે તે તે ધર્મને આગળ કરીને તે તે વસ્તુને એ જાણે છે એમ કહેવાય છે. એટલે માટીને જાણનાર વ્યક્તિ, હાલ ભલે પિંડાવસ્થા છે ને તેથી સ્થાસાદિ વિદ્યમાન નથી. તો પણ માટીરૂપે સ્થાસાદિને જાણે છે.
શંકા - પણ સ્થાસાદિ જોડે ઇન્દ્રિયસન્નિકર્ષ છે જ નહીં, તો એને જાણી શી રીતે શકે ?
સમાધાન - જિમ સામાન્ય... જેમ પરવાદી=નૈયાયિકવગેરે “સામાન્ય લક્ષણા પ્રયાસત્તિથી સર્વવ્યક્તિ જણાય છે' એમ કહે છે, તેમ પ્રસ્તુતમાં જાણવું...આશય એ છે કે
જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહ્નિ..આવો વ્યાપ્તિનિર્ણય કરવાનો છે.પણ “જ્યાં જ્યાં ધૂમનો અર્થ થાય છે ત્રણે કાળના સર્વ ક્ષેત્રમાં રહેલ ધૂમ....તો અતીત-અનાગત ને અન્ય ક્ષેત્રીય ધૂમ સાથે ઇન્દ્રિયસંનિકર્ષ છે નહીં. એટલે “જ્યાં જ્યાં ધૂમ” તરીકે એ બધા ધૂમ શી રીતે ઉપસ્થિત થાય? આવા પ્રશ્નના જવાબમાં પરવાદી કહે છે કે બધા ધૂમમાં ધૂમત્વ એક છે... એટલે ઇન્દ્રિયસમ્બદ્ધ જે સન્મખધૂમ, એમાં રહેલ ધૂમત્વ બધા ધૂમમાં રહ્યું હોવાથી એ ધૂમત્વ દ્વારા બધા ધૂમ સમ્બદ્ધ થઈ શકે છે, ને તેથી બધા ધૂમની ધૂમત્વેન ઉપસ્થિતિ થઈ શકે છે. એમ પ્રસ્તુતમાં પણ, સન્મુખ જે પિંડ છે એમાં અનુસ્મૃત મૃદ્દવ્ય જ આગળ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org