________________
૨૦૨
ઢાળ-૫ : ગાથા-૧૬
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
અન્વય દ્રવ્યાર્થિક કહિઓ, સપ્તમ એક સ્વભાવો રે । દ્રવ્ય એક જિમ ભાખિઇ, ગુણપર્યાયસ્વભાવો રે ॥ જ્ઞાન૦ | ૫-૧૬ ॥
છે... અર્થાત્ એમાં પર્યાયાર્થિકના વિષયભૂત ઉત્પાદ વ્યયની અપેક્ષા જરૂર છે, પણ એ મુખ્યરૂપે તો સત્તાનો જ ગ્રાહક છે. તેમ પ્રસ્તુતમાં પણ, ભેદકલ્પનાની અપેક્ષા જરૂર છે, પણ મુખ્યરૂપે તો એ અભેદનો જ ગ્રાહક છે એમ માનવું જોઈએ... તેથી આ પ્રકારનું સંપૂર્ણનામ મેળ્વનાસાપેક્ષામેવપ્રા જોડશુદ્ધદ્રવ્યાર્થિ: આવું હોવું જોઈએ... ને દૃષ્ટાન્ત પણ આવું હોવું જોઈએ કે ‘આત્માના શુદ્ધગુણ જ્ઞાનાદિથી આત્મા અભિન્ન છે' આવું બોધવું કે આવું બોલવું એ આ છઠ્ઠો પ્રકાર છે. અભેદનો પ્રધાનપણે ગ્રાહક હોવાથી એ દ્રવ્યાર્થિક તો છે જ. પણ ભેગો ભેગો પર્યાયાર્થિકના વિષયભૂત ભેદને પણ ગૌણપણે નજરમાં લે છે... એટલે, એટલા અંશે પર્યાયાર્થિકનો વિષય ભળવાથી ‘અશુદ્ધ' છે.
આમ, પાંચમા અને છઠ્ઠા પ્રકારમાં, બીજા અને ત્રીજા પ્રકારની જેમ મુખ્ય વિષય તો ક્રમશઃ સત્તા અને અભેદ જ છે. ફરક એટલો છે કે બીજા-ત્રીજા પ્રકારમાં પર્યાયના વિષયનો ગૌણપણે પણ સમાવેશ નથી.. માટે એ બન્ને શુદ્ધ છે... જ્યારે પાંચમા-છઠ્ઠા પ્રકારમાં પર્યાયના વિષયનો ગૌણપણે સમાવેશ છે... માટે એ બન્ને અશુદ્ધ છે. હવે, પહેલા અને ચોથા પ્રકારનો વિચાર કરીએ તો એમાં વિલક્ષણતા છે... પહેલા પ્રકારમાં કર્મોપાધિરહિતઆત્મદ્રવ્ય વિષય છે... ચોથા પ્રકારમાં ‘કર્મોપાધિસહિતઆત્મસાપેક્ષ કર્મોપાધિરહિતઆત્મદ્રવ્ય' એ વિષયરૂપે નથી, પણ ‘કર્મોપાધિસહિતઆત્મદ્રવ્ય' જ વિષયરૂપે છે... એટલે બીજા-ત્રીજા કરતાં પ્રથમ પ્રકારમાં અને પાંચમા-છઠ્ઠા કરતાં ચોથા પ્રકારમાં વિલક્ષણતા છે એ સ્પષ્ટ છે... ને એ વિલક્ષણતા પૂર્વે જણાવી ગયો તેમ, બીજા-ત્રીજામાં અને પાંચમાછઠ્ઠામાં નય પોતે જ શુદ્ધ અને અશુદ્ધ છે. જ્યારે પ્રથમમાં અને ચોથામાં નય નહીં, પણ દ્રવ્ય શુદ્ધ અને અશુદ્ધ છે.
શંકા તમે પહેલા અને ચોથા પ્રકારમાં શુદ્ધિ અને અશુદ્ઘિ દ્રવ્યમાં છે, નયમાં નહીં, આના પર ભાર આપો છો... પણ આ બરાબર નથી, કારણ કે ચોથા પ્રકારના ટબામાં ‘ચોથો એહનો-દ્રવ્યાર્થિકનો ભેદ કર્યોપાધિથી અશુદ્ધ કહેવો...' આવી પંક્તિમાં ચોથા ભેદને જ અશુદ્ધ કહ્યો હોવો સ્પષ્ટ છે.
સમાધાન
તો પછી વિષયીમાં વિષયના ઉપચારથી એવો ઉલ્લેખ થયેલો છે, એમ માનવું. આશય એ છે કે પ્રથમ પ્રકારમાં શુદ્ધ દ્રવ્ય એ વિષય છે ને નય એનો વિષયી છે. ચોથા પ્રકારમાં અશુદ્ઘ દ્રવ્ય એ વિષય છે ને ચોથા પ્રકારનો નય એનો વિષયી છે. એટલે વિષય શુદ્ધ - અશુદ્ધ હોવાથી વિષયી એવા પહેલા અને ચોથા પ્રકા૨વાળા નયને શુદ્ધ -અશુદ્ધ કહ્યા છે, એમ સમજવું. ॥ ૬૯ ॥
ગાથાર્થ - સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય કહ્યો છે, જે એકસ્વભાવ કહે છે... જેમ કે એકદ્રવ્ય ગુણ-પર્યાયસ્વભાવવાળું છે. । ૫-૧૬ ॥
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org