________________
૨૦૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૫ ગહત ભેદની કલ્પના, છઠ્ઠો તેહ અશુદ્ધો રે | જિમ આતાના બોલિઈ, જ્ઞાનાદિક ગુણ શુદ્ધો રે / જ્ઞાન / પ-૧૫ .
ટબો - ભેદની કલ્પના ગ્રહતો છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાર્થિક જાણવો. જિમ જ્ઞાનાદિક શુદ્ધગુણ આત્માના બોલિછે. ઇહાં ષષ્ઠી વિભક્તિ ભેદ કહિઈ છઇ. “fપક્ષો પાત્ર' તિવત્ અનઈ ભેદ તો ગુણ-ગુણિનઈ છઈ નહીં, મે ન્યના સાપેક્ષોડશુદ્ધ વ્યાર્થિવ પકઃ | ૫-૧૫ |
નાશ પામી ગયો છે ને ઠીકરા હજુ ઉત્પન્ન થયા નથી. રૂપશૂન્ય ઘડો કે આકાર (પર્યાય - અવસ્થા)શૂન્ય માટી હોવી શક્ય જ નથી, માટે તૈયાયિકની આ માન્યતા ગલત છે. પ્રસ્તુતમાં પણ આવી આપત્તિ ન આવે એ માટે ટબામાં એક સમયછે. એમ લખ્યું છે. જે સમયે વિનાશ છે એ જ સમયે ઉત્પાદ છેસમયાન્તરે નથી. માટે દ્રવ્ય નિષ્પર્યાય (પર્યાયશૂન્ય) બની જવાની આપત્તિ આવતી નથી. તે ૬૮ |
ગાથાર્થ - છો તેહ દ્રવ્યાર્થિકનય ભેદની કલ્પના ગ્રહણ કરે છે માટે અશુદ્ધ છે. જેમ કે “આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ગુણ છે” આવું બોલવું એ આ છો પ્રકાર છે. / પ-૧૫ /
વિવેચન - ભેદની કલ્પના... ભેદની કલ્પના ગ્રહણ કરતો નય એ છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાર્થિકનાય છે. જેમ કે “આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ગુણ છે' એમ બોલીએ. આમાં “આત્માના” એમ ષષ્ઠી વિભક્તિ જે છે તે ભેદને જણાવે છે. જેમ કે “ભિક્ષનું પાત્ર.” આમાં ભિક્ષુને લાગેલી છઠ્ઠી વિભક્તિ ભિક્ષુ અને પાત્ર વચ્ચેના ભેદસંબંધને જણાવે છે. અનઈ ભેદ.... ભિક્ષુ અને પાત્ર... એ બન્ને તો અલગ-અલગ જોવા મળે જ છે... પણ એમ આત્મા અને જ્ઞાન અલગ-અલગ જોવા મળતા નથી. માટે જણાય છે કે ભિક્ષુ અને પાત્ર વચ્ચે જેવો ભેદ છે (= મુખ્યવૃત્તિએ ભેદ છે) એવો આત્મા અને જ્ઞાન વચ્ચે મુખ્યવૃત્તિએ ભેદ છે નહીં, માટે આ ભેદ - કલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનાય છે...
પ્રશ્ન - અહીં ભેદનો બોધ પ્રધાનપણે છે કે ગૌણપણે ? ઉત્તર - ગૌણપણે છે... એમ સમજી જ લેવાનું. પ્રશ્ન - તો પછી પ્રધાનપણે કોનો બોધ છે ? ઉત્તર - અભેદનો... એમાં પૂછવાનું શું છે ?
પ્રશ્ન - આ છઠ્ઠા પ્રકારના નામમાં કે એને સમજાવવા માટે આપેલા દૃષ્ટાન્તમાં અભેદનો ક્યાંય ઉલ્લેખ નથી...ભેદની જ વાત છે...માટે ભેદનો પ્રધાનપણે જ બોધ હોવો જોઈએ ને?
ઉત્તર - જો ભેદનો પ્રધાનપણે બોધ હોય તો આ દ્રવ્યાર્થિકનય ન રહે, પણ પર્યાયાર્થિકનય જ બની જાય.... કારણ કે પ્રધાનપણે ભેદ એ પર્યાયાર્થિકનો જ વિષય છે. એટલે, પાંચમા પ્રકારનું નામ, દ્રિવ્યયસાપેક્ષસત્તા પ્રાદોડશુદ્ધદ્રવ્યર્થવ એવું જેમ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org