________________
૨૦૦
ઢાળ-૫ : ગાથા-૧૪
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
વિષય હોય છે અને બાકીનો ગૌણ વિષય હોય છે.
ગ્રંથકારે આવો જે હેતુ આપ્યો છે એના પરથી એ જણાય છે કે આ પાંચમો પ્રકાર, નિત્યત્વને સપ્તભંગી દ્વારા જાણે છે, માટે નિયત્વ (ધ્રુવતા) એ એનો મુખ્ય વિષય છે... ને ઉત્પાદવ્યયને (અનિયત્વને) વગર સપ્તભંગીએ જાણે છે, માટે એ એનો ગૌણ વિષય છે... આમાં “સપ્તભંગી દ્વારા બોધ કરવો અને વગર સપ્તભંગીએ બોધ કરવો..” એટલે શું ? એનું રહસ્ય ગીતાર્થ બહુશ્રુતોએ ખોળી કાઢવું જોઈએ. કારણ કે આમ તો, નિત્યાનિત્યની સપ્તભંગીમાં. પ્રથમભંગ યાત્રિ ... અને બીજો ભંગ નિત્ય વ... આવો હોવાથી નિત્યત્વ અને અનિત્યત્વ.. બન્ને અંગે સપ્તભંગીનો વ્યાપાર છે જ. શું એવું હશે કે આ પ્રમાણની સપ્તભંગી છે. ને દ્રવ્યાર્થિકનયની સપ્તભંગી આ પ્રકારે હોય કે – નિત્ય (ધ્રુવ) એવ... આ પ્રથમભંગ... સિત્યસ્વાભાવીન (ધૃવત્વમાવવાન) મેવ... આ બીજો ભંગ.. અલબત્ નિત્યત્વાભાવ અનિત્યત્વરૂપ જ છે. છતાં બીજા ભંગમાં એ નિત્યત્વના નિષેધમાત્રને જણાવનાર હોય. અનિત્યત્વનું (ઉત્પાદ-વિનાશનું) વિધાન કરવાનું તાત્પર્ય ન હોય. આ બે ભંગના આધારે બાકીના પાંચ ભંગ જાણી લેવા. એમ, પર્યાયાર્થિકનયની સપ્તભંગી આ પ્રકાર હોય કે – નિત્ય (ઉત્પવિનાશશીત) એવ... આ પ્રથમ ભંગ નિત્યસ્વાભાવવાન એવ ( વિનાશામાવાન વ) આ બીજો ભંગ.. પણ એમાં અનિત્યત્વનો (ઉત્પાદ - વિનાશનો) નિષેધ કરવાનું જ તાત્પર્ય હોય. નિત્યત્વનું વિધાન કરવાનું નહીં... અર્થાત્ દ્રવ્યાર્થિકની સપ્તભંગી નિત્યત્વના વિધિ-નિષેધ અંગે છે, પણ અનિત્યત્વ અંગે નથી... અને પર્યાયાર્થિકની સપ્તભંગી અનિત્યત્વના વિધિ-નિષેધ અંગે છે, પણ નિત્યત્વ અંગે નથી... અને તેથી, દ્રવ્યાર્થિકને અનિત્યત્વ અને પર્યાયાર્થિકને નિત્યત્વ, સપ્તભંગી દ્વારા નહીં, પણ એ વગર જ જાણવાના રહે છે, માટે એ તેઓનો ગૌણ વિષય છે. અહીં આવું રહસ્ય છે કે અન્ય કાંઈ? એ નિર્ણય કરવા યોગ્ય બાબત છે.
બીજો પ્રકાર - ૩–ાવ્યત્વેન સત્તાપ્રાદ: શુદ્ધદ્રવ્યર્થ: આમ કહેલો છે. એટલે ત્યાં પણ ઉત્પાદ-વ્યયની ગૌણતા કહેલી... છતાં ત્યાં, ઉત્પાદ-વ્યયને નજરમાં લેવાના જ નહીં. એ રીતે એની ગૌણતા છે.. ને અહીં એને નજરમાં લેવાના..પણ ગૌણરૂપે... મુખ્યરૂપે નહીં... આ રીતે એની ગૌણતા છે. માટે બન્ને પ્રકાર અલગ-સ્વતંત્ર રહી શકે છે.
પ્રશ્ન - અહીં એક સમયે... એવું કેમ લખ્યું છે ?
ઉત્તર - સુવર્ણમાં કેયૂરપર્યાયનો નાશ અને કટકપર્યાયની ઉત્પત્તિ કહેવી છે. એમ તો તૈયાયિક પણ ઘડામાં શ્યામરૂપનાશ, રક્તરૂપઉત્પત્તિ માને છે. પણ, આ નાશ ઉત્પત્તિને ભિન્નકાળે માને છે... પહેલાં નાશ. પછી કાળાન્તરે ઉત્પત્તિ... ને તેથી એણે વચ્ચે ઘડાને નીરૂપ(=રૂપશૂન્ય) માનવો પડે છે. એમ એ ઠીકરાને ઘટધ્વંસજન્ય માને છે... એટલે કે ધારો કે ચોથા સમયે ઘટધ્વંસ થયો... તો પાંચમા સમયે ઠીકરાની ઉત્પત્તિ માને છે. એટલે કે બન્નેના ઉપાદાનકારણભૂત માટી (પાર્થિવ દ્રવ્ય) ચોથી ક્ષણે નિરાકાર છે, કારણ કે ઘડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org