________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૪
૧૯૯ તે અશુદ્ધ વલી પાંચમો, વ્યય ઉત્પત્તિ સાપેખો રે ! ઉત્પાદ-વ્યય-ધ્રુવ એકઈ સમઈ દ્રવ્ય જિમ પેખો રે / જ્ઞાન / પ-૧૪ /
ટબો - તે = દ્રવ્યાર્થિભેદ પાંચમો વ્યય-ઉત્પત્તિસાપેક્ષ જાણવો. 'उत्पादव्ययसापेक्षसत्ताग्राहकोऽशुद्धद्रव्यार्थिकः' पञ्चमः ।।
જિમ - એક સમયઈ દ્રવ્ય ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય રૂપ કહિછે. જે કટકાઘુત્પાદસમય, તેહ જ કેયુરાદિવિનાશસમય, અનઈ કનકસત્તા તો અવર્જનીય જ છd.
एवं सति-त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम्' इति चेत् ? न, मुख्यगौणभावेनैवानेन नयेन त्रैलक्षण्यग्रहणात्, मुख्यतया स्वस्वार्थग्रहणे नयानां સમયમુનૈવ વ્યાપાર ત્િ | -૨૪ | ૧૦મા ઉદેશામાં તથા પ્રશમરતિપ્રકરણમાં આત્માના દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા. આમ આઠ ભેદ દર્શાવ્યા છે. એમાંથી કષાયાત્માના ક્રોધાત્મા વગેરે પેટાભેદ જાણવા. / ૬૭ |
ગાથાર્થ - જે દ્રવ્યાર્થિકનય ઉત્પત્તિ-વ્યયને સાપેક્ષ રહીને પદાર્થને જુએ છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક પાંચમો ભેદ છે. જેમ કે એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપે દ્રવ્યને જોવું. પ-૧૪ો
| વિવેચન : તે દ્રવ્યાર્થિક... ઉત્પાદ-વ્યય સાપેક્ષ સત્તાનો ગ્રાહક અશુદ્ધદ્રવ્યાર્થિક એ પાંચમો ભેદ જાણવો... જેમ કે-એક સમયમાં દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રુ વરૂપ કહેવું. જે કટકાદિ ઉત્પત્તિસમય છે એ જ કેયુરાદિવિનાશ સમય છે અને એ જ સમયમાં કનકની સત્તા તો અવર્જનીય છે જ. (સોનાના કેયુરને ભાંગીને કટક બનાવ્યું હોય ત્યારનું આ દૃષ્ટાન્ત છે.) એટલે કે એ વિવક્ષિત સમયને ધ્યાનમાં રાખીને આ નય, સુવર્ણદ્રવ્યને કટકાદિ ઉત્પાદરૂપ માને છે, કેયુરાદિવિનાશરૂપ માને છે ને કનકસત્તારૂપ માને છે.
શંકા - આ નય જો આ રીતે ઉત્પાદ-વ્યય-ધ્રુવતા એમ ત્રણે લક્ષણ માનશે તો એ પ્રમાણ'રૂપ જ બની જશે, નયવચન નહીં રહે...
સમાધાન - ઉત્પાદ-વ્યય-ધ્રુવતા. ત્રણેને મુખ્યરૂપે જાણે એ પ્રમાણ છે... ઉત્પાદવ્યયને ગૌણરૂપે ને ધ્રુવતાને મુખ્યરૂપે જાણે એ દ્રવ્યાર્થિકનય છે. ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે ને ધ્રુવતાને ગૌણરૂપે જાણે એ પર્યાયાર્થિકાય છે. પ્રસ્તુતનય પણ, ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે ને ધ્રુવતાને મુખ્યરૂપે જાણે છે. અર્થાત્ ગૌણ-મુખ્યભાવે જ ત્રણેને વિષય બનાવે છે. માટે એ પ્રમાણરૂપ નથી, પણ દ્રવ્યાર્થિકનયરૂપ જ છે.
શંકા - પ્રસ્તુત નય, ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે નહીં, ગૌણરૂપે જ જાણે છે, આવું શાના આધારે કહો છો?
સમાધાન - પોત-પોતાના વિષયનો મુખ્યરૂપે બોધ કરવા માટે નો સપ્તભંગી દ્વારા જ પ્રવૃત્ત થાય છે. અર્થાત્ જે વિષય અંગે નય સપ્તભંગી પ્રવર્તાવે છે એ, એનો મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org