________________
૧૯૮
ઢાળ-૫ : ગાથા-૧૩
અશુદ્ધ કર્મોપાધિથી, ચોથો એહનો ભેદો રે । કર્મભાવમય આતમા, જિમ ક્રોધાદિક વેદો રે || જ્ઞાન૦ | ૫-૧૩ ||
ટબો - ચોથો એહનો-દ્રવ્યાર્થિકનો ભેદ કર્મોપાધિથી અશુદ્ધ કહેવો. માઁપાધિસાપેક્ષોશુદ્ધદ્રવ્યાર્થિ: કૃતિ ચતુર્થાં મેઃ । જિમ ક્રોધાદિક-કર્મભાવમય આતમા વેદો છો=જાણો છો. જિવારઇ જે દ્રવ્ય જે ભાવઇ પરિણમઇ, તિવારઇ તે દ્રવ્ય તન્મય કરિ જાણવું. જિમ લોહ અગ્નિપણઇ પરિણમિઉં, તે કાલિં-લોહ અગ્નિરૂપ કરી જાણવું. ઇમ ક્રોધમોહનીયાદિ કર્મોદયનó અવસર ક્રોધાદિભાવપરિણત આત્મા ક્રોધાદિરૂપ કરી જાણવો.. અત એવ આત્માના ૮ ભેદ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છઇ. ॥ ૫-૧૩ ॥
શંકા
પણ જો એ (પ્રથમ પ્રકારનો નય) બીજા-ત્રીજાની જેમ શુદ્ધ નથી, તો ત્રણેને એક સાથે ‘એ ૩ ભેદ શુદ્ધ' એમ કેમ કહ્યું ?
.
સમાધાન ત્રણેમાં શબ્દસામ્ય હોવાથી એમ કહ્યું હોય, એમ માનવું યોગ્ય લાગે છે... આશય એ છે કે પ્રથમ પ્રકારમાં શુદ્ધ હૈં તન્ દ્રવ્યું ચેતિ શુદ્ધદ્રવ્યમ્... શુદ્ધદ્રવ્યમશ્ યસ્ય સશુદ્ધદ્રવ્યાર્થિ ... આવો સમાસ છે... ને બીજા - ત્રીજામાં શુદ્ધશ્ચાસૌ દ્રવ્યાર્થિનયથ આ રીતે કર્મધારયસમાસ છે. પણ ત્રણેમાં શબ્દ બન્યો શુદ્ધદ્રવ્યાર્થિનય: આમ શબ્દસામ્ય થવાથી ત્રણેને એકસાથે શુદ્ધ હોવા કહ્યા છે એવું માનવું મને યોગ્ય લાગે છે.
પ્રશ્ન - બીજા પ્રકાર અને ત્રીજા પ્રકારમાં શું તફાવત છે ?
ઉત્તર બીજા પ્રકારમાં દ્રવ્ય નિત્યત્વેન વિષય છે, ત્રીજા પ્રકારમાં અભિન્નત્વેન... બીજા પ્રકારમાં ગુણ-પર્યાય વિષયભૂત બનતા જ નથી... ત્રીજા પ્રકારમાં બને છે, પણ દ્રવ્યથી અભિન્નરૂપે... આમ ત્રીજા પ્રકારનું વિવેચન પૂર્ણ થયું... ॥ ૬૬ ॥
દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ છે... જેમ
ગાથાર્થ - કર્મોપાધિથી અશુદ્ધ એ આનો કે કર્મભાવમય આત્મા ક્રોધાત્મા તરીકે વેદાય છે. ।। ૫-૧૩ ||
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
.
Jain Education International
-
-
વિવેચન - ચોથો એહનો... દ્રવ્યાર્થિકનો ચોથો ભેદ કર્યોપાધિથી અશુદ્ધ કહેવો. એટલે કે કર્મોપાધિસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિક એ દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ છે.
જિમ ક્રોધાદિક... કર્મોદયજન્ય જે ભાવ હોય તે અહીં ‘કર્મભાવ' તરીકે અભિપ્રેત છે. એટલે ક્રોધમોહનીયકર્મના ઉદયથી થતો ક્રોધાત્મકભાવ એ કર્મભાવ... આ રીતે બીજા કર્મભાવો પણ જાણવા... જે દ્રવ્ય જ્યારે જે ભાવે પરિણમે છે ત્યારે તે દ્રવ્યને તન્મય તરીકે જાણવું એ આ નયદૃષ્ટિ છે. જેમ કે લોખંડ જ્યારે અગ્નિપણે પરિણમે છે ત્યારે તેને અગ્નિરૂપે જાણવું... એટલે જ એ વખતે લોખંડના ગોળાને અગનગોળો કહેવાય છે. એમ ક્રોધમોહનીય વગેરે કર્મોદયના અવસરે ક્રોધાદિ ભાવરૂપે પરિણત થયેલો આત્મા પોતે જ ક્રોધાદિરૂપે કહેવાય છે. એટલે જ એ વખતે આત્માને ક્રોધાત્મા કહેવાય છે... શ્રી ભગવતીજી સૂત્રના ૧૨મા શતકના
For Private & Personal Use Only
www.jainelibrary.org