________________
દ્રવ્ય
ઢાળ-૫ : ગાથા-૧૨
૧૯૭
સંસારના ભાવ તે ન ગણિઈ...” સહજભાવ જે શુદ્ધાત્મસ્વરૂપ... (કેવલજ્ઞાનાદિ..) એને તો આગળ કરીને સંસારી જીવોને સિદ્ધ સમોવડિયા જાણવાના છે. એટલે પર્યાયનો વિષય પણ એ દૃષ્ટિમાં સમાવિષ્ટ હોવાથી દ્રવ્યાર્થિકનય' તરીકે તો એને “શુદ્ધ' શી રીતે કહી શકાય?
આ જ વાતને બીજી રીતે પણ સમજીએ. સત્સવ- દેવ... આ સદસની એક સપ્તભંગી... સ્થાત્રિત્ય પર્વ-નિત્ય પર્વ.. આ નિત્યાનિત્યની એક સપ્તભંગી.. યાત્રિ પર્વ-ગામ વ... આ ભેદભેદની એક સપ્તભંગી.. ત્યારે પૂર્વ-ચાને વ... આ એકાનેકની સપ્તભંગી.... ગર્િ સચિનેવ-દ્ધિશેષ વ.. આ સામાન્ય-વિશેષની સપ્તભંગી.... (આમાંથી એકાનેકની સપ્તભંગીનો ભેદભેદની કે સામાન્ય-વિશેષની સપ્તભંગીમાં સમાવેશ હોવો જોઈએ.) આ બધી સપ્તભંગીઓ પ્રચલિત છે...
આમાં સદસની જે સપ્તભંગી છે... એમાં સત્ત્વ એ દ્રવ્યાર્થિકનો વિષય છે અને અસત્ત્વ એ પર્યાયાર્થિકનો વિષય છે. એવું છે નહીં.. અને એટલે જ અસત્ત્વની અનર્પણા અને સત્ત્વની અર્પણ કરીને જોનાર દૃષ્ટિ એ શુદ્ધ દ્રવ્યાર્થિકનય... એમ ભેદ શક્ય નથી, ને તેથી દેખાડ્યો નથી... પણ, શુદ્ધ-અશુદ્ધ એવા વિશેષણ વગર સ્વતંત્ર આઠમા પ્રકાર તરીકે કહ્યો છે. (તથા, સત્ત્વની અન"ણા અને અસત્ત્વની અર્પણ કરનાર નયને સ્વતંત્ર નવમા પ્રકાર તરીકે કહ્યો છે. એમ સામાન્ય-વિશેષની જે સપ્તભંગી છે એમાં પણ... સામાન્ય એ દ્રવ્યાર્થિકનયનો વિષય... ને વિશેષ એ પર્યાયાર્થિકનયનો વિષય.. આવું છે નહીં.. (સામાન્ય એ સંગ્રહનો વિષય છે ને વિશેષ એ વ્યવહારનો વિષય છે. પણ આ બન્ને દ્રવ્યાર્થિકનયો જ છે.. એક દ્રવ્યાર્થિક અને એક પર્યાયાર્થિક એવું નથી....) એટલે પર્યાયાર્થિકના વિષયની સંપૂર્ણ અર્પણ કરીને જોનાર દ્રવ્યાર્થિકનય એ શુદ્ધ.. આવો વિભાગ વિશેષની અનર્પણ કરી દેવા માત્રથી થઈ શકતો નથી... અને તેથી વિશેષની અનર્પણ કરીને જોનાર દ્રવ્યાર્થિકનયને પણ અહીં “શુદ્ધ' તરીકે નથી કહ્યો, પણ સાતમા સ્વતંત્ર પ્રકાર તરીકે - અન્વયંદ્રવ્યાર્થિકનય કહ્યો છે.
પણ નિત્ય(ધ્રુવતા) એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને અનિત્યતા (ઉત્પાદ-વ્યય) એ પર્યાયાર્થિકનયનો વિષય છે...એમ અભેદ એ દ્રવ્યાર્થિકનો વિષય છે અને ભેદ એ પર્યાયાર્થિકનો વિષય છે. આ વાસ્તવિકતા છે માટે અનિત્યતાની અનર્પણા અને ભેદની અનર્પણ કરીને જોનાર નયદૃષ્ટિઓને અહીં શુદ્ધદ્રવ્યાર્થિકનય તરીકે બીજા-ત્રીજા પ્રકારમાં કહ્યા છે.
આ વિચારણા પરથી સ્પષ્ટ છે કે કર્મોપાધિરહિતપણું... એ દ્રવ્યાર્થિકનયનો વિષય અને કર્મોપાધિસહિતપણું એ પર્યાયાર્થિકનયનો વિષય આવો વિભાગ હોય તો જ, કર્મોપાધિસહિતપણાની અર્પણ કરીને કપાધિરહિતપણાની અર્પણ કરનાર નયદષ્ટિને શુદ્ધદ્રવ્યાર્થિકનય કહી શકાય... પણ એવું છે નહીં... માટે, કર્મોપાધિરહિત અવસ્થાને જોનાર દ્રવ્યાર્થિકનય “શુદ્ધ' છે એમ કહી શકાતું નથી. એ વાત નિઃશંક જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org