________________
૧૯૬
ઢાળ-૫ : ગાથા-૧૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ત્રીજો ભેદ, ભેદકલ્પનાઈ હીન-શુદ્ધદ્રવ્યર્થ. “
મે ન્યનારદિતિશુદ્ધદ્રવ્યર્થ ?' રૂત્તિ તૃતીયો મેદ જિમ એક જીવ-પુગલાદિક દ્રવ્ય નિજગુણ પર્યાયથી અભિન્ન કહિછે. ભિન્ન છો પણિ તેહની અર્પણા ન કરી, અભેદની અર્પણ કરી, તે માટે અભિન્ન. એ ૩ ભેદ શુદ્ધ. / પ-૧૨ ||
વિવેચન - ત્રીજો ભેદ.ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકનય...એ દ્રવ્યાર્થિકનયનો ત્રીજો પ્રકાર છે. જીવ-પુગલ વગેરે કોઈપણ દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયથી ભિન્નભિન્ન છે એમાંથી ભેદઅંશને ગૌણ કરીને અભેદ અંશને જ જોવો..અભેદ અંશની અર્પણ કરવી, અને જ્ઞાનાભિન્ન જીવ, રૂપાભિન્ન પુગલ.આ પ્રમાણે કહેવું એ આ ત્રીજો ભેદ છે...આ પ્રથમ ત્રણ પ્રકાર શુદ્ધ છે.
શંકા - અહીં ગ્રંથકારે દ્રવ્યાર્થિકનયના આ પ્રથમ ત્રણ પ્રકારને એકસાથે શુદ્ધ હોવા જે કહ્યા છે, એ જણાવે છે કે બીજા-ત્રીજાની જેમ પ્રથમ પ્રકારમાં પણ દ્રવ્યાર્થિકનય પોતે જ શુદ્ધ છે.એટલે તમે જે કહ્યું છે કે “પ્રથમ પ્રકારમાં દ્રવ્યાર્થિકનયને શુદ્ધ કહેવાનો આશય નથી..માત્ર દ્રવ્યને શુદ્ધ કહેવાનો આશય છે..” એ બરાબર નથી..
સમાધાન - બીજા પ્રકારમાં, ઉત્પાદ-વ્યયશૂન્ય કોઈ દ્રવ્ય ક્યારેય હોતું જ નથી.. એટલે ઉત્પાદ-વ્યયથી રહિત હોય એ દ્રવ્ય શુદ્ધ... વગેરે કહેવાનો કોઈ મતલબ નથી. માટે શુદ્ધ દ્રવ્ય” એમ નથી... પણ “શુદ્ધ દ્રવ્યાર્થિકનય...” એમ છે. આ વાત આપણે જોઈ ગયા છીએ... આવું જ ત્રીજા પ્રકારમાં છે. નિજગુણપર્યાયથી સર્વથા ભેદરહિત જ હોય એવું કોઈ દ્રવ્ય હોતું જ નથી... એટલે એવું રહિત દ્રવ્ય એ શુદ્ધ દ્રવ્ય એમ કહી શકાતું નથી. તેથી શુદ્ધ એ દ્રવ્યનું વિશેષણ હોવું સંભવતું નથી. માટે એ દ્રવ્યાર્થિકનયનું વિશેષણ છે... વળી, ભેદ એ પર્યાયાર્થિકનયનો વિષય છે. અભેદ એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે... તેથી, ભેદને સંપૂર્ણ રીતે અનર્પિત કરીને માત્ર અભેદને જોવામાં આવે તો પર્યાયાર્થિકનો વિષય અંશતઃ પણ એમાં ઘુસેલો ન હોવાથી દ્રવ્યાર્થિકનયને “શુદ્ધ' કહી શકાય છે. માટે આ ત્રીજા પ્રકારમાં પણ ‘દ્રવ્ય” શુદ્ધ નથી, પણ “દ્રવ્યાર્થિકનય’ શુદ્ધ છે. એટલે બીજા-ત્રીજા પ્રકાર માટે કહી શકાય કે પર્યાયાર્થિકનયના વિષયભૂત ઉત્પાદ-વ્યયની તથા ભેદની સંપૂર્ણ અર્પણા હોવાથી અને દ્રવ્યાર્થિકનયના વિષયભૂત ધ્રુવતાની તથા અભેદની અર્પણા હોવાથી, તે તેના ગ્રાહક દ્રવ્યાર્થિકનય શુદ્ધ છે. પણ આવું પ્રથમ પ્રકાર માટે કહી શકાતું નથી..
શંકા - કર્મોપાધિજન્ય મનુષ્યત્વાદિ, ક્રોધાદિ વગેરે બધા પર્યાયોની અનર્પણા (= ગૌણતા=ઉદાસીનતા) કરીને જ પ્રથમ પ્રકાર શુદ્ધ આત્મદ્રવ્યને જુએ છે... એટલે બીજાત્રીજાની જેમ એમાં પણ નયને શુદ્ધ કહેવો જ જોઈએ ને
સમાધાન - ભાઈ મારા ! ત્યાં કર્મોપાધિજન્ય પર્યાયોની જ, અનર્પણ કરી છે, સહજ પર્યાયોની નહીં... એટલે જ ત્યાં ટબામાં પંક્તિ આવી છે કે- “તિહાં ભવપર્યાય જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org