________________
૧૯૪
ઢાળ-૫ : ગાથા-૧૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
કરીને જ વિષય છે, બીજા પ્રકારમાં (જીવ પોતે સંસારી હોય કે સિદ્ધ હોય) નિત્યત્વ ધર્મને આગળ કરીને વિષય છે...
પ્રથમ પ્રકારમાં બીજાં દ્રવ્યો કેમ વિષય નથી ?
શંકા સમાધાન
બીજાં દ્રવ્યોમાં, કર્મોપાધિસહિતપણું સંભવિત જ નથી...માટે રહિતપણું પણ વ્યપદેશાતું નથી...જે કોઈ નયથી વિચારવામાં આવે...કર્મોપાધિરહિત જ દ્રવ્ય દેખાવાનું છે...માટે ‘શુદ્ધદ્રવ્યાર્થિક' એવો વ્યપદેશ નિરર્થક બની રહે.
=
-
શંકા - બીજાં દ્રવ્યોમાં કર્મરૂપ ઉપાધિ નથી સંભવતી...અન્ય ઉપાધિ તો સંભવે ને? સમાધાન ના, ધર્માસ્તિકાયાદિમાં કોઈ પણ ઉપાધિ ક્યારેય પણ સંભવતી નથી... કોઈપણ દ્રવ્યમાં અન્ય દ્રવ્ય ક્ષીર-નીરવત્ એકમેક થઈ પોતાની અસર છોડે તો જ એ અન્ય દ્રવ્ય એમાં ઉપાધિરૂપે ભળ્યું કહેવાય અને મૂળ દ્રવ્ય સોપાધિક બન્યું કહેવાય. ધર્માસ્તિકાય વગેરેમાં પુદ્ગલ વગેરે અન્ય કોઈ દ્રવ્ય આ રીતે એકમેક થઈ પોતાની અસર બતાવતું નથી... માટે ધર્માસ્તિકાયાદિ ક્યારેય સોપાધિક બનતા નથી.
-
શંકા - છતાં, જીવ અને પુદ્ગલ ક્ષીર-નીરવત્ એકમેક થાય છે, માટે જીવની જેમ પુદ્ગલ પણ સોપાધિક બને જ છે ને !
Jain Education International
સમાધાન - જીવ એક-મેક થાય છે એ વાત બરાબર...પણ જીવની પુદ્ગલના સ્વરૂપ ૫૨ કોઈ અસર હોતી નથી ને !
શંકા - ના, એવું નથી...જીવની અસર પુદ્ગલ ૫૨ હોય છે...પુદ્ગલમાં સચિત્તપણું જે આવે છે તે જીવના પ્રભાવે જ આવે છે ને... જીવ નીકળી ગયા પછી રહી ગયેલ પૃથ્વી વગેરે પુદ્ગલ અચિત્ત કહેવાય છે. વળી માટી-ધૂળ વગેરેની એકાદ રજકણ...પાણીનું એકાદ બિંદુ કે ઘઉં વગેરેનો એકાદ દાણો પણ એવો નહીં મળે જે આજે ભલે ચિત્ત નથી... પણ પહેલાં પણ ક્યારેય સચિત્ત નહોતો... આશય એ છે કે, ઔદારિકવર્ગણારૂપે રહેલ પુદ્ગલ ક્યારેય પણ, જીવ સાથે એકમેક થયા વિના-જીવની અસર ઝીલ્યા વિના-રજકણજળબિંદુ-ઘઉં વગેરે રૂપે પરિણમી શકતું નથી. ઔદારિક વગેરે વર્ગણારૂપે પુદ્ગલ પોતાની મેળે જ(જીવસહષ્કૃત થયા વિના જ)૫૨માણુ-ચણુકાદિરૂપે કે વૈક્રિયાદિવર્ગણારૂપે પરિણમી શકે છે..પણ રજકણ વગેરે રૂપે પરિણમી શકતું નથી જ...એટલે પુદ્ગલનું રજકણ વગેરે સ્વરૂપ જીવની અસરરૂપે જ આવે છે ને...માટે પુદ્ગલમાં તો સોપાધિક-નિરૂપાધિક અવસ્થા આવી જ શકે છે ને ! એટલે નિરૂપાધિક પુદ્ગલદ્રવ્યને જોનાર નયદૃષ્ટિનો ક્યાં તો પ્રથમ પ્રકારમાં સમાવેશ કરવો જોઈએ ને ક્યાં તો એક સ્વતંત્ર પ્રકાર કહી દેવો જોઈએ ને !
સમાધાન
તમારી વાત સાચી છે... છતાં, આવો નયપ્રકાર કહેવાયો નથી... એ એક હકીકત છે... માટે આપણે એનાં કારણો વિચારી કાઢવા જોઈએ... મને આવાં કારણો ભાસે છે...
-
For Private & Personal Use Only
www.jainelibrary.org