________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૧
૧૯૩ ઉત્પાદ-વિનાશ વધતા જાય. અલ્પ-અલ્પતર કાળે બનતા જાય...) તેટલી તેટલી પર્યાયાર્થિકની શુદ્ધિ વધતી જાય છે. “જીવ'રૂપે જીવ તો પર્યાયાર્થિકનો ક્યારેય વિષય બની શકે જ નહીં, કારણ કે એમાં ઉત્પાદ-વિનાશ અંશ બિલકુલ રહ્યા જ નથી. પણ, સંસારીઅવસ્થા-ત્રયપણુંપંચેન્દ્રિયપણું-મનુષ્યપણું બાળપણું-સ્તiધયપણું-પ્રથમદિનસ્તiધયપણું.. આ ક્રમે જોનાર પર્યાયાર્થિકન દષ્ટિઓમાં ઉત્તરોત્તર અશુદ્ધિ ઘટતી જાય છે ને શુદ્ધિ વધતી જાય છે. કારણ કે તે તે અવસ્થાનો અવસ્થાનકાળ-ધ્રુવતા ઉત્તરોત્તર ઘટતા જાય છે, ને ઉત્પાદ-વિનાશ વધતા જાય છે. અલ્પ-અલ્પતર કાળમાં થતા જાય છે. એમ આગળ અલ્પ-અલ્પતરકાલીન અવસ્થાઓને જોતાં જોતાં જે દૃષ્ટિ માત્ર ક્ષણિકપર્યાયોને જ જુએ છે. સમય બદલાયો નથી. ને અવસ્થાન્તર દેખાઈ નથી... આવું જોનાર દૃષ્ટિ ધ્રુવતાને અંશમાત્ર પણ જોતી નથી... માત્ર પ્રતિસમય થતાં ઉત્પાદ-વિનાશને જ જુએ છે... માટે એ પૂર્ણરૂપે “શુદ્ધ પર્યાયાર્થિકનય છે.)
એટલે નિશ્ચિત થયું કે આ બીજા પ્રકારમાં દ્રવ્યને શુદ્ધ કહેવાનો અભિપ્રાય નથી, પણ દ્રવ્યાર્થિકનયને શુદ્ધ કહેવાનો અભિપ્રાય છે. જયારે પ્રથમ પ્રકારમાં “શુદ્ધ' એ દ્રવ્યનું જ વિશેષણ છે.
શંકા - પ્રથમ પ્રકારમાં પણ એને દ્રવ્યાર્થિકનયનું જ વિશેષણ માનો ને ?
સમાધાન-ના, એ માની શકાય એમ નથી. કારણ કે દ્રવ્યાર્થિક દૃષ્ટિમાં પર્યાયાર્થિકનો વિષય ઘુસે એ અશુદ્ધિ કહેવાય છે. એ જેમ ઘટે તેમ શુદ્ધિ વધે છે...ને એ બિલકુલ ન રહે તો દ્રવ્યાર્થિકદષ્ટિ બિલકુલ “શુદ્ધ' બને છે. આ આપણે ઉપર વિચારી ગયા છીએ. એટલે જેમ ઉત્પાદ-વ્યય એ પર્યાયાર્થિકનો વિષય છે ને ધ્રુવતા એ દ્રવ્યાર્થિકનો વિષય છે. માટે દષ્ટિના વિષયમાંથી ઉત્પાદ-વ્યય ઘટતા જાય એ શુદ્ધિ ગણાય છે. પણ આવું પ્રથમ પ્રકાર માટે કહી શકાતું નથી... “કર્મઉપાધિસહિતપણું એ પર્યાયાર્થિકનો વિષય છે ને કર્મઉપાધિરહિતપણું એ દ્રવ્યાર્થિકનો વિષય છે' આવો વિભાગ છે નહીં. એટલે, “સંપૂર્ણ રીતે કર્મઉપાધિરહિતપણામાં પર્યાયનો અંશ માત્ર પણ જોવાનો ન હોવાથી દ્રવ્યાર્થિકનય બિલકુલ શુદ્ધ છે' એવું કહી શકાતું નથી...ઊલટું જીવ પહેલાં કર્મઉપાધિસહિત હતો...પછી રહિત બન્યો. એટલે કર્મઉપાધિરહિતપણું પણ ઉત્પાદશીલ હોવાથી તથા કર્મઉપાધિરહિતપણામાં સિદ્ધાવસ્થામાં પણ પ્રતિક્ષણ અગુરુલઘુપર્યાયના ઉત્પાદ-વિનાશ હોવાથી એ દૃષ્ટિએ ત્યાં પણ પર્યાયાર્થિકનયની વિષયતા છે જ. માટે દ્રવ્યાર્થિકનય શુદ્ધ છે એમ, આ દૃષ્ટિએ કહી શકાતું નથી.
એટલે આ નિશ્ચિત થયું કે પ્રથમ પ્રકારમાં “શુદ્ધ’ એ દ્રવ્યનું વિશેષણ છે ને બીજા પ્રકારમાં દ્રવ્યાર્થિકનયનું વિશેષણ છે.
(૩) પ્રથમ પ્રકારમાં માત્ર શુદ્ધ આત્મદ્રવ્ય એ જ વિષય છે. બીજા પ્રકારમાં બધા દ્રવ્યો વિષય છે તથા આત્મદ્રવ્ય પણ પ્રથમ પ્રકારમાં સિદ્ધપર્યાયને (શુદ્ધ સ્વરૂપને) આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org