________________
ઢાળ-પ : ગાથા-૧૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
(૨) અહીં શુદ્ધ એ દ્રવ્યનું નહીં, પણ દ્રવ્યાર્થિકનયનું વિશેષણ છે... આશય એ છે કે પ્રથમ પ્રકારમાં કર્મોપાધિરહિત જીવદ્રવ્યને શુદ્ધ કહ્યું... આવું શુદ્ધદ્રવ્ય સિદ્ધાવસ્થામાં સંભવિત છે... સંસારી અવસ્થામાં કર્મોપાધિસહિત હોવાથી દ્રવ્ય અશુદ્ધ હોવા છતાં, બુદ્ધિથી એ અશુદ્ધિને દૂર કરી દેવામાં આવે તો એમાં પણ શુદ્ધસ્વરૂપ જોઈ શકાય છે... પણ આવું આ બીજા પ્રકારમાં નથી... કર્મોપાધિ રહિત જીવદ્રવ્ય મળવું સંભવિત છે... ઉત્પાદ-વ્યય રહિત કોઈપણ દ્રવ્ય વાસ્તવિક રીતે ક્યારેય મળતું નથી જેને શુદ્ધ દ્રવ્ય કહી શકાય... એટલે ‘ઉત્પાદ-વ્યયરહિત હોય તે શુદ્ધ, સહિત હોય તે અશુદ્ધ... એ અશુદ્ધમાં પણ યોગ્યતારૂપે શુદ્ધતા પડેલી હોય છે...' આવું બધું કશું કહી શકાતું નથી, માટે શુદ્ધ એ દ્રવ્યનું વિશેષણ નથી એ સ્પષ્ટ છે.
૧૯૨
હવે, દ્રવ્યાર્થિકનય એ ધ્રૌવ્યાંશને જોનાર છે. પર્યાયાર્થિકનય ઉત્પાદ-વિનાશ અંશને જોનાર છે... એટલે જેટલી જેટલી દેખાતી ધ્રુવતા વધે એટલી એટલી દૃષ્ટિ દ્રવ્યાર્થિકપણાં તરફ વધારે ઢળેલી છે ને પર્યાયાર્થિક તરફ ઓછી ઢળેલી છે. નય દ્રવ્યાર્થિક હોય ને છતાં એ પર્યાયાર્થિક તરફના ઢળાણવાળો હોય તો એ એની દૃષ્ટિમાં-દ્રવ્યાર્થિકપણામાં અશુદ્ધિ છે. પર્યાય તરફનું આ ઢળાણ જેમ જેમ ઘટે તેમ તેમ અશુદ્ધિ ઘટતી જાય છે ને શુદ્ધિ વધતી જાય છે... એટલે ઘટને દ્રવ્ય તરીકે જોનાર દ્રવ્યાર્થિક ક૨તાં મૃદ્રવ્યને દ્રવ્ય તરીકે જોનાર દ્રવ્યાર્થિકનય વધારે શુદ્ધ છે. કારણ સ્પષ્ટ છે કે ઘટ કરતાં મૃદ્રવ્યનું અવિચલિતસ્વરૂપધ્રુવતા દીર્ઘકાલીન હોય છે. એમ, મૃદ્રવ્યને દ્રવ્ય તરીકે જોનાર દૃષ્ટિ કરતાં પૃથ્વીદ્રવ્યને દ્રવ્ય તરીકે જોનાર દૃષ્ટિ વધારે શુદ્ધ છે. ને એના કરતાં પણ ક્રમશઃ ઔદારિકવર્ગણાને અને પુદ્ગલદ્રવ્યને દ્રવ્ય તરીકે જોનાર દૃષ્ટિ-દ્રવ્યાર્થિકનય ઉત્તરોત્તર વધુ-વધુ શુદ્ધ છે. પુદ્ગલ ઔદારિકવર્ગણા રૂપે ઉત્પન્ન પણ થાય છે ને નાશ પણ પામે છે. માટે એટલા અંશે એમાં પણ ઉત્પાદ-વિનાશ ભળેલા છે... ને એ પણ અવસ્થાવિશેષરૂપ બનવાથી એટલા અંશે ‘પર્યાય’રૂપ છે... માટે દ્રવ્યાર્થિકનયની એને ‘દ્રવ્ય' તરીકે જોવામાં-એને ‘ધ્રુવ' તરીકે જોવામાં એટલી અશુદ્ધિ કહેવાય. પણ, પુદ્ગલ તરીકે કોઈપણ પુદ્ગલ ક્યારેય ઉત્પન્ન થતું નથી કે નાશ પામતું નથી... ‘પુદ્ગલ' તરીકેની એની ધ્રુવતા ત્રણે કાલમાં અવિચલિતસ્વરૂપવાળી હોય છે, ઉત્પાદ-વિનાશશૂન્ય હોય છે. એટલે એની આવી ધ્રુવતાને જોના૨ દ્રવ્યાર્થિકનય ‘શુદ્ધ' હોય છે, એમાં અંશમાત્ર પણ અશુદ્ધિ હોતી નથી... એ જ રીતે જીવ તરીકેની જીવની ધ્રુવતા ત્રણે કાળમાં અવિચલિતસ્વરૂપવાળી ઉત્પાદ-વિનાશશૂન્ય હોવાથી એ જોનાર દ્રવ્યાર્થિકનય ‘શુદ્ધ' હોય છે. જીવને મનુષ્યરૂપે-પંચેન્દ્રિયરૂપે-ત્રસરૂપે કે સંસારીરૂપે જોવામાં પણ ઉત્પાદ-વિનાશ અંશ રહેલ જ છે... પણ જીવરૂપે જોવામાં-‘જીવ' તરીકેની ધ્રુવતા જોવામાં એ આંશિક પણ ન હોવાથી નયષ્ટિ ‘શુદ્ધ' છે. (પર્યાયાર્થિકનય માટે આનાથી બિલકુલ વિપરીત સમજવું... એ ઉત્પાદ-વિનાશને જોનાર છે-અનિત્યતાને જોનાર છે... એટલે દૃષ્ટિ જેટલી જેટલી નિત્યતાવિષયક બનતી જાય એટલી એટલી અશુદ્ધ કહેવાય... દૃષ્ટિનો વિષય બનતી આ નિત્યતા-ધ્રુવતા જેટલી જેટલી અલ્પકાલીન બનતી જાય (ને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org