________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૧૧
૧૯૧
ઉત્પાદવ્યય ગૌણતા, સત્તા મુખ્ય જ બીજઈ રે ! ભેદ શુદ્ધ દ્રવ્યારર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજઈ રે ! જ્ઞાન છે પ-૧૧ //
એહનઈ મતિ - દ્રવ્ય નિત્ય લીજઇ, નિત્ય તે ત્રિકાલ અવિચલિત રૂ૫, સત્તા મુખ્ય લેતાં એ ભાવ સંભવઈ. પર્યાય પ્રતિક્ષણ પરિણામી છઇ, તો પણિ જીવ-પુગલાદિ દ્રવ્યસત્તા કદાપિ ચલતી નથી. કે ૫-૧૧ ||
આ નયનું કર્મોપાધિરહિતશુદ્ધદ્રવ્યાર્થિકનય. આવું જે નામ છે એમાં “શુદ્ધ' એ દ્રવ્યનું વિશેષણ છે પણ નયનું નહીં... એટલે કર્મોપાધિરહિતશુદ્ધદ્રવ્ય છે અર્થ જેનો એવો નય તે કર્મોપાધિરહિતશુદ્ધદ્રવ્યાર્થિકનય... આમ અર્થ કરવો.. | ૬૩-૬૪ ||
ગાથાર્થ - શુદ્ધદ્રવ્યાર્થિકના બીજે ભેદે ઉત્પાદત્રયની ગૌણતા અને સત્તાની મુખ્યતા હોય છે. જેમ કે દ્રવ્ય નિત્ય છે' એમ જોવું એ. પ-૧૧ //
વિવેચન - ઉત્પાદ ૧. ઉત્પાદ અને વ્યય... આ બેને ગૌણ કરીને-સત્તાને મુખ્યતા આપવાથી શુદ્ધદ્રવ્યાર્થિકનો બીજો ભેદ આવે છે. એટલે આનું નામ કાવ્યયાત્વે સત્તા પ્રાઈવ: શુદ્ધદ્રવ્યર્થ: આવું જાણવું.
આ નયના મતે દ્રવ્યને નિત્ય જાણવું.. અર્થાત્ ત્રણે કાળમાં અવિચલિત સ્વરૂપવાનું જાણવું. સત્તાને = ધ્રૌવ્યને મુખ્ય કરવામાં આવે એટલે આવો ભાવ સંભવે છે. ત્રણે કાળમાં દ્રવ્યસત્તા વિચલિત થતી નથી.
અલબત્ પર્યાયો પ્રતિક્ષણ પરિણામ પામે છે – પરિવર્તનશીલ છે.. ને તેથી પર્યાયરૂપે દ્રવ્યનાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થયા જ કરે છે. પણ આ ઉત્પાદ-વિનાશ તરફ નજર નાખવાની નથી... પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ વગેરે રૂપે થતા ઉત્પાદ-વિનાશ જોવાના જ ન હોય તો પછી માત્ર મૃદ્રવ્ય જ એવું ને એવું જોવા મળ્યા કરે... અલબત્ મૃદું પણ પુદ્ગલદ્રવ્યની એક અવસ્થારૂપ છે... માટે એ પણ ઉત્પાદ-વિનાશશીલ છે... માટે એને પણ નહીં જોવાની. આમ કોઈપણ અવસ્થાઓને જોવાની નહીં જ. એટલે માત્ર દ્રવ્યસત્તા જ દેખાય છે. જે આ નયનો વિષય છે.
આમાં કેટલીક વિશેષ વાતો જાણવા જેવી છે...
(૧) અહીં “સત્તા”નો અર્થ મહાસત્તા સામાન્ય નથી લેવાનો... કારણ કે એ તો જીવ, પુદ્ગલ વગેરે દરેક દ્રવ્યમાં સાધારણ હોય છે. અહીં તો ઉત્પાદ-વિનાશ અંશને બુદ્ધિથી અલગ કરીને બાકીનું તે તે દ્રવ્યનું જે સ્વરૂપ રહે એ જોવાનું છે... એ છે ધ્રૌવ્ય=ધ્રુવ અસ્તિત્વ=અવિચલિત અસ્તિત્વ. એટલે “સત્તા'નો અર્થ કરવાનો છે તે તે દ્રવ્યનું અવિચલિત અસ્તિત્વ... જે જીવ-પુગલ વગેરે માટે અલગ - અલગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org