________________
૧૯૦
ઢાળ-૫ : ગાથા-૯-૧૦ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૫, ઋજુસૂત્રનય ૬, શબ્દનય ૭, સમભિરૂઢનય ૮, એવંભૂતનય ૯, એ નવ નયનાં નામ. તિહાં પહેલો દ્રવ્યાર્થિકનય, તેહના દસ પ્રકાર જાણવા. તે દ્રવ્યાર્થિકનયના દસ ભેદમાંહિ પુરિ કહતાં પહિલાં, “અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિકનય' મનમાંહિ આણો. કર્મોપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનય” એ પ્રથમભેદ. | પ-૯ |
એહનો વિષય દેખાડઈ છો, જિમ સંસારી પ્રાણીયા સર્વ સિદ્ધસમાન ગણિઈ. સહજભાવ જે શુદ્ધાત્મસ્વરૂપ, તે આગર્લિ કરીનઈ, તિહાં ભવપર્યાય = જે સંસારના ભાવ, તે ન ગણિઈ તેહની વિવક્ષા ન કરિઈ, એ અભિપ્રાય ઈ દ્રવ્યસંગ્રહ) કહિઉં છઈ.
मग्गणगुणठाणेहिं य, चउ-दसहिं हवंति तह असुद्धणया । વિછોયા સંસાર, સવ્વ સુદ્ધા દુ સુદ્ધાયા | ૨૩ / ૧-૧૦ ||
ઉત્પાદ ૧ નઈ વ્યય ની ગૌણતાઈ, અનઈ સત્તા મુખ્યતાઈ બીજો ભેદ શુદ્ધ વ્યાર્થનો જાણવો. “ઉતાવ્ય ગૌત્વે સત્તા પ્રાદ: દિવ્યર્થવ:” એ બીજો ભેદ.
પર્યાયોને ગૌણ કરીને દ્રવ્યને જ મુખ્ય કરનારી દષ્ટિ એ દ્રવ્યાર્થિકનય છે. એના દસ ભેદમાં સહુપ્રથમ છે કર્મોપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિક નય.. અર્થાત્ કર્મઉપાધિ અને તેની અને કવિધ અસરો હોવા છતાં એ બધાને ગૌણ કરીને, આત્મા જાણે કે કર્મઉપાધિથી શૂન્ય = અકર્મોપાધિ હોય.. અને અકર્મોપાધિથી શુદ્ધ હોય એ રીતે એને જોવો એ આ અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિકનય' નામનો પ્રથમ ભેદ છે.... કર્મને કે કર્મજન્ય અસરોને જોવાની જ નથી. એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ જ આ દૃષ્ટિથી જોવા મળે છે.
જાત્યરત્ન પર ગમે એટલો મેલ જામે તો પણ અંદર તો એની નિર્મળતા - સ્કુરદ્રુપતા એવી ને એવી અક્ષત હોય છે. એમ આત્મા પર ગમે તેવા ગાઢ ચીકણાં કર્મો ચોંટેલા હોય તો પણ અંદર એના કેવલજ્ઞાન વગેરે ગુણો તો રહેલા જ હોય છે. જો એ વખતે એ રહેલા ન હોય.. સર્વથા અસત્ હોય. તો ક્યારેય ઉત્પન્ન થઈ શકે જ નહીં... કારણ કે સર્વથા અસત્ વસ્તુ ખપુષ્પાદિની જેમ ક્યારેય પેદા થતી નથી. એટલે જેમ એક્સ રે, વસ્ત્ર પરના મેલને, વસ્ત્રને, ચામડીના વિવિધ સ્તરોને.. આ બધાને નજરમાં લીધા વિના સીધો અંદરના હાડકાંને જ જુએ છે... એમ આ દ્રવ્યાર્થિકનય, કર્મજન્ય ઉપાધિઓને વીંધીને સીધુ અંદરના શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે. એટલે જ આ નયનો વિષય, “સંસારી જીવને પણ સિદ્ધ સમાન જોવાએ છે. આમાં ભવપર્યાયને = કર્મજન્ય સંસારના ભાવોને નજરમાં લેવામાં આવ્યા નથી અને એ બધાની અંદર આત્માનું સાહજિક જે શુદ્ધ સ્વરૂપ છે એને જ મુખ્ય કરીને - “આ (સંસારીજીવ પણ) આવો જ શુદ્ધસ્વરૂપ છે.” એ રીતે આ નય જુએ છે. આ જ અભિપ્રાયથી શ્રી નેમિચન્દ્રાચાર્યે દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે - અશુદ્ધનયની દૃષ્ટિએ, જીવ - માર્ગણાસ્થાનને અને ગુણસ્થાનને આશ્રીને ૧૪ ભેદવાળો છે. (અર્થાત્ જીવના અલગ-અલગ ૧૪-૧૪ પ્રકાર છે.) પણ શુદ્ધનયની દૃષ્ટિએ તો સર્વ સંસારી જીવો શુદ્ધ જ છે (અને તેથી એકસરખા જ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org