________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૯-૧૦
૧૮૯ પહિલો દ્રવ્યારથ નયો, દસ પ્રકાર તસ જાણો રે | શુદ્ધ અકર્મોપાધિથી, દ્રવ્યાર્થિકધુરિ આણો રે / જ્ઞાન / પ-૯ | જિમ સંસારી પ્રાણીયા, સિદ્ધ સમોવડિ ગણી રે ! સહજભાવ આગલિ કરી, ભવપર્યાય ન ગણીએ રે / જ્ઞાન / ૫-૧૦ ||
ટબો - દ્રવ્યાર્થનય ૧, પર્યાયાર્થનય ૨, નૈગમન ૩, સંગ્રહનય ૪, વ્યવહારનય ववहारं रिउसूत्तं, दुवियप्पं सेसमाहु एक्केक्का । उत्ता इह णयभेया, उवणयभेया वि पभणामो ।। १८६ ।। सब्भूदमसब्भूदं, उवयरियं चेव दुविहसब्भूदं । तिविहं पि असब्भूदं, उवयरियं जाण तिविहं पि ।। १८७ ।। दव्वत्थिएस, दव्वं, पज्जायं पज्जत्थिए विसयं । सब्भूदासब्भूदे, उवयरियं च दु णव - तियत्थं ।। १८८ ।। पज्जयं गउणं किच्चा, दव्वं पि य जो हु गिण्हइ लोए । सो दव्वत्थिय भणिओ, विवरीओ पज्जयत्थिणओ ।। १८९ ॥
ગાથાર્થ - પહેલો દ્રવ્યાર્થિકાય છે. એના ૧૦ પ્રકાર જાણો. કર્મઉપાધિથી રહિત શુદ્ધદ્રવ્યાર્થિકનયને એમાં ધુરિ-અગ્રણી-પ્રથમ જાણવો. જેમકે સંસારી જીવો પણ, એના ભવ = સંસારપર્યાયને ન ગણીએ = ગૌણ કરીએ અને સહજ ભાવને = સાહજિક શુદ્ધ સ્વરૂપને આગળ કરીને મુખ્ય કરીને જોઈએ તો સિદ્ધ જીવોને સમાન છે. મેં પ-૯,૧૦ ||
વિવેચન - દ્રવ્યર્થનય... દ્રવ્યાર્થનય ૧, પર્યાયાર્થિનય ૨, નૈગમનાય ૩, સંગ્રહનય ૪, વ્યવહારનય ૫, ઋજુસૂત્રનય ૬, શબ્દનય ૭, સમભિરૂઢનય ૮ અને એવભૂતનય ૯. આ નવ નયના નામ છે. તેમાં પહેલો દ્રવ્યાર્થિકનાય છે... એના ૧૦ પ્રકાર છે. તે નીચે મુજબ
૧. કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૨. ઉત્પાદવ્યયનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૩. ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૪. કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૫. ઉત્પાદવ્યયસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૬. ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૭. અન્વય દ્રવ્યાર્થિકનય. ૮. સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય. ૯. પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય. ૧૦. પરમભાવગ્રાહી દ્રવ્યાર્થિકનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org