________________
ઢાળ-૫ : ગાથા-૮
૧૮૮
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ નવ નય, ઉપનય તીન છઇ, તર્કશાસ્ત્ર અનુસારો રે | અધ્યાત્મ વાચઈ વલી, નિશ્ચય નઈ વ્યવહારો રે | જ્ઞાન છે ૫-૮ /
ટબ - તેહનઈ મતઈ - તર્કશાસ્ત્રનઈ અનુસારઈ, નવ નય અનઈ ત્રણ ઉપાય છો તથા અધ્યાત્મવાચઈ = અધ્યાત્મશૈલીઈ - નિશ્ચયનય વ્યવહારનય ઇમ ૨ - જ નય કહિઈ. || ૫-૮ ||
થયેલી છે. આમ દિગંબરનો આ સિદ્ધાંત પણ સમાનતંત્રસિદ્ધાંતરૂપ હોવાથી જાણવા યોગ્ય છે.. અને તેથી એની જાણકારી મળે એ માટે શ્રીદેવસેન આચાર્યે નયચક્ર અને આલાપ પદ્ધતિ નામના ગ્રંથમાં અને શ્રી માઇલ્ડ ધવલે પ્રાકૃતગાથાબદ્ધ નયચક્રમાં સ્વપ્રક્રિયાનુસાર જે રીતે કહ્યું છે તે રીતે અમે કહીએ છીએ.
અહીં દિગંબરને “બાળ' તરીકે કહેવામાં બે કારણો વિચારી શકાય. (૧) સામાન્યથી બાળક નગ્ન હોય છે. એટલે દિગંબર પણ નગ્ન હોવાથી બાળ' છે. (૨) સારો - સુંદર - અસ્મલિત ગતિ કરાવે એવો માર્ગ છોડીને આડા - અવળા થવાનું મન બાળકને જ થતું હોય છે. આ દેવસેનાદિને પણ એવું મન થઈ રહ્યું છે, માટે એ બાળ છે. | ૬૧ /
ગાથાર્થ - તર્કશાસ્ત્રને અનુસારે નવ નય છે અને ત્રણ ઉપનય છે. અધ્યાત્મ શાસ્ત્રને અનુસાર નિશ્ચય અને વ્યવહાર એમ બે જ નય છે. /પ-૮ ||
વિવેચન - હવેથી લઈને આઠમી ઢાળની પાંચમી ગાથા સુધી ગ્રંથકાર દિગંબરમાન્ય પ્રક્રિયા બતાવી રહ્યા છે... એટલે આ બધું જ ગ્રંથકારને માન્ય છે એમ સમજી ન લેવું.... જેટલું યુક્તિસંગત લાગે એટલું માનવાનું, બાકીનું છોડી દેવાનું.” એમ ગ્રંથકાર ખુદ કહેવાના છે.
તેહનઈ મતઈ.... દિગંબરના મતે તર્કશાસ્ત્રને અનુસરીને - દ્રવ્યાર્થિકનય, પર્યાયાર્થિકનય, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. એમ ૯ નવો છે. તેમજ સતવ્યવહાર, અસભૂતવ્યવહાર અને ઉપચરિત અસભૂતવ્યવહાર... એમ ૩ ઉપનય છે.
તથા અધ્યાત્મશૈલીએ નિશ્ચયનય અને વ્યવહારનય એમ બે નય છે. “નયચક્ર' ગ્રંથમાં નવ નયો અને ત્રણ ઉપનયો વગેરેને જણાવનારી ગાથાઓ ૧૮૩ થી ૧૮૯ આ પ્રમાણે છે
दो चेव य मूलणया, भणिया दव्वत्थपज्जयत्थगया । अण्णे असंखसंखा, ते तब्भेया मुणेयव्वा ।। १८३ ।। णइगम संगह ववहार, तह रिउसूत्तसद्दअभिरूढा । एवंभूदा णव णया वि, तह उवणया तिण्णि ।। १८४ ।। दव्वत्थो दहभेयं, छब्भेयं पज्जयत्थियं णेयं । तिविहं च णइगमं तह, दुविहं पुण संगहं तत्थ ।। १८५ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org