________________
ઢાળ-૫ : ગાથા-૭
૧૮૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છાંડી મારગ એ સમો, ઉપનયમુખ જે કલ્પઈ રે ! તેહ પ્રપંચ, પણિ જાણવા, કહઈ તે જિમ જલ્પાં રે / જ્ઞાન / પ-૭ //
ટબ - એ સમો માર્ગ છાંડી કરીનઈ, જે દિગંબર બાલ, ઉપચારાદિ ગ્રહવાન કાજિ ઉપનય પ્રમુખ કલ્પઈ છો, તે પ્રપંચ=શિષ્યબુદ્ધિધંધનમાત્ર. પણિ સમાનતંત્રસિદ્ધાન્ત છો, તે માટઈ જાણવાનાં કાતિ કહિછે, જિમ-તે જલ્પઈ છV=સ્વપ્રક્રિયાઈ બોલાઈ છઈ. પ-૭ |
ઉપચાર - તે.... ઉપચાર એ મુખ્યવૃત્તિની જેમ નયના પરિકરભૂત = પરિવારભૂત છે, પણ વિષયભૂત નથી... આશય એ છે કે ગાથામાં, “ભેદ-અભેદ અને ઉપચાર આ બધુ નયવિચારથી સંભવે છે” એમ જણાવ્યું છે... અર્થાત્ ઉપચારનો ઉલ્લેખ ભેદ અને અભેદની સાથે થયો છે... અને આ ભેદ અને અભેદ તો નયના (મુખ્ય-અમુખ્યપણે) વિષયભૂત છે.. વિષયરૂપે સંભવે છે... એટલે એની સાથે ઉલ્લેખ પામેલ ઉપચારને પણ કોઈ નયના વિષયભૂત ન સમજી લે એ માટે ગ્રંથકાર આ ખુલાસો કરે છે કે “ઉપચાર' એ નયના વિષયભૂત નથી...
શંકા - ઉપચાર એ નયના વિષયભૂત નથી, તો શું છે?
સમાધાન - મુખ્યવૃત્તિની પરે=શક્તિની જેમ એ પણ નયના પરિવારભૂત છે. આશય એ છે કે નય દ્વારા ભેદ-અભેદનો બોધ કરવો છે... આ બોધ કરાવવામાં મુખ્યવૃત્તિ (શક્તિ) જેમ નયને સહકાર આપતી હોવાથી નયના પરિવારમાં ગણાય છે એમ ઉપચાર (લક્ષણા) પણ નયને (ઇતરાંશનો બોધ કરાવવામાં) સહકાર આપે છે... માટે એ પણ એના પરિકરભૂત છે.
આવા પ્રકારનો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નય વગેરે અંગેનો અભિપ્રેત માર્ગ સમો છે – ખાડા-ટેકરા વિનાનો સમતલ છે... જેથી પદાર્થબોધની ગાડી અખ્ખલિતપણે ગતિ કરે છે... આ માર્ગ શ્વેતાંબરોને માન્ય-પ્રમાણભૂત જે શ્રી તત્ત્વાર્થસૂત્ર, સમ્મતિતર્કપ્રકરણ, શ્રી વિશેષાવશ્યકભાષ્ય, શ્રી પ્રમાણનયતત્તાલોક વગેરે શાસ્ત્રોથી સિદ્ધ થયેલો છે. ૬૦ ||
ગાથાર્થ - પૂર્વોક્ત ગાથાઓમાં કહ્યો એવો આ સરળ માર્ગને છોડીને ઉપનય વગેરેની જે કલ્પના કરે છે તે ઉપનય વગેરેના વિસ્તારને જાણવા માટે હવે તે કલ્પના કરનાર જે રીતે કહે છે તે અમે કહીએ છીએ. જે પ-૭ //.
વિવેચન - એ સમો માર્ગ. આ સરળ માર્ગ છોડીને જે દિગંબરબાળ ઉપચાર વગેરેનું ગ્રહણ કરવા માટે ઉપનય વગેરેની કલ્પના કરે છે તેની તે કલ્પના શિષ્યબુદ્ધિમાં અંધાપો ફેલાવવા જેવી જ છે. કારણ કે એ નિરૂપણથી શિષ્યની બુદ્ધિમાં, નય ૭ હશે કે ૯ ? વગેરરૂપે વિખવાદ પેદા થઈ શકે છે. છતાં જેમ અમને જિનવચનો માન્ય છે એમ એમને પણ માન્ય છે... જેમ અનેકાન્તવાદ-સ્યાદ્વાદ અમારો મુખ્ય સિદ્ધાંત છે એમ એમનો પણ એ મુખ્ય સિદ્ધાંત છે. ને એની સિદ્ધિ માટે જ મુખ્યતયા ઉભય પક્ષે દાર્શનિકવિચારણાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org