________________
૧૮૬
ઢાળ-૫ : ગાથા-૬
स्वार्थग्राही इतरांशाप्रतिक्षेपी सुनयः, इति सुनयलक्षणम् । स्वार्थग्राही इतरांशप्रतिक्षेपी दुर्नयः, इति दुर्नयलक्षणम् ।।
ઇમ નયથી = નવિચારથી, ભેદ-અભેદ ગ્રાહ્ય વ્યવહાર સંભવઇ. તથા નયસંકેતવિશેષથી ગ્રાહકવૃત્તિવિશેષરૂપ ઉપચાર પણિ સંભવઇ. તે માટઇ ભેદ-અભેદ તે મુખ્યપણઇ પ્રત્યેકનયવિષય, મુખ્યામુખ્યપણઇ ઉભયનયવિષય. ઉપચાર તે મુખ્યવૃત્તિની પરિ નયપરિકર, પણિ વિષય નહીં. એ સમો માર્ગ શ્વેતાંબર પ્રમાણ-શાસ્ત્રસિદ્ધ જાણવો. ॥ ૫-૬ ||
સ્વાર્થગ્રાહી ઇતરાંશાપ્રતિક્ષેપી બોધ એ સુનય છે. સ્વાર્થગ્રાહી ઇતરાંશપ્રતિક્ષેપી બોધ એ દુર્નય છે.
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
સ્વાભિપ્રેત જે અંશ હોય એનું ગ્રહણ કરે... અને ઇતરાંશ સ્વને અનભિપ્રેત અંશ... એનું ખંડન ન કરે એ સુનય છે... (પૂર્વે જણાવી ગયો છું એમ, સ્વમાન્ય અંશની દૃઢ પ્રતિષ્ઠા માટે ખંડન કરે પણ ખરો... પણ પદાર્થમાં એ ઇતરાંશ છે જ નહીં... એ રીતે એનો સદંતર ઇનકાર કરવા ખંડન ન કરે... તો પણ એ સુનય છે.) સ્વાભિપ્રેતઅંશનું ગ્રહણ કરે... ને ઇતરાંશનું ખંડન કરે.. એ દુર્નય છે.
આમ, નયવિચારથી ભેદ-અભેદ ગ્રાહ્ય વ્યવહાર સંભવે છે. અર્થાત્ દ્રવ્યાર્થિકનયને અભેદ ગ્રાહ્ય છે. પર્યાયાર્થિકનયને ભેદ ગ્રાહ્ય છે. આવો વ્યવહાર થઈ શકે છે. આશય
=
એ છે કે ઘટ-પટાદિ પદાર્થ એ ગ્રાહ્ય છે. એ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. વળી આ દ્રવ્યાદિ વચ્ચે ભેદ-અભેદ બન્ને છે. માટે ભેદ-અભેદ બન્નેનો વ્યવહાર થવો જોઈએ. એ વ્યવહાર, ઉપર બતાવી ગયો એમ, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયથી સંભવિત બને છે.
તથા નયસંકેતવિશેષથી ગ્રાહકવૃત્તિવિશેષરૂપ ઉપચાર પણ સંભવે છે. ભાવાર્થ એ છે કે... શબ્દનું શ્રવણ થવા માત્રથી સીધો અર્થબોધ થઈ જતો નથી... પણ વાચક શબ્દ અને વાચ્ય પદાર્થ વચ્ચેના સંબંધરૂપ વૃત્તિ દ્વારા એ થાય છે. માટે આ વૃત્તિ પણ ગ્રાહ્ય એવા પદાર્થનો બોધ કરાવનાર હોવાથી ‘ગ્રાહક' કહેવાય છે. વળી આ વૃત્તિ બે પ્રકારે છે... મુખ્ય (શક્તિ) અને ઉપચાર (લક્ષણા). એટલે ઉપચાર એ ગ્રાહકવૃત્તિવિશેષરૂપ એક ચોક્કસ પ્રકારની ગ્રાહકવૃત્તિરૂપ છે, ટૂંકમાં એ લક્ષણારૂપ છે... આ લક્ષણારૂપ ઉપચાર સીધેસીધો સંભવતો નથી, પણ ચોક્કસ પ્રકારના નયસંકેતથી સંભવે છે. દ્રવ્યાર્થિકનયે આવો ચોક્કસ સંકેત એવો કર્યો છે કે જેથી ઉપચારથી ભેદ જણાય છે ને પર્યાયાર્થિકયે એવો સંકેત કર્યો છે કે જેથી ઉપચારથી અભેદ જણાય છે. આમ ઉપચાર પણ સંભવિત છે.
Jain Education International
For Private & Personal Use Only
તે માટઇ ભેદ - અભેદ... તેથી, મુખ્યપણે ભેદ એ પર્યાયાર્થિકનયનો વિષય... અને અભેદ એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે... આમ ભેદ-અભેદ મુખ્યપણે એક-એક નયના વિષય છે. મુખ્યામુખ્યપણે બન્ને નયના વિષય છે. (દ્રવ્યાર્થિક-મુખ્યપણે અભેદ, અમુખ્યપણે ભેદ.. પર્યાયાર્થિક-મુખ્યપણે ભેદ, અમુખ્યપણે અભેદ...)
=
www.jainelibrary.org