________________
ઢાળ-૫ : ગાથા-પ
=
ગ્રહઇ
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો – બેહુ ધર્મ ભેદ-અભેદ પ્રમુખ, જે નય દ્રવ્યાર્થિક અથવા પર્યાયાર્થિક ઊહાખ્યપ્રમાણઇ ધારઇ, મુખ્ય-અમુખ્ય પ્રકારઇ સાક્ષાત્ સંકેતઇ તથા વ્યવહિત સંકેતઇ, તે નયની વૃત્તિ અનઇ તે નયનો ઉપચાર કલ્પિઇ. જિમ - ગંગા પદનો સાક્ષાત્ સંકેત પ્રવાહરૂપ અર્થનઇ વિષયઇ છઇ, તે માટઇ પ્રવાહઇ શક્તિ તથા ગંગાતીરઈ ગંગાસંકેત વ્યવહિત સંકેત છઇ, તે માટઇ ઉપચાર. તિમ દ્રવ્યાર્થિકનયનો સાક્ષાત્ સંકેત અભેદઇ છઇ, તે માટઇ તિહાં શક્તિ, ભેદઇ વ્યવહિત સંકેત છઇ, તે માટે ઉપચાર. ઇમ પર્યાયાર્થિકનયની પણિ શક્તિ-ઉપચાર ભેદ અભેદનઇ વિષયઇ જોડવા. ॥ ૫-૪ | ભિન્ન વિષય નયજ્ઞાનમાં જો સર્વથા ન ભાસઇ રે । તો સ્વતંત્ર ભાવઇ રહઇ મિથ્યાર્દષ્ટિ પાસઇ રે ! જ્ઞાન૦ | ૫-૫ ॥
૧૮૪
=
=
આદિ શબ્દથી
વિવેચન - બેહુ ધર્મ... બે ધર્મ ભેદ-અભેદ વગેરે...(પ્રમુખ દ્રવ્યાંશ-પર્યાયાંશ વગેરે...) આ બે ધર્મને જે દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક જે નય ‘ઊહ' નામના પ્રમાણ દ્વારા મુખ્ય કે અમુખ્ય પ્રકારે ધારે તેને અનુસરીને તે નયની શક્તિ અને લક્ષણા કલ્પવી જોઈએ. આમાં ઊહ નામનું પ્રમાણ એટલે ‘તર્ક' પ્રમાણ. (અન્વય-વ્યતિરેક દ્વારા અવિનાભાવનો વ્યાપ્તિનો નિર્ણય કરાવે તે તર્ક પ્રમાણ... આવી એની સામાન્ય વ્યાખ્યા જાણવી.) મુખ્ય-અમુખ્ય પ્રકારે... સાક્ષાત્ સંકેતે (= શક્તિથી) જે જણાય તે મુખ્ય પ્રકારે જણાયેલું કહેવાય... વ્યવહિત સંકેત દ્વારા જે જણાય તે અમુખ્ય પ્રકારે જણાયેલું ગણાય. જેમ કે ‘ગંગા’પદનો સાક્ષાત્ સંકેત ગંગાપ્રવાહમાં છે. માટે ‘ગંગા’પદથી ગંગાપ્રવાહ મુખ્ય પ્રકારે જણાય છે. ગંગાતીર આ શક્યાર્થભૂત ગંગાપ્રવાહને સંબદ્ધ છે. એ ‘ગંગા’પદને સાક્ષાત્ સમ્બદ્ધ નથી. માટે ‘ગંગા’પદનો ગંગાતીરમાં જે સંકેત છે તે વ્યવહિતસંકેત કહેવાય છે....એ લક્ષણા છે... એટલે ‘ગંગા’પદ દ્વારા ગંગાતીરની ઉપસ્થિતિ અમુખ્ય પ્રકારે થાય છે.
=
એમ દ્રવ્યાર્થિકનય પોતાની દૃષ્ટિથી તર્ક કરે છે... અને એને અનુસારે એ, દ્રવ્યાંશને અને અભેદને મુખ્યપણે જુએ છે... માટે એમાં એ શક્તિ (મુખ્ય વૃત્તિ) માને છે... અને ગુણ પર્યાયમાંશને તથા ભેદને અમુખ્યપણે જુએ છે. માટે એમાં એ ઉપચાર-લક્ષણા માને છે.
=
પર્યાયાર્થિકનય પોતાની દૃષ્ટિથી તર્ક કરે છે... અને તદનુસાર એ ગુણ-પર્યાયાંશને અને ભેદને મુખ્યપણે જુએ છે... માટે એમાં એ મુખ્ય વૃત્તિ-શક્તિ માને છે અને દ્રવ્યાંશને તથા અભેદને અમુખ્યપણે જુએ છે... માટે એમાં એ ઉપચાર=લક્ષણા માને છે. ! ૫૮ ॥
ગાથાર્થ - જો નયજ્ઞાનમાં ભિન્ન વિષય સર્વથા ન ભાસે તો એ નય સ્વતંત્ર ભાવે મિથ્યાદષ્ટિ પાસે રહે છે. । ૫-૫ ||
Jain Education International
વિવેચન - જો નયજ્ઞાનમાંહિં... જો દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક નયના જ્ઞાનમાં સ્વમાન્ય મુખ્યાર્થ કરતાં ભિન્ન વિષયઅન્યનયનો મુખ્યાર્થ સર્વથા ન ભાસે=અમુખ્યપણે=લક્ષણાથી= ઉપચારથી પણ ન ભાસે તો એવું નયજ્ઞાન એ સ્વતંત્રભાવે રહેનારું=અન્યનયથી સર્વથા
For Private & Personal Use Only
www.jainelibrary.org