________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-પ : ગાથા ૩-૪
મુખ્યવૃત્તિ સવિ લેખવઇ, પર્યાયારથ ભેદ રે । ઉપચારઇ અનુભવબલઇ, માનઇ તેહ અભેદઇ રે || જ્ઞાન૦ | ૫-૩ ॥
ટબો - ઇમ પર્યાયાર્થનય મુખ્યવૃત્તિ થકો સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદઇ લેખવઇ, જે માટઇ એ નયનઇ મતઇ મૃદાદિપદનો દ્રવ્ય અર્થ, રૂપાદિપદનો ગુણ જ, ઘટાદિપદનો કંબુગ્રીવાદિપર્યાય જ. તથા ઉપચારઇ=લક્ષણાઇ કરી અનુભવનઇ બલઇ તે અભેદઇ માનઇ. ‘ઘટાદિ મૃદ્દવ્યાધભિન્ન જ છઇ' એ પ્રતીતિં ઘટાદિપદની મૃદાદિદ્રવ્યનઇ વિષઇ લક્ષણા માનિઇ, એ પરમાર્થ. ॥ ૫-૩ |
દોઇ ધર્મ નય જે ગ્રહઇ, મુખ્ય અમુખ્ય પ્રકારો રે ।
તે અનુસારઇ કલ્પઇ, તાસ વૃત્તિ ઉપચારો રે ॥ જ્ઞાન૰ || ૫-૪ ॥
૧૮૩
ગાથાર્થ - પર્યાયાર્થિકનય સર્વનેદ્રવ્ય-ગુણ-પર્યાયને પરસ્પર ભેદ સંબંધથી મુખ્યવૃત્તિએ જાણે છે અને અનુભવબળે ઉપચાર કરીને તેને પરસ્પર અભેદ સંબંધથી પણ માને છે. II૫-૩॥ વિવેચન - ઇમ પર્યાયાર્થે એમ પર્યાયાર્થિક નય મુખ્યવૃત્તિએ દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદસંબંધથી જુએ છે. (અર્થાત્ એ સર્વનો પરસ્પરભેદ માને છે.) કારણ કે આ નયના મતે ‘મૃદ્’ વગેરે પદનો અર્થ દ્રવ્ય જ થાય છે... ‘રૂપ’ વગેરે પદનો અર્થ ગુણ જ થાય છે અને ‘ઘટ' વગેરે પદનો અર્થ કંબુગ્રીવાદિપર્યાય જ થાય છે. આશય એ છે કે ‘મૃદ્’ ‘તંતુ’ વગેરે પદનો અર્થ ક્યારેય રૂપ વગેરે કે ઘટ-પટ વગેરે થતો નથી. એમ ‘રૂપ’ વગેરે પદનો અર્થ ક્યારેય મૃ-તંતુ વગેરે કે ઘટ-પટ વગેરે થતો નથી... એમ ‘ઘટ' ‘પટ' વગેરે પદનો અર્થ ક્યારેય મૃદુ-તંતુ વગેરે કે રૂપ વગેરે થતો નથી. એટલે જણાય છે કે મૃદ્-તંતુ વગે૨ે દ્રવ્ય, રૂપ વગેરે ગુણ ઘટ-પટ વગેરે પર્યાય કરતાં ભિન્ન જ છે... જો અભિન્ન હોત તો જેમ ઘટ-કુંભનો અભેદ હોવાથી ‘ઘટ' પદનો અર્થ કુંભ થાય છે, ને ‘કુંભ’ પદનો અર્થ ઘટ થાય છે, એમ પ્રસ્તુતમાં ‘મૃદ્' વગેરે પદનો અર્થ રૂપાદિ કે ઘટાદિ થાત. એટલે આ અનુભવને નજરમાં રાખીને પર્યાયાર્થિકનય મૃદાદિદ્રવ્ય, રૂપાદિગુણ અને ઘટાદિપર્યાયનો પરસ્પર ભેદ મુખ્યવૃત્તિએ જણાય છે, એમ કહે છે.
પણ બીજી બાજુ, માટી ઘડા રૂપે પરિણમી... ઘડો અને રૂપ પૃથક્ પૃથક્ જણાતા નથી... આવા બધા જે અનુભવ થાય છે એના બળ પર = એને અનુસરીને ઉપચારથી લક્ષણાથી દ્રવ્યાદિનો પરસ્પર અભેદ સંબંધ પણ માને છે. એમ ઘટાદિ મૃદુ વગેરે દ્રવ્યથી અભિન્ન જ છે' આવી પ્રતીતિના બળે ‘ઘટ' પદની મૃદ્રવ્યમાં પણ એ લક્ષણા માને છે. આ પરમાર્થ છે. આની સમજણ બીજી ગાથાના વિવેચનમાં આપણે જોઈ ગયા છીએ.
Jain Education International
ગાથાર્થ
આમ, બે ધર્મમાંથી જે નય જે ધર્મને મુખ્ય-અમુખ્ય પ્રકારે સ્વીકારે છે તેને અનુસારે એની વૃત્તિ=શક્તિ અને ઉપચાર=લક્ષણા કલ્પવી. ॥ ૫-૪ |
-
For Private & Personal Use Only
=
www.jainelibrary.org