________________
૧૮૨
ઢાળ-૫ : ગાથા-૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ગૌણ કરવામાં આવે. એટલે દ્રવ્યાંશને માનવો છે... ને છતાં ગૌણ રાખવો છે... આવા પ્રયોજનને અનુસરીને પર્યાયાર્થિકનય એની લક્ષ્યાર્થરૂપે ઉપસ્થિતિ માને છે. (અર્થાત્ ગંગાતીરની... તીરે. એવો પ્રયોગ કરીને શક્યાર્થરૂપે ઉપસ્થિતિ શક્ય હોવા છતાં શૈત્ય - પાવનત્વની પ્રતીતિરૂપ પ્રયોજન જેમ એની Tયાં. એવો પ્રયોગ કરીને લક્ષ્યાર્થરૂપે જ ઉપસ્થિતિ કરવામાં આવે છે, તેમ પ્રસ્તુતમાં) દ્રવ્યાંશની શક્યાર્થરૂપે ઉપસ્થિતિ શક્ય હોવા છતાં ઉપરોક્ત જોર આપવાના પ્રયોજને લક્ષ્યાર્થરૂપે જ ઉપસ્થિતિ માને છે.
ષષ્ઠીવિભક્તિ ભેદમાં આવે છેજેમ કે દેવદત્તનો ઘડો... આને જ અનુસરીને માટીનો ઘડો... ઘડાનો નીલવર્ણ... વગેરેમાં પણ ષષ્ઠી વિભક્તિ હોવાથી ભેદસંબંધ તો એ સ્વીકારે જ છે. છતાં દેવદત્ત અને ઘડાનું સ્વતંત્ર અસ્તિત્વ પણ જણાય છે. એવું માટી અને ઘડાનું કે ઘડાનું અને એના વર્ણાદિનું અનુભવાતું નથી... શિષ્ટ પુરુષોના આવા અનુભવને પણ નકારી તો ન જ શકાય... એટલે દેવદત્તનો ઘડો ને માટીનો ઘડો... ઘડાનું પાણી ને ઘડાનો વર્ણ.. આ બધામાં ભાસતા ભેદ સંબંધમાં વિલક્ષણતા માનવી જ પડે છે.
જ્યાં બંને સંબંધીઓ સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવી શકતા હોય ત્યાં ઐક્ય-તાદાભ્ય વિનાનો ભેદ સંબંધ હોય છે... ને જ્યાં સ્વતંત્ર અસ્તિત્વ શક્ય ન હોય ત્યાં ઐક્ય (અભેદ)થી સંવલિત ભેદ સંબંધ હોય છે. એ વિલક્ષણતા, આ સિવાય બીજા કોઈ પ્રકારની માની શકાતી નથી. એટલે, માટીનો ઘડો, ઘડાનો વર્ણ વગેરેમાં ઘડો, વર્ણ.... સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા ન હોવાથી અભેદ સંવલિત ભેદ સંબંધ માનવો આવશ્યક બને છે. વળી, સર્વથા ભેદ સંબંધ અંતે જઈને બાધિત બને છે. માટે પણ “અભેદ' માનવો જરૂરી છે. ને પોતે પ્રમાણાત્મક ન બની જાય એ પ્રયોજન તો છે જ. માટે પર્યાયાર્થિકનય ભેદની શક્યાર્થરૂપે અને અભેદ સંબંધની લક્ષ્યાર્થરૂપે ઉપસ્થિતિ માને છે.
આમ પ્રસ્તુતમાં દ્રવ્યાર્થિકનયમતે દ્રવ્યાંશ અને અભેદ એ મુખાર્થ છે. પણ જો એ મત, ગુણ-પર્યાયાંશ અને ભેદ ન માને તો આ મુવાર્થ બાધિત થાય છે. વળી, આ ગુણપર્યાયાંશ અને ભેદ સાથે મુખ્યર્થનો ભેદભેદ સંબંધ તથા ક્ષીરનીરવત્ અત્યંત સંકળાયેલાપણું - અનુવિદ્ધત્વ સંબંધ પણ છે... ને માટીનો ઘડો વગેરે વ્યવહારને સંગત કરવાનું તથા પોતાના દ્રવ્યાર્થિકનયપણાને જાળવી રાખવાનું પ્રયોજન પણ છે. માટે દ્રવ્યાર્થિકનય ગુણપર્યાયાંશ તથા ભેદમાં લક્ષણા માને છે. આ વાત દુર્ઘટ નથી, પણ ઘટી જાય (= સંગત થાય) એવી છે.
એમ, પર્યાયાર્થિકનયમતે ગુણ-પર્યાયાંશ અને ભેદ એ મુખ્યાર્થ છે. પણ જો એ મત, દ્રવ્યાંશ અને અભેદ ન માને તો આ મુખ્યાર્થ બાધિત થાય છે. વળી, આ દ્રવ્યાંશ અને અભેદ સાથે મુખ્યર્થનો ભેદભેદ અને અનુવિદ્ધત્વ સંબંધ પણ છે... ને માટી ઘડારૂપે પરિણમી વગેરે વ્યવહારને સંગત કરવાનું તથા પોતાના પર્યાયાર્થિકનયપણાને જાળવી રાખવાનું પ્રયોજન પણ છે. માટે પર્યાયાર્થિકનય દ્રવ્યાંશમાં અને અભેદમાં લક્ષણા માને એ દુર્ઘટ નથી. // પ૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org