________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૨
૧૮૧ વર્ણાદિવાળા પદાર્થને જ લાવે છે... આ શિખવ્યવહારની દ્રવ્યાર્થિકનય પણ માથે ભાર રાખે છે. ને તેથી સ્વીકારે છે કે કંબુગ્રીવાદિપર્યાય-વર્ણાદિગુણ શ્રોતાને ઉપસ્થિત થયા હોવા જ જોઈએ... આ ઉપસ્થિતિ કે આ શિખવ્યવહાર અસંગત ન ઠરે એ પ્રયોજનથી એ આ ગુણપર્યાયની ગૌણભાવે લક્ષ્યાર્થરૂપે ઉપસ્થિતિ માને છે. તથા પોતાને દ્રવ્યનો અભેદ પણ ઉપસ્થિત થયો છે. આ અભેદ કોની સાથે? એ માટે પણ ગુણ-પર્યાય ઉપસ્થિત થયેલા માનવા તો પડે જ. ગુણ-પર્યાય ઉપસ્થિત જ થયેલા ન હોય તો “ગુણ-પર્યાય સાથે દ્રવ્યનો અભેદ સંબંધ છે” આવું બધું જાણી ન જ શકાય એ સ્પષ્ટ છે. વળી ગુણ-પર્યાયની શક્યાર્થરૂપે ઉપસ્થિતિ માનવામાં તો “પ્રમાણ' આવી જાય. માટે લક્ષ્યાર્થરૂપે ઉપસ્થિતિ માને છે. વળી, માટી માટી' રૂપે પરિણમી... આવો પ્રયોગ ક્યારેય થતો નથી... માટી “ઘડારૂપે પરિણમી. આવો બધો જ પ્રયોગ થાય છે. એટલે જણાય છે કે માટી અને ઘડા વચ્ચે સર્વથા-એકાન્ત અભેદ નથી. અર્થાત્ ભેદ પણ છે જ. એમ “માટીનો ઘડો' આવો વ્યવહાર થાય છે, “માટીની માટી' આવો વ્યવહાર થતો નથી... આ પણ જણાવે છે કે માટી અને ઘડા વચ્ચે ભેદ પણ હોવો જ જોઈએ. એટલે આ ભેદ સંબંધની ઉપસ્થિતિ આવશ્યક છે. એ શક્યાર્થરૂપે લઈ શકાતી નથી. કારણ કે તો તો એ “પ્રમાણરૂપ બની જાય, દ્રવ્યાર્થિકનય ન રહે. તેથી લક્ષ્યાર્થરૂપે માને છે.
પર્યાયાર્થિકનય એમ કહે છે કે પટમની આ સાંભળવા પર શ્રોતાને શ્યામ7 - કંબુગ્રીવાદિમત્ત્વ-વૃત્તાકાર(પાંચેક લીટરનું)પરિમાણ.. આવો બધો પદાર્થ જ ઉપસ્થિત થાય છે. આ બધું તો ગુણ-પર્યાય છે. ને આ સિવાય તો કશું ઉપસ્થિત થતું જ નથી જેને માટીદ્રવ્ય કહી શકાય. માટે “ઘટ' પદની શક્તિ ગુણ-પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી... એમ એ, ભેદ સંબંધ પણ “ઘટ' પદની શક્તિથી ઉપસ્થિત થાય છે, એમ માને છે, કારણ કે “ઘડાનું પાણી” આવો વ્યવહાર ઘડા-પાણી વચ્ચેના ભેદ સંબંધને જણાવે છે... એમ “માટીનો ઘડો' વગેરે વ્યવહાર પણ ભેદસંબંધને જ જણાવે છે.
પણ, છેવટે આ પર્યાયાર્થિકનયને પણ સુનય બન્યા રહેવું છે. દુર્નય નથી બની જવું.. એટલે શિખવ્યવહારનો એ પણ આદર કરે છે. ને તેથી “માટી ઘડારૂપે પરિણમી.” આવા વ્યવહારનો કે પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ અંગે થતી “આ એ જ માટી છે' આવી પ્રત્યભિજ્ઞાનો એ અપલાપ કરતો નથી. સામાન્ય સંયોગોમાં, ટમીનય સાંભળીને શ્રોતા માટીનો જ ઘડો લાવે છે... સુવર્ણકળશાદિ લાવતો નથી. આ વાસ્તવિકતાને પણ એ નજરઅંદાજ કરતો નથી. એટલે એ સ્વીકારે છે કે “ઘટ' પદથી માટી પણ ઉપસ્થિત થાય તો છે જ. વળી, માટીની ઉપસ્થિતિ હોય જ નહીં, તો ગુણ-પર્યાયનો ભેદસંબંધ જે ઉપસ્થિત થયો છે, તે પણ કોની સાથે ? તેથી, પણ “માટી પણ ઉપસ્થિત થાય છે' એમ માનવું પડે છે. પણ શક્યાર્થરૂપે માને તો તો પોતે પ્રમાણાત્મક બની જાય. માટે લક્ષ્યાર્થરૂપે એની ઉપસ્થિતિ માને છે... પદાર્થને માત્ર દ્રવ્યાત્મક માનનાર વ્યક્તિને એની પર્યાયાત્મકતા પણ જણાવવા માટે પર્યાયઅંશ પર જોર આપવું છે. એના પર જોર તો જ અપાય જો દ્રવ્યાંશને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org