________________
૧૮૦
ઢાળ-૫ : ગાથા-૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સંબંધ... આ ત્રણે જણાય છે. એમ પ્રસ્તુતમાં “ગુણ-પર્યાય વિશિષ્ટ દ્રવ્ય જણાય છે એનો મતલબ, ગુણ, પર્યાય, દ્રવ્ય તથા સંબંધ તરીકે ભેદ અને અભેદ... આ પાંચે વસ્તુ જણાય છે... આમાંથી પ્રમાણ ગુણ, પર્યાય અને દ્રવ્ય... ત્રણે શક્તિથી ઉપસ્થિત થાય છે એમ તેમજ ત્રણે વચ્ચે પરસ્પર ભેદભેદ સંબંધ જે છે તે પણ શક્તિથી ઉપસ્થિત થાય છે એમ માને છે. અર્થાત્ પાંચ ચીજ શક્તિથી જ ઉપસ્થિત થાય છે. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ એવી છે કે આ પાંચમાંથી દ્રવ્ય અને ત્રણેનો પરસ્પર અભેદ આ બન્ને મુખ્યવૃત્તિથી (શક્તિથી) જણાય છે. ગુણ-પર્યાય તેમજ પરસ્પર ભેદ સંબંધ લક્ષણાથી જણાય છે. પર્યાયાર્થિકનયનો મત એવો છે કે આ પાંચમાંથી ગુણ-પર્યાય તેમજ પરસ્પરનો ભેદ સંબંધ શક્તિથી જણાય છે ને દ્રવ્ય તેમજ અભેદ સંબંધ લક્ષણાથી જણાય છે.
આમાં પ્રમાણ માટે તો કોઈ પ્રશ્ન નથી. બે નય અંગે વિચાર કરવાનો રહે છે. દ્રવ્ય નિત્ય છે, અવિચલિતસ્વરૂપ છે. આધારભૂત છે. પર્યાય અનિત્ય છે. પરિવર્તનશીલ છે, આધેય છે... આવી બધી અનેક - પરસ્પર અત્યંત વિરુદ્ધ જણાય એવી વિલક્ષણતા દ્રવ્ય-પર્યાય વચ્ચે છે... એટલે, એનો એ ઘટાદિ પદાર્થ દ્રવ્યાત્મક પણ છે ને દ્રવ્યથી અત્યંત વિલક્ષણ એવા ગુણ-પર્યાયાત્મક પણ છે... આ વાત બુદ્ધિને જચવી એ સહેલી વાત નથી... ને છતાં બુદ્ધિમાં એ નિઃશંકપણે બેસી જાય એ આવશ્યક તો છે જ, કારણ કે પદાર્થનું એ જ વાસ્તવિક સ્વરૂપ છે. વળી બુદ્ધિને જેવું વાતાવરણ-જેવી કેળવણી મળ્યા હોય એ તરફ ઢળવું એના માટે એકદમ સહેલું હોય છે. એટલે કેળવણી અનુસાર કેટલાકને પદાર્થ દ્રવ્યાત્મક લાગતો હોય છે. તો કેટલાકને પર્યાયાત્મક. અન્ય અંશને સ્વીકારવા એમની બુદ્ધિ સહજ રીતે તૈયાર થઈ શકતી નથી. એ અંશને પણ એ સ્વીકારે એ માટે, સ્વીકૃત અંશનું ક્યારેક ભારપૂર્વક ખંડન કરવું પણ આવશ્યક બનતું હોય છે ને સાથે અન્ય અંશનું આગ્રહ સાથે મંડન કરવું પણ જરૂરી બનતું હોય છે. આ ખંડન-મંડન પ્રમાણ કરી શકતું નથી, કારણ કે એ તો બન્ને અંશને સમાનદૃષ્ટિએ જોનાર છે. માટે નયની જરૂર પડે છે. દ્રવ્ય તરફ ઢળેલી બુદ્ધિને મધ્યસ્થ કરવા માટે પર્યાયાર્થિકનય જોઈએ છે અને પર્યાય તરફ ઢળેલી બુદ્ધિને મધ્યસ્થ કરવા માટે દ્રવ્યાર્થિકનય જોઈએ છે.
દ્રવ્યાર્થિકનયે બધું દ્રવ્યરૂપે જોવાનું છે... એટલે એ ગુણ-પર્યાયનું પ્રધાન અસ્તિત્વ માની શકે એમ નથી. એટલે એ એમ કહે છે કે માટી જ ઘડા રૂપે પરિણમી. ઘડો કાંઈ માટીથી અલગ ચીજ નથી. વળી આમ કહે છે, માટે સ્પષ્ટ છે કે એ માટી (દ્રવ્ય) અને ઘડો (પર્યાય) વચ્ચે અભેદ સંબંધને સ્વીકારે છે. એટલે દ્રવ્યાર્થિકનય ઘટ' પદના શક્યાર્થ તરીકે મૃદ્રવ્ય અને અભેદ સંબંધને ઉપસ્થિત થતા માને છે. આને જ એ પ્રધાન કરે છે.. આને જ એ મુખાર્થ માને છે.
પણ, એ પણ સુનય છે... એટલે સમજે છે કે “પટમની એમ કહેવામાં આવ્યું હોય તો શ્રોતા કાંઈ માટીનો પિંડો લઈને આવતો નથી... પણ કંબુગ્રીવાદિમાન અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org