________________
૧૭૬
ઢાળ-૫ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છતાં કોઈ એમ કહે કે આવા ક્રમિક બે વાક્યો અનુભવાતા નથી... તો ગ્રંથકાર કહે છે : અથવા એક બોધ શાળે.. અહીં “શાબ્દ' શબ્દ અશુદ્ધ લાગે છે... શાબ્દ શબ્દ હોવો જોઈએ. એટલે વધ: શબ્દક વોલ સાથે આવું વાક્ય મળશે. એનો અર્થ આવો છે કે - ધારો કે આપણે દ્રવ્યાર્થિકનયે વિચારી રહ્યા છીએ.... તો “ઘડો ગુણ-પર્યાયથી અભિન્ન મૃદ્દવ્યરૂપ છે.” આવો અર્થ તો શબ્દ પરથી જ મળી જશે... માટે એ “શાબ્દ બોધ છે.
એવધ સાથે: “ઘડો મૃદ્ધવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયમય છે...” આવો પર્યાયાંશનો બોધ આર્થ હોય છે = અર્થપત્તિથી ગમ્ય હોય છે. આશય એ છે કે શબ્દ દ્વારા તો ગુણપર્યાયથી અભિન્ન મૃદ્ધવ્યનો બોધ થયો... પણ એ સર્વથા અભિન્ન હોવો અસંગત છે... કારણ કે કંબુગ્રીવાદિપર્યાય નાશ પામે તો પણ મૃદ્રવ્ય નાશ પામતું નથી. કંબુગ્રીવાદિપર્યાય જે જળાહરણાદિ કરી શકે છે તે પિંડારિરૂપે રહેલ મૃદ્રવ્ય કરી શકતું નથી... ભેદપક્ષની આવી બધી દલીલો અહીં સમજી લેવી... એટલે કંબુગ્રીવાદિપર્યાયનો મૃદ્ધવ્ય સાથે જે અભેદ છે, તે એ બે વચ્ચે કથંચિત્ ભેદ માન્યા વિના અનુપપન્ન (= અસંગત) રહે છે. માટે એને સંગત કરવા માટે અર્થપત્તિ દ્વારા (અન્યથા અનુપપત્તિ દ્વારા) આવો નિર્ણય થાય છે કે બન્ને વચ્ચે કથંચિભેદ પણ છે. એટલે “ઘડો મૃદ્ધવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયમય છે' આવો બોધ અર્થોપત્તિથી થયેલો હોવાથી એને આર્થ કહેવાય છે. પર્યાયાર્થિકનયના મતે “ઘડો મૃદ્ધવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયમય છે આવો બોધ શાબ્દ બોધ હોય છે... અને “ઘડો ગુણપર્યાયાભિન્નમૃદ્ધવ્યમય છે' આવો બોધ આર્થ જાણવો.)
આમ નયવાદી પણ બન્ને અંશનો બોધ કરે છે એ નિશ્ચિત છે, પછી ભલે એ વૃત્તિદ્વયથી હોય કે ક્રમિક બે વાક્યો દ્વારા હોય કે શબ્દ અને આર્થ એમ બે બોધ દ્વારા હોય..
ગ્રંથકારે આ ઢાળની ધ્રુવપંક્તિ - જ્ઞાનદષ્ટિ જગ દેખિઇ... એમ રાખેલી છે. પૂ. ઉપાધ્યાયજી મ. હિતશિક્ષા આપે છે... જગત માં રહ્યા છીએ માટે જગત્ દેખાવાનું તો છે જ. પણ એને કેવી રીતે જોવું? જે રીતે જોવાથી રાગ-દ્વેષ-મોહ વધતા જાય છે ને તેથી જીવ વિષય-કષાયના કળણમાં વધુ ને વધુ ઝૂંપતો જાય છે એ રીતે જોવું એ મોહદષ્ટિથી જગતને જોયું કહેવાય.. જગત્ ના બધા જીવોનો અનાદિકાળથી આ જગને મોહદષ્ટિથી જોવાનો જ અભ્યાસ છે. હવે એ અભ્યાસને તોડવાનો છે... ને જે રીતે જોવાથી રાગદ્વેષાદિ વધવાના બદલે સંવેગ-વૈરાગ્યાદિ વધતા જાય એ રીતે જોવાનો અભ્યાસ વધારવાનો છે... આ રીતે જોવું એ જ્ઞાનદષ્ટિએ જોયું કહેવાય. આમાં, પ્રમાણાત્મકજ્ઞાનથી જોવાનો પણ સમાવેશ છે, ને યથાયોગ્ય વિનિયોજન હોય એ રીતે નયાત્મક જ્ઞાનથી જોવાનો પણ સમાવેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org